તમે પણ જુઓ આ સુંદર કેક જે તમને પહેલી નજરે તો કેક લાગશે જ નહીં…

કેક આર્ટિસ્ટ મહિલાએ ઇન્ટરનેટ પર લોકોને પોતાની અતિ વાસ્તવિક કેક સ્કિલ બતાવીને ચકીત કરી મુક્યા – તમે પણ જુઓ આ સુંદર કેક જે તમને પહેલી નજરે તો કેક લાગશે જ નહીં

આપણે બર્થડે, બેબી શાવર, વેડિંગ એનિવર્સરી વિગેરેમાં અવારનવાર કેક કટ કરતા હોઈએ છીએ. અને હવે તો બાળકોને તેમના ગમતા કાર્ટુન કેરેક્ટરની ડિઝાઈવાળી કેક્સ પણ ઉપલબ્ધ છે. પણ કેક આર્ટીસ્ટ હવે એક પગલું ઓર આગળ વધ્યા છે અને એવી વાસ્તવિક વસ્તુઓની પ્રતિકૃતિ સમાન કેક્સ બનાવે છે કે જેને જોતા પહેલી નજરે તો તમે કહી જ ન શકો કે તે ખરેખર કેક છે ?

image source

આ કેક આર્ટિસ્ટ અમેરિકાના ટેક્સસમાં રહે છે તેણીનુ નામ નતાલી સાઇડસર્ફ છે. તેણી પોતાની હાઇપર રિયાલિસ્ટિક અને કાર્ટૂની કેક્સ માટે ખૂબ જ જાણીતી છે. તેણીની કેક્સ જ્યાં સુધી તમે કાપો નહીં ત્યાં સુધી તમે માની જ નહી શકો કે તે ખરેખ કેક છે. તેણી પોતાની યુટ્યુબ ચેનલ પણ ધરાવે છે અને પોતાના ફેન્સને પોતાની સ્કીલથી અવારનવાર ચોંકાવી મુકે છે. તેની વિડિયો માત્ર તે કેક બનાવાની પ્રક્રિયા જ નથી દર્શાવતું પણ તેને જોવાની પણ ખૂબ મજા આવે છે.

તો આજે અમે તમને નાતાલી દ્વારા બનાવવામાં આવેલી અદ્ભુત કેક વિષે જણાવીશું તે પણ તેની સુંદર તસ્વીરો સાથે.

નતાલી સાઇડસર્ફ પોતાનો સાઇડસર્ફ કેક સ્ટુડિયો ધરાવે છે. તેણી ફાઇન આર્ટ્સની મેજર ડીગ્રી ધરાવે છે. તેણે એક દિવસ પોતાની એક મિત્ર માટે કેકને આકાર આપવાનો પ્રયાસ કર્યો હતો અને બસ ત્યાર પછી તે ક્યારેય અટકી નથી.

image source

‘2008માં મારી એક મિત્રએ મને સલાહ આપી હતી કે મારે એક કેકને આકાર આપવો જોઈએ. જેવું તેમણે ટીવીમાં જોયું હતું. માટે મેં એક કાઉ સ્કલ કેક બનાવી. અને તેમાથી મને ઓર વધારે શીખવાનું મન થયું.’નાતાલી જણાવે છે.

2011માં તેના પતિ ટેક્સનના ઓસ્ટિનમાં શિફ્ટ થયા અને ત્યાં તેણીએ એક બેકરીમાં કામ કરવાનું શરૂ કર્યું. 2012માં તેણીએ અહીં યોજાતી એક કેક કમ્પિટિશનમાં ભાગ લીધો. અહીં તેણીએ રિયાલિસ્ટિક કેક બનાવવાનું નક્કી કર્યું જે તેણે પહેલાં ક્યારેય નહોતું કર્યું. છેવટે તેણીએ એક કેક બનાવી અને તેની તસ્વીર તેના ભાઈએ રેડિટ પર શેર કરી અને લોકોને તે ખૂબ ગમી હતી. ત્યારથી તેણીએ રિયાલિસ્ટિક કેક્સ બનાવવાનું શરૂ કર્યું. તો ચાલો નજર નાખીએ નતાલીની સુંદર રિયાલિસ્ટિક કેક્સ પર.

