અમદાવાદના આ ધારાસભ્યને મળ્યું મુખ્યમંત્રી પદ, રાજ્યના 17મા મુખ્યમંત્રી બન્યા ભૂપેન્દ્ર, આવતીકાલે લઈ શકે છે શપથ

શનિવારે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ થી ચાલતી હતી કે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે. આ રેસમાં નીતીનભાઇ પટેલ, સી.આર પાટીલ, પુરુષોત્તમ રૂપાલા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા નું નામ પણ ચર્ચામાં રહ્યું હતું પણ જે રીતે ભાજપની પ્રથા છે તે જે નામની ચર્ચા છેલ્લે સુધી ન થાય તેને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવે છે. ગત વખતે પણ આનંદીબેન પટેલના રાજીનામા પછી ગુજરાત મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ ચર્ચામાં હતું અને છેલ્લે વિજય રૂપાણી ના નામની જાહેરાત થઇ હતી. આ વખતે પણ છેક સુધી જેમના નામની ચર્ચા મુખ્યમંત્રી પદની રેસમાં ન હતી તેનું નામ છેલ્લે જાહેર કરવામાં આવ્યું છે.

image socure

ગાંધીનગર ખાતે આજે સવારથી એક પછી એક બેઠકોનો દોર ચાલ્યો અને છેલ્લે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી. ભુપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે. ભુપેન્દ્ર પટેલ સાથે ઔડા ના ચેરમેન પણ રહી ચૂક્યા છે. જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર વિજયભાઈ રૂપાણીએ ભુપેન્દ્ર પટેલ ના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને જેને મંજૂર રાખવામાં આવ્યો છે.

image socure

મહત્વનું છે કે શનિવારે સવારે વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ થી જ ગુજરાતના રાજકારણમાં હલચલ શરૂ થઇ ગઇ હતી. છેલ્લા ઘણા સમયથી વિજય રૂપાણીના રાજીનામાની વાતો સામે આવી રહી હતી પરંતુ તે સમયે તેમને બધી વાતોને અફવા ગણાવી હતી અને ગઈકાલે અચાનકથી તેમણે રાજીનામું ધરી દીધું હતું.

image socure

 

વિજય રૂપાણીના રાજીનામા સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં નવા મુખ્યમંત્રીના આગમનની લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. રાતોરાત રાજ્યના તમામ ધારાસભ્યોને ગાંધીનગર તેડાવી લેવામાં આવ્યા હતા. આજે સવારે કેન્દ્રથી બે નેતાઓ નિરીક્ષક તરીકે ગાંધીનગર કમલમ ખાતે પહોંચી ચૂક્યા હતા. સવારથી જ કમલમ ખાતે એક પછી એક બેઠકો થઈ જેમાં મુખ્યમંત્રી ના નામ ને લઇને અનેક અટકળો ચાલી રહી હતી પરંતુ છેક સુધી સામે આવ્યું નહીં કે મુખ્યમંત્રી ધારાસભ્યો માંથી જ એક હોઈ શકે છે.

image socure

આ વખતે પણ ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ જ પત્તું ખોલવામાં આવ્યું અને તેમાં જે નામ નીકળ્યું તે નામની કોઈએ કલ્પના કે ચર્ચા કરી જ ન હતી. જોકે મુખ્યમંત્રી તરીકે નીતીનભાઇ પટેલ સહિતના જે લોકો ના નામની ચર્ચા હતી તેવું અગાઉથી જ સૂચક નિવેદન આપી ચૂક્યા હતા કે કેન્દ્રીય નેતૃત્વ જેમને પસંદ કરશે તેમને તેઓ મુખ્યમંત્રી તરીકે સ્વીકારશે.