USમાં ફાયરિંગ: અમેરિકામાં સુરતના દંપતિએ અંતિમ પળોમાં પણ ન છોડ્યો એકમેકનો સાથ, પત્નીએ બચાવ્યો પતિનો જીવ

અમેરિકામાં રહેતા સુરતના કણબી પટેલ દંપતિ પર એક હુમલો થયો હતો. આ ઘટના અઠવાડિયા પહેલાની છે. ઘટનાની મળતી માહિતી અનુસાર આ મોટેલમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં પત્નીનું મોત થયું છે. ઘટનામાં પત્નીને પેટમાં ગોળી વાગી પણ અંતિમ પળોમાં તેણે પતિનો હાથ ખેંચ્યો અને તેને કિચન તરફ ખેંચી લીધો હતો. જેનાથી તેનો જીવ બચી ગયો હતો.

image source

આરોપીએ પતિને પણ કમરના ભાગે ગોળી મારી હતી જે આરપાર નીકળી હોવાનું જાણવા મળી રહ્યું છે. પહેલા તો દંપતિને ગોળી વાગ્યા હોવાની જાણ જ થઈ ન હતી. પરંતિ જ્યારે પત્ની ઢળી પડી ત્યારે પતિને ખબર પડી. પત્નીએ અંતિમ પળોમાં પણ પતિને ખેંચી લીધો અને અને તેનો જીવ બચાવી લીધો હતો.

image source

મળતી માહિતી અનુસાર ફાયરિંગની ઘટના અંગે દિલિપભાઈ ભરથાણાના મિત્ર જેઓ હાલમાં અમેરિકામાં છે તેઓએ જાણ કરી. તેઓ 2 મિત્રને લઈને મોટેલના રૂમમાં રહેવા આવ્યો હતો પણ કોરોનાના કારણે 2 જણાને એક રૂમમાં રહેવાની પરમિશન ન મળી. તેથી તેઓ અલગ અલગ રહ્યા.

image source

દિલિપભાઈની પત્ની ઉષાબેને હત્યારાને ઈન્ટરકોમ કરીને રિસેપ્શન પર બોલાવ્યો અને એકલા રહેવાની વાત કરી. પહેલા તો તેની સાથે ઝઘડો કર્યો અને પછી રૂમ ખાલી કરવાની અને રિફંડની માંગણી કરી. રૂમ પણ તેઓએ હત્યારાની માતાના નામે બુક કરાવ્યો હતો. રિફંડને લઈને હત્યારાએ ટેમ્પો ગુમાવ્યો અને બુલેટપ્રૂફ કાચના રાઉન્ડ હોલમાંથી ઉષાબેનને ગોળી મારી દીધી.

દંપતિ હોટલમાં હતા ત્યારે જ થયું ફાયરિંગ

image source

મૂળ સુરતનું દંપતિ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં જ સ્થાયી થયું છે. તેમનો મોટેલનો બિઝનેસ છે અને પતિ અને પત્ની હોટલ પર હતા ત્યારે જ આ ઘટના અચાનક બની અને તેને તેઓને વિચારવાનો પણ સમય આપ્યો નહીં. જેના કારણે દંપતિમાંથી પત્નીનું મોત નીપજ્યું છે.

દંપતિનો દીકરો પણ હોટલના વ્યવસાય સાથે કરી રહ્યો છે કામ

image source

અમેરિકામા રહેતા ગુજરાતીઓ સતત હુમલા અને વેપાર સ્થળ પર લૂંટના ઈરાદે આવી કેટલીક ઘટનાઓનો શિકાર બનતા હોવાનું સામે આવી રહ્યું છે. આ દંપતિ પર આ ફાયરિંગ થવાના કારણે આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. 2 દીકરામાંનો મોટો દીકરો પણ હોટલ વ્યવસાય સાથે જોડાયેલો છે. અમેરિકામાં જ વર્ષોથી રહેતા હોવાના કારણે તેમનું સુરતનું ઘર હાલમાં બંધ જ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!