ગુજરાત પોલીસની કોઠાસુઝ વિશે કહેવું પડે બાકી, ભેંસોની મદદથી 35 હજારનો દારૂ આ રીતે પકડી પાડ્યો

દેશ આઝાદ થયો અને જ્યારે સંસદમાં નિયમો બની રહ્યાં હતાં ત્યારે એક વાત આવે છે દારૂની. તે સમયે જ નક્કી થઈ જાય છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી રહેશે અને ગુજરાતમાં દારૂ વેચવા ગેરકાયદેસર ગણાશે. આ માટે સજા અને નિયમો પણ નક્કી કરવામાં આવ્યા. આઝાદી સમયથી જ જે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે તેની જ સીમાઓથી દારૂ અંદર લઈ આવતા અનેક વાહનો અવારનવાર પકડાતા હોય છે. અહીં હજી પણ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે દારૂનો ધંધો કરે છે! સીમાઓ પર પોલીસો અને ચેક પોસ્ટથી કડક ચેકીંગ કરી આવા લોકોની ઘૂસણખોરી અટકાવવાના પ્રયત્નો કરવામાં આવે છે.

liquor1
image source

હાલ આ દારૂને લઈને એક એવો કિસ્સો સામે આવ્યો છે જેવું તમે આ અગાઉ ક્યારેય નહીં સાંભળ્યું હોય. અહીં તાજેતરમાં જ એક તબેલાના માલિકની ભેંસ આકસ્મિક રીતે દારૂ પી ગઈ હતી અને બધો ભાંડો ફૂટી ગયો હતો. વાત કરીએ આખો મામલો શું છે? તેના વિશે તો આ કેસ ગુજરાતના ગાંધીનગરનો છે. જ્યાં એક પશુપાલકે પશુઓના તબેલામાં દારૂની બોટલો છુપાવી રાખી હતી. આ બોટલો ત્યાં ભેંસોના પાણી પીવાની જગ્યા પાસે રાખવામાં આવી હતી. આ પછી ખબર નહીં કંઈ રીતે આ બોટલોના ઢાંકણાઓ ખૂલી ગયા અને તે બધો દારૂ પાણીમાં ભળી ગયો હતો.

image source

આ બાદ જ્યારે ભેંસોએ પાણી પીધું ત્યારે દારૂનો નશો તેને પણ ચડ્યો અને તે ભેંસો બેકાબૂ થઈને આજુબાજુ કૂદવા લાગી હતી. આ પછી આલ્કોહોલના નશાના કારણે જ્યારે બે ભેંસ બિમાર પડી હતી ત્યારે સ્ટોલના માલિકે પશુચિકિત્સકને બોલાવ્યો હતો. પશુચિકિત્સક ત્યાં ભેંસોને પીવા માટેનું જે પાણી હતું તેનો રંગ જોઈને ચોંકી ગયો હતો. આ પાણી માંથી પણ વિચિત્ર ગંધ આવી રહી હતી. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તબેલાનો માલિકે કહે છે કે અહીં ઝાડના પાંદડા વગેરે પડી જવાને કારણે આવું થયું છે. જો કે ડોક્ટર તેના આ જવાબથી સંતુષ્ટ ન હતા.

image source

તેમણે આ વિશે તરત જ એલસીબી ટીમને જાણ કરી હતી. મળતી માહિતી મુજબ આ પછી પોલીસે તે તબેલા ઉપર છાપો માર્યો હતો અને જેમાં 101 બોટલ દારૂ મળી આવ્યો હતો અને આખો ભાંડો ફૂટ્યો હતો. આ બોટલોની કુલ કિંમત રૂ.35,000 હોવાનું જણાવાયું હતું.

image source

આ મામલે તપાસ કર્યા બાદ પોલીસે તબેલાના માલિકો દિનેશ ઠાકોર, અંબ્રામ ઠાકોર અને રવિ ઠાકોર સામે ગુનો નોંધ્યો છે. આ રીતે આખરે ભેંસોના કારણે આ દારૂ પકડાઈ શક્યો હતો જેથી આ કિસ્સો હાલ અહીં ચર્ચામાં આવ્યો છે.