image source

– જો તમારી નજર સામે આ કેક હોય કે જે અદ્દલ ડુંગળી જેવી જ લાગે છે. તો તમે તેને કાં તો તેની જગ્યાએ મુકી દેશો અથવા તો તેનો ઉપયોગ કોઈ ડુંગલીની અપેક્ષાએ જ કરશો. પણ જ્યારે તમે તેને કટ કરશો ત્યારે તમે ચોંકી જશો કારણ કે આ એક અદ્દલ ડુંગળી જેવી દેખાતી કેક છે.

image source

– આ તસ્વીર જો તમે પહેલી નજરે જોશો તો તમને પ્લેટમાં મુકેલા ત્રણ ફ્રેશ તાજા – રસીલા લીંબુ જ લાગશે. પણ બીજી તસ્વીરમાં તમે જોઈ શકો છો કે તે કોઈ લીંબુ નથી પણ એક કેક છે. આમ જ્યાં સુધી આ લીંબુને કાપવામાં ન આવે ત્યાં સુધી કોઈને પણ ખ્યાલ નહીં આવે કે તે ખરેખર કેક છે નહીં કે લીંબુ.

image source

– આ છે એક સફરજ જેવી જ દેખાતી સુંદર કેક . પહેલી નજરે તે કોઈ સફરજન જેવી જ લાગે છે પણ બીજી તસ્વીરમાં તમે જોશો તો તે સુંદર કેક છે.

image source

– આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે એક પિંક પિગ છે. જે અત્યંત રિયલ લાગી રહ્યું છે. પણ બીજી તસ્વીરમાં તમે જોશો તો તે એક સુંદર કેક છે.

image source

– આવી રીતે જો તમારી સામે કોબી પડી હોય તો તમે તેને છરી લઈને કાપવા જ લાગશો પણ જ્યારે ખરે ખર તમે તેને કાપશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તે કોબી નહીં પણ કેક છે. નાતાલી ખરેખર અદ્ભુત કળા ધરાવે છે.

image source

નાતાલીની યુટ્યુબ ચેનલ પર તેણી 38.7હજાર સબસ્ક્રાઇબર ધરાવે છે. અને આ ચેનલને લાખો વ્યૂઝ મળે છે. તેણે પોતાની યુ-ટ્યુબ ચેનલ 2017માં લોન્ચ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમા નાતાલીએ ઘણી બધી વિડિયો શેર કરી છે. તેણી પૃથ્વી પરના લગભગ બધા જ આકાર કે જીવોના રિયાલિસ્ટિક આકારની કેક બનાવવા સક્ષમ છે. તે પછી ભુંડ હોય, મગજ હોય, એલિયન્સ હોય ફ્રૂટ હોય કે પછી કોઈ પણ જાતનુ શાક કેમ ન હોય. આ સિવાય તેણી મૂવિ કેરેક્ટર જેવી જ દેખાતી કેક પણ ખુબ જ સુંદર બનાવે છે.

image source

તેણી પોતાની કેક્સ વિષે જણાવે છે કે તેણીની કેકમાં તેના કસ્ટમરની માંગ અને તેના પોતાના અંગત પહડકારો સમાયેલા હોય છે. ક્યારેક તેણી નવી ટેક્નિક તેમજ મટીયરલ ટ્રાય કરવા ઇચ્છે છે ને તેને આવા વિવિધ પ્રયોગો કરવા ખૂબ પસંદ છે.

image source

– આ એલિયન કેકને તો તમને કાપવાનું જ મન નહીં થાય તેટલી સુંદર છે.

image source

– આ કુકુંબર પિકલ જો ડીશમાં પડેલું હશે તો તમે તેના પર ધારી ધારીને જોશો તો પણ તમને તે કોઈ પણ એંગલથી કેક નહીં લાગે પણ વાસ્તવમાં તે ખરેખર એક કેક જ છે.

image source

– આ કેક જોઈને તો તમારા મોઢામાંથી ‘wow !’ શબ્દ જ નીકળી જશે. આ કોઈ સુંદર મજાની કોઈ મોટી બ્રાન્ડની શોપિંગ બેગ જણાય છે પણ વાસ્તવમાં તો તે એક કેક છે.

image source

નાતાલીને પોતાની કેક્સ બનાવવામાં ઘણીવાર પડકારોનો પણ સામનો કરવો પડતો હોય છે. કેટલીક એવી જટીલ ડિઝાઇન્સ પણ હોય છે જેમાં કેકને ટકાવી રાખવા માટે મજબુત સ્ટ્રક્ચરની જરૂર પડે છે. ખાસ કરીને ગ્રેવીટી ડિફાઈંગ કેકમાં તેણે ખૂબ પડકારનો સામનો કરવો પડે છે. કારણ કે આવી કેક્સ માટે સ્ટ્રક્ચર સ્ટેબલ રહે તે ખુબ જ જરૂરી છે. તેણીને પોતાની આ કેક્સ બનાવવામાં કલાકોના કલાકો જતા રહે છે.

