Site icon News Gujarat

ભારતે ચીનને બતાવ્યા ખરા તેવર, PUBG સહિત 119 એપ્સ પર મુક્યો પ્રતિબંધ, સરકારે કહ્યું..’તેનાથી દેશની સુરક્ષાને જોખમ’

ચીનની એપ પર કાર્યવાહી:ભારતમાં પબ્જી સહિત 119 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ, સરકારે કહ્યું- તેનાથી દેશની સુરક્ષાને જોખમ

છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પબ્જી સહિત 119 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશની સુરક્ષાને જોખમ હોવાથી સરકારે આ પગલું ભર્યું છે.

આ અગાઉ 15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ પછી પણ ભારત સરકારે કેટલીક ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે ભારતમાં PUBGના એક્ટિવ યૂઝર્સ લગભગ 3.3 કરોડ છે. અને આ ગેમને અત્યાર સુધી 5 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે.

સરકારે આ પહેલા પણ TikTok સહિત ચીનની 59 એપ બેન કરી હતી. એ પછી સરકારે ચીનની 47 વધુ એપ બેન કરી હતી. IT મંત્રાલય તરફથી બહાર પડાયેલા આદેશમાં કહેવાયું છે કે PUBG ઉપરાંત Baidu, APUS લોન્ચર પ્રો જેવી ચીનની એપ પર બેન મૂકાયો છે.

આ 119 બેન એપમાં નીચેની એપનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version