આવી પત્ની તો કોઈકને જ મળે હો, પતિને બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાની આપી દીધી મંજૂરી, કિસ્સો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો

હાલમાં માહોલ એવો છે કે એક પિતાને દીકરાની સગાઈ કરવામાં પણ ભારે જહેમત ઉઠાવવી પડે છે. ત્યારે જો એવું સાંભળવા મળે કે કોઈને બે બે સ્ત્રી સાથે લગ્ન કરવાની પરવાગની આપી તો ભલભલા ધ્રુજી ઉઠે છે. ત્યારે આવો જ એક કિસ્સો જર્મનીમાંથી સામે આવ્યો છે અને જેને જોઈને લોકોમાં ભારે આશ્ચર્ય સર્જે તેવી એક ઘટના બની છે.એક વ્યક્તિ તેની પત્નીની ઈચ્છાથી પોતાની બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તમને સાંભળીને ઝાટકો લાગશે પણ આ વાત 100 ટકા સાચી છે.

image source

હાલમાં માહોલ એવો છે કે આ ઘટના અંગે ભારે ચર્ચા થઈ રહી છે. લોકો વિચારી રહ્યા છે કે છેવટે એક પત્ની તેના પતિને બે-બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાની મંજૂરી આપતા જરાય નહીં શરમાણી હોય. ત્યારે હવે જો વિગતે વાત કરીએ તો આ ઘટના જર્મનીના કોલોન શહેરની છે. મિરરના અહેવાલ પ્રમાણે 35 વર્ષથના માર્કો સેન્ટો સિલ્વાએ કાયદાક પ્રમાણે 35 વર્ષની ડોનિએલા સિલ્વા સાથે લગ્ન કર્યાં છે અને બન્ને વર્ષ 2012થી સાથે રહે છે.

image source

જો વિશેષમાં મળતી માહિતી વિશે જણાવીએ તો માર્કો સેન્ટો સિલ્વાએ જાહેરાત કરી છે કે તે પોતાની પત્નીની ઈચ્છાથી બન્ને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. આ સાંભળીને જ લોકોમાં હાહાકાર મચી ગયો છે. માર્કો સેન્ટો સિલ્વાનું એવું પણ કહેવું છે કે વર્ષ 2019માં તેની મુલાકાત જેસિકા અને કામિલા સાથે થઈ હતી.

image source

બન્ને વચ્ચે મિત્રતા થઈ અને હવે અમે પ્રેમ સુધી પહોંચી ગયા છીએ. ત્યારબાદ માર્કોએ તેની બન્ને ગર્લફ્રેન્ડની પત્ની સાથે મુલાકાત કરાવી અને કહ્યું કે અમે 3 જણા પ્રેમ કરીએ છીએ. ત્યારબાદ સૌ એકબીજાને મળવા લાગ્યા માર્કો અને ડેનિયલાના બે બાળકો પણ હોવાની વાત સામે આવી હતી.

image source

જો કે આ બધું હોવા છતાં તે પોતાની ગર્લફ્રેન્ડ સાથેના સંબંધને આગળ વધારવા ઈચ્છે છે. માર્કોનું કહેવું છે કે તે જેસિકા અને કામિલા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ ખુશી વચ્ચે માર્કોને એવો ડર છે કોઈ તેમની આ ખુશીમાં આગ ન લગાડી દે. કારણ કે તેના આ લગ્નની અનેક લોકોને ઈર્ષા થઈ રહી છે. જર્મનીમાં બે ગર્લફ્રેન્ડ સાથે લગ્નના સમાચાર લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. જો કે હવે તો ન માત્ર જર્મની પણ આખા વિશ્વમાં આ સમાચાર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે.