Site icon News Gujarat

આ તે કેવી સત્તા અને કેવું તંત્ર, સુરતમાં વેન્ટિલેટર ઘટ્યાં તો વલસાડથી કચરાની ગાડીમાં ખડકીને મંગાવી લીધા બોલો

હાલમાં ગુજરાતમાં કોરોનાએ કકળાટ મચાવી દીધો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3160 નવા કેસ નોંધાયા છે. ત્યારે એ વચ્ચે સુરતની હાલત તો એનાથી પણ વધારે ખરાબ છે. સુરત જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાતા વેન્ટિલેટરની જરુરિયાત વધી ગઈ હોવાની વાત સામે આવી છે. માટે રાજ્ય સરકારના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા.

પરંતુ આ બધાની વચ્ચે એક પફોટો વાયરલ થયો અને કાંડ થઈ ગયો. સરકાર ઉઘાડી પડી ગઈ હતી. કારણ કે વેન્ટિલેટરની હેરફેર દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા.

image source

સુરત મનપા તરફથી વેન્ટિલેટર લેવા માટે જે વાહન મોકલવામા આવ્યું હતું તેને લઈને હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે મનપામાં કચરો ઉપાડવા માટે જે ટેમ્પાનો ઉપયોગ કરવામા આવે છે તે ટેમ્પો વેન્ટિલેટર લેવા માટે મોકલ્યો હતો અને જેનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે.

ફોટોમાં તમે જોઈ શકો છો કે આ ટેમ્પોમાં જ વેન્ટિલેટરને પેક કર્યા વગર જ સુરત રવાના કરવામા આવ્યા હતા. વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત મનપાને વેન્ટિલેટર મોકલી આપવામા આવ્યા છે, હાલ વલસાડ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું, વલસાડ સિવિલ હોસ્પિટલમાં હાલ 34 વેન્ટિલેટર રાખવામા આવ્યા છે.

image source

સિવિલ હોસ્પિટલ કોવિડ-19 માં 260 વેન્ટિલેટર છે એની સાથે બીજા 45 એક્સ્ટ્રા છે એટલે 305 વેન્ટિલેટર છે. બીજા 100 વેન્ટિલેટર કિડની હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને દાખલ કરવા આયોજન સાથે માગ્યા છે. કિડની હોસ્પિટલના બે ફ્લોરમાં 200 દર્દીઓ માટે તૈયારી શરૂ કરાઇ છે.

જો રસીકરણ વિશે વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં 3 લાખ 280ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 67 લાખ 62 હજાર 638 લોકોને પ્રથમ ડોઝ અને 8 લાખ 10 હજાર 126 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 72 લાખ 72 હજાર 764નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 2 લાખ 73 હજાર 41 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 257 હજાર 343ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.

image source

અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 44 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version