ઝડપ કરો! જો આ બેંકમાં તમારું ખાતું હોય તો ઝડપથી ઉપાડી લેજો રૂપિયા, RBIએ લગાવ્યો છે પ્રતિબંધ

RBIએ ડેક્કન અર્બન કોઓપરેટિવ બેન્ક પર લગાવ્યો પ્રતિબંધ, ગ્રાહકો 6 મહિના સુધી નહીં કાઢી શકે 1000થી વધુ રૂપિયા.

ભારતીય રિઝર્વ બેંકે (RBI) કર્ણાટકની ડેક્કન અર્બન કો- ઓપરેટિવ બેન્ક પર બિઝનેસ કરવાને લઈને પ્રતિબંધ લગાવી દીધો છે. હવે ડેક્કન અર્બન કો- ઓપરેટિવ બેન્ક કોઈ નવું દેવું જાહેર નહિ કરી શકે અને ના તો કોઈ પ્રકારની નવી જમા રાશિ સ્વીકાર કરી શકશે, એ સિવાય પણ આ બેન્ક પર ઘણા પ્રકારની અટકાયત કરવામાં આવી છે.

6 મહિના સુધી લગાવી રોક, લાઇસન્સ રદ નથી કર્યું.

image source

ભારતીય રિઝર્વ બેંકે આ સહકારી બેંકની વિતીય પરિસ્થિતિ સારી ન હોવાના કારણે એના પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે 19 ફેબ્રુઆરી 2021થી 6 મહિના સુધી આ બેન્ક પર બિઝનેસ ન કરવાની રોક લગાવી છે. ભારતીય રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ રોકનો અર્થ એવો જરાય નથી કે આ બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. બેન્ક પ્રતિબંધો સાથે પોતાની બેન્કિંગ સેવાઓનું સંચાલન કરી શકે છે. ત્યાં સુધી બેંકની વિત્તિય સ્થિતિ સુધરી જાય એવી પણ આશા છે. એ પછી બેંકની સમીક્ષા કરવામાં આવશે.

નહિ કરી શકે નવું રોકાણ.

image source

એટલું જ નહીં ભારતીય રિઝર્વ બેંકે બેન્ક પર એની પરવાનગી વગર કોઈપણ પ્રકારનું નવું રોકાણ કરવા કે પછી કોઈ નવી જવાબદારી લેવાને લઈને પણ રોક લગાવી દીધી છે. સાથે જ બેંકના સીઈઓએ 18 ફેબ્રુઆરીએ નિર્દેશ આપ્યો હતો કે એ કોઈપણ પ્રકારનું પેમેન્ટ ન કરે ભલે પછી એ કોઈ દેનદારને ચુકવવાનું હોય. એ સાથે જ બેંકે ભારતીય રિઝર્વ બેન્ક પાસેથી એ છૂટ મેળવેલી કોઈપણ પ્રકારની પ્રિસંપતિને પણ ડિસપોઝ નહિ કરી શકે.

image source

ગ્રાહકો કાઢી શકે છે ફક્ત 1000 રૂપિયા.

બેંકની હાલત એટલી ખરાબ છે કે ભારતીય રિઝર્વ બેંકે એના બધા જ બચત ખાતા અને ચાલુ ખાતાના ગ્રાહકોને 6 મહિના સુધી ફકી 1000 રૂપિયા કાઢવાની જ અનુમતિ આપી છે. જો કે કેન્દ્રીય બેંકે ગ્રાહકોને 6 મહિનાની રોકની અવધિ દરમિયાન જમા રકમના બદલામાં ઋણ ચુકવવાની શરતો સાથે અનુમતિ આપી છે.

image source

ગભરાવવાની નથી કોઈ વાત.

જો કે બેંકના કામકાજ પર રોક છતાં 99.58% ગ્રાહકો માટે ગભરાવવાની જરૂર નથી. ભારતીય રિઝર્વ બેંકે પોતાની ટિપ્પણીમાં કહ્યું છે કે આ ગ્રાહકોને જમા વીમા અને ઋણ ગેરેન્ટી નિગમ તરફથી જમા રાશિ પર મળતા વિમાનો લાભ આપવામાં આવશે. આ વીમા હેઠળ ગ્રાહકો જમા રાશિ પર 5 લાખ સુધીનો વીમો કવર કરી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!