આ બહેનને નાકની સર્જરી કરાવવી પડી ભારે, જીવ બચાવવા માટે કાપવા પડ્યા પગ

ખુબસુરત ચહેરાની ખ્વાહીશમાં નાકની સર્જરી કરાવવી એક છોકરીને ખુબ જ ભારે પડી ગઈ. એક તુર્કીશ પ્લાસ્ટિક સર્જરી ક્લિનિક પાસે નાકની સર્જરી કરાવ્યા પછી તેને મજબુરીમાં ઘૂંટણથી નીચના પોતાના બંને પગ કપાવવા પડ્યા. ખરેખરમાં, ૨૫ વર્ષની સેવિંક સેક્લિકએ ઈસ્તાંબુલના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાની નાકની નાની કરાવવા માટે ‘નોઝ રિડકશન સર્જરી’ કરાવી હતી. સેવિંકને બિલકુલ અંદાજ હતો નહી કે, એક દિવસ આ જ સર્જરી તેમના પગ ગુમાવવાનું કારણ બની જશે.

સર્જરી થયા પછી તાવ:

image source

મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ, તા. ૨ મે, ૨૦૧૪ના રોજ લગભગ બે કલાક સુધી ચાલેલ ઓપરેશન થયા પછી તેમની સ્થિતિ ઠીક હતી તો ડોક્ટર્સ તેમને ઘરે મોકલી દીધા. ઘરે જઈને સેવિંકને તાવ આવવા લાગે છે. જો કે, હોસ્પિટલ આ વાત પર જોર આપતા રહ્યા છે કે, તેમની સ્થિતિ ઠીક છે. એક અઠવાડિયા પછી જયારે તેઓ ડોક્ટર્સને મળવા હોસ્પિટલ પહોચ્યા છે ત્યાં હાજર રહેલ બધા કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા હતા.

દિવસેને દિવસે બગડતી ગઈ સ્થિતિ:

image source

સ્થાનિક મીડિયાની રીપોર્ટસમાં જણાવ્યા મુજબ, હોસ્પિટલના લોકોએ તેમને કહ્યું કે આ બધા લક્ષણ સામાન્ય છે અને ગભરાવવાની કોઈ વાત નથી. સર્જરી થયા પછી મોટાભાગે આવા પ્રકારના લક્ષણો સામે આવે છે. જો કે, ડોક્ટર્સના આશ્વાસન આપ્યા પછી તેમની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જ જઈ રહી છે.

કાળો પડી ગયો હતો પગના રંગ:

image source

સેવિંકના ભાઈ જેનું નામ મીડિયા રીપોર્ટસમાં ઉજાગર કરવામાં આવ્યું છે નહી, તેમણે જણાવ્યું છે કે, ‘સર્જરી થયા પછી ખાવા- પીવાની છૂટ મળવાથી તેમની બહેન સતત બીમાર રહેવા લાગી હતી. તેમના પગનો રંગ કાળો પડી ગયો હતો. સ્થિતિ અત્યંત ગંભીર થયા પછી તેને હોસ્પિટલમાં એડમિટ કરાવી દેવામાં આવી.’

જીવ બચાવવા માટે કાપવા પડ્યા પગ:

image source

ઈમરજન્સીમાં ડોક્ટર્સએ તા. ૯ જુનના રોજ પરિવારના સભ્યોને કહ્યું કે, સેવિંક બ્લડ પોઈઝનીંગની સમસ્યા સાથે લડી રહી છે. હવે તેનો જીવ બચાવવા માટે ડોક્ટર્સને તેમના ઘૂંટણની નીચે સુધીના પગ કાપવા જ પડશે.

હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી:

image source

આ બાબતમાં સેવિંકએ હોસ્પિટલ પ્રશાસન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને એક કરોડ રૂપિયા (૧૭૭,૩૯૯ ઓસ્ટ્રેલીયન ડોલર) ના મુઆવજાની માંગ કરી છે. ત્યાં જ, હોસ્પિટલ સ્ટાફનું કહેવું છે કે, આ ઘટના માટે તેમને દોષી માનવા યોગ્ય છે નહી. એમાં તેમની કોઈ ભૂલ છે નહી.

એક્સપર્ટ રીપોર્ટ પછી થશે નિર્ણય:

image source

હોસ્પિટલના લોકોનું કહેવું છે કે, આ બ્લડ પોઈઝનીંગ સર્જરી થઈ ગયાના બે અઠવાડિયા પછી અને હોસ્પિટલાઈઝ્ડ થયાના કેટલાક દિવસ પહેલા સુધી ચિકન ખાવાનું પરિણામ છે. કોર્ટએ આ મામલા પર એક્સપર્ટ રીપોર્ટની માંગ કરી છે. ત્યાર બાદ આવનાર વર્ષના એપ્રિલ મહિનામાં એની પર નિર્ણય લેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત