બિગ બોસમાં દેખાશે સલમાન ખાનનો રુઆબ, આવી રીતે કરશે એન્ટ્રી

ટીવીના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 15 માં દર વર્ષે કેટલુક નવું અને ધમાકેદાર કન્ટેન્ટ જોવા મળે છે. નિર્માતાઓ શોની થીમ અને કોન્સેપ્ટમાં પણ મોટા ફેરફાર કરે છે.જો કે, ચાહકો જેની સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે તે છે સુપરસ્ટાર સલમાન ખાનની એન્ટ્રી. દર વખતે તેને પહેલા કરતા વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ઘરની અંદર સલમાનની ગર્જના

image source

આ વર્ષે પણ સલમાન ખાન ઘરની અંદર ખૂબ જ દમદાર અંદાજમાં પ્રવેશ કરશે. દરેક વખતે સલમાન ખાન સૌપ્રથમ ઘરના ખૂણે ખૂણાનો દર્શકોનો પરિચય કરાવે છે અને આ વખતે તેમની એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર આવી ચુક્યો છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કલર્સ ટીવી તરફથી એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે જેમાં સલમાન ખાન ઘરની અંદર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે આ વખતે નિર્માતાઓએ શોનો કન્સેપટ જંગલ પર આધારિત રાખ્યો છે. ઘરની થીમથી લઈને બાકીની દરેક વસ્તુ જંગલ સાથે જોડાયેલી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ખાનની એન્ટ્રી ‘બિગ બોસના જંગલ વાઘ’ તરીકે કરવામાં આવી છે. આ વીડિયોમાં સલમાન ખાન તેની ફિલ્મના એક ગીત પર પરફોર્મ કરતો જોવા મળી રહ્યો છે

બિગ બોસ હાઉસનો સિંહ

image source

નિર્માતાઓએ પ્રોમો શેર કર્યો અને કેપ્શનમાં કહ્યું, ‘સલમાન ખાન આ જંગલનો સિંહ છે, તૈયાર રહો કારણ કે સ્પર્ધકો બિગ બોસ 15 ના વાઈલ્ડ જંગલમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શું તમે તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છો? બિગ બોસ 15 નો આ પ્રોમો જોઈને લોકો સલમાન ખાનના ડાન્સના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ પ્રોમોથી તેમનો ઉત્સાહ વધુ વધી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

તમને જણાવી દઈએ કે કલર્સ ટીવી દ્વારા આયોજિત બિગ બોસ 15 ના લોન્ચ દરમિયાન નિર્માતાઓ દ્વારા 4 કન્ફર્મ સ્પર્ધકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ કન્ફર્મ નામોમાં ટીવી અભિનેત્રી ડોનલ બિષ્ટ ,બિગ બોસ 13ના ભૂતપૂર્વ સ્પર્ધક અસીમ રિયાઝનો ભાઈ ઉમર રિયાઝ, તેમજ બિગ બોસ OTT ફાઇનલિસ્ટ શમિતા શેટ્ટી અને નિશાંત ભટનું નામ પણ સામેલ છે. આ સિવાય પ્રતિક સહજપાલ પણ બિગ બોસ 15 ના ઘરમાં જનાર કન્ફર્મ કન્ટેસ્ટન્ટ છે. આ સિવાય તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રા, અફસાના ખાન, આશકા સિંહ, સિમ્બા નાગપાલ જેવા નામોનો પણ સમાવેશ થાય છે.