કોરોના કેસ વધતા ગુજરાતના આ બીચ પર ‘નો એન્ટ્રી’

વર્તમાન સમયે આખાય વિશ્વમાં જયારે કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે, દેશ અને રાજ્યમાં પણ આ આંકડાઓ સતત વધતા જઈ રહ્યા છે. જો કે વર્તમાન સમયે રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે હવે તંત્ર દ્વારા જરૂરીયાત મુજબ નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં શરૂઆતી સમયમાં અમદાવાદ એ કોરોના વાયરસ માટે હોટસ્પોટ બન્યું હતું, જો કે પાછળના કેટલાક દિવસોથી સુરતમાં કોરોના ચિંતાજનક સ્થિતિ મુજબ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ થયા બાદ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

રાંદેર વિસ્તાર શરૂઆતમાં હતો કોરોના હોટસ્પોટ

image source

સુરતમાં વધતા કોરોના કેસ ચિંતાજનક છે. જો કે સુરતમાં સૌથી પહેલા રાંદેર વિસ્તાર એ કોરોનાનું હોટસ્પોટ બન્યો હતો, પણ હવે ધીરે ધીરે સેન્ટ્રલ ઝોનમાં પણ કોરોના સંક્રમિત આંકડાઓમાં સતત વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન લિંબાયત વિસ્તારમાં પણ કેસમાં ઉછાળ આવ્યો છે, લિંબાયત બાદ કતાર ગામમાં પણ સંક્રમણ વધ્યું, અને ત્યાર પછી વરાછા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું અને ફરી રાંદેર વિસ્તારમાં કેસ વધતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે પાછા અઠવા ઝોનમાં કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યા છે. આપને જણાવી દઈએ કે સુરતમાં દરરોજ 200 કરતા વધારે કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે.

રજાઓમાં બીચ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે

image source

સતત વધતા કેસને અંકુશમાં લેવા માટે સુરતમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના પ્રખ્યાત સમુદ્ર કિનારા તરીકે જાણીતા ડુમસ બીચને બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં સુરતની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડુમસ બીચ અપર આવનારા લોકો પર તેમજ ત્યાં થતી અવરજવર પર મનપા દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કારણ કે લોકો હવે શનિવાર અને રવિવારના દિવસે રજાઓમાં બીચ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. આ સમયે લોકોની સંખ્યા વધવાથી કોરોના વાયરસના સંક્રમણનો ભય રહે છે. પરિણામે સુરક્ષાને ધ્યાનમાં લઈને સુરત મનપા દ્વારા સુરતના ડુમસ બીચ પર પ્રતિબંધ લડવાની નિર્ણય લેવાયો છે.

સાવચેતીના ભાગરૂપે ડુમસ બીચ બંધ કરવામાં આવ્યો

image source

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા હજુ પણ ફરવા લાયક સ્થળો પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો નથી ત્યારે બીચ પર અવાર જવર કરવા માટે કોઈ પણ જાતનો પ્રતિબંધ સરકાર દ્વારા લગાવવામાં આવ્યો નથી. આવા સમયે લોકો માટે ફરવા લાયક સ્થળો બંધ હોવાના કારણે લોકો હવે મોટી સંખ્યમાં બીચ પર એકઠા થાય છે. પરિણામે આ ભીડને નિયંત્રિત કરવી શક્ય બનતી નથી. આમ સુરક્ષાને લઈને સાવચેતીના ભાગરૂપે સુરત મનપા દ્વારા ડુમસ બીચ બંધ કરવામાં આવ્યો છે.

સુરતમાં કોરોના ની વર્તમાન સ્થિતિ

image source

ઓગસ્ટ મહિનામાં સુરતમાં નોધાયેલા કુલ કેસમાં પોઝીટીવ કેસની વાત કરીએ તો ૧ ઓગસ્ટના સીવાસે ૨૬૨ કેસ નોધાયા હતા, બીજા દિવસે ૨૩૭ કેસ ત્રીજા દિવસે ૨૫૮ કેસ, ચોથા દિવસે ૨૪૫ કેસ, પાંચમાં દિવસે ૨૩૭ કેસ, છઠ્ઠા દિવસે ૨૨૯ કેસ તેમજ સાતમાં દિવસે ૨૩૧ જેટલા પોજીટીવ કેસ નોધાયા હતા. આ દરમિયાન ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ સુધીમાં કોરોનાના કારણે ૭૦ લોકોના મોત નીપજ્યા હતા. હાલ વર્તમાન સમયે કોરોના પોઝીટીવ કેસનો આંકડો ૧૫,૩૬૨ પહોચી ગયો છે અને શહેર તમજ જીલ્લાનો મૃત્યુઆંક પણ ૬૬૮ પાર કરી ગયો છે. જો કે સકારાત્મક સમાચાર એ છે કે અત્યાર સુધીમાં ૧૧,૪૫૭ જેટલા દર્દીઓ આજા થઇને પોતાના સામાન્ય જીવનમાં પાછા ફર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,