image source

– આ એક કેપ્સિકમ કેક છે. કેપ્સિકમ પરની ચમક તેમજ તેનું ડીટીયું જોતા કોઈને જરા સરખી પણ શંકા ન જાય કે તે એક કેપ્સિકમ નહીં પણ કેક છે.

image source

– કોઈ નાના બાળકને તો આ કેક ખૂબ જ પસંદ આવશે ખાસ કરીને પિકાચુના ફેનને. પહેલી નજરે તો આ કોઈ ઓરેગામી આર્ટ હોય તેવુ લાગે છે પણ બીજી તસ્વીરમાં ખ્યાલ આવે છે કે તે તો એક કેક છે.

image source

– પ્લેટમાં પડેલા આ કેળા જોઈને તો ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિ કે જે તેનાથી અજાણ હશે તે ઉઠાવીને તેની છાલ જ ઉતારવા લાગશે. પણ વાસ્તવમાં આ કોઈ સાચું કેળુ નથી પણ કેક છે.

એવું નથી કે નાતાલી હંમેશા પોતાની કેક્સ ઓર્ડર પ્રમાણે જ બનાવતી હોય. તેણી ઘણીવાર પોતાની સ્કીલને ઓર નીખારવા શોખ ખાતર અને વિડિયો અપલોડ કરવા માટે પણ કેક્સ બનાવતી હોય છે અને તે સમયે તેના ફેન્સને હંમેશા એ પ્રશ્ન રહે છે કે નાતાલી કેક બનાવીને કાપી નાખે છે એટલે કે તે કોઈને વેચતી નથી. તો પછી શું તે આ બધી કેક ખાતી હશે. પણ તે શક્ય નથી. માટે નાતાલી પોતાની બનાવેલી આ સુંદર કેક્સ પોતાના ફ્રેન્ડ્સ તેમજ પોતાના પાડોશીઓ સાથે શેર કરે છે.

image source

તેણી જણાવે છે કે નાની કેક્સ જેમ કે ફ્રૂટ્સ તેમજ વેજિટેબલના શેપવાળી કેક તેઓ ઘરના સભ્યો મળીને જ ખાઈ જાય છે. પણ મોટી કેક્સ તેઓ પોતાના ફ્રેન્ડ્સ તેમજ પાડોશીઓ સાથે શેર કરે છે. અને યુ-ટ્યુબ વિડિયોમાં જે કેક્સને કટ કરતી નથી બતાવવામાં આવી તે તેમના ક્લાયન્ટ્સની હોય છે. જોકે તેઓ કેક કટ થયા બાદની તસ્વીર મેળવવાનું ભુલતા નથી.

image source

– આ તો જાણે પ્લેટમાં રીંગણું જ મુક્યુ હોય તેવું લાગશે, તેનો રંગ, તેની ચમક તેનુ ડીટીયું જાણે હમણા તેને કાપશું તો તે રીંગણું જ નીકળશે તેવુ લાગે છે પણ બીજી તસ્વીરમાં તમે જોઈ શકો છો કે તે વાસ્તવમાં એક કેક છે.

image source

– આ ટોર્ટિલા કેક પણ અદ્ભુત છે. જાણે કોઈ ટોર્ટિલા જ પડ્યું હોય તેવું લાગે છે પણ જ્યારે તેને કાપવામા આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ તો એક સુંદર કેક છે.

image source

– આ કેક જોઈને તો તમારું મોઢું જ પહોળુ થઈ જશે. કોઈ ઝોમ્બી ટાઇપના વ્યક્તિનું બસ્ટ બનાવવામાં આવ્યું છે. તેની સ્કીન, તેના દાંત, તેની આંખો તેના ચહેરા પરના હાવભાવ બધું જ રીયલ લાગી રહ્યુ છે.

image source

– ઇટ મુવીના મુખ્ય કેરેક્ટર કિલર ક્લાઉનની પ્રતિકૃતિ સમાન આ કેક જોઈને તો પાર્ટીમા હાજર દરેક નાનું બાળક ડરી જ ગયું હશે. અત્યંત રિયલ લાગી રહી છે આ કેક.

Source: boredpanda

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત