કોરોના સાથે આ 2 રોગોનું વધ્યું જોરદાર સંક્રમણ, અનેક લોકો આવી રહ્યા છે આ રોગની ઝપેટમાં અને થઇ રહી છે અનેક તકલીફો, જાણો અને ચેતો

કોરોના સહિત આ 2 રોગના લક્ષણોથી મચ્યો ભારતમાં હાહાકાર, સંક્રમણનો આંક 42 લાખને પાર

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રોજ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં એક દિવસમાં ભારતમાં કોરોનાના 90 હજાર 802 કેસ આવ્યા છે અને સાથે જ એક દિવસમાં કોરોનાથી ભારતમાં 1016 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોના સહિત ડેન્ગ્યૂ અને મેલેરિયાનો ખતરો પણ દર્દીઓમાં વધતો જોવા મળી રહ્યો છે. આ બંને રોગની સાથે કોરોનાના લક્ષણો હોવાથી ડોક્ટર્સ માટે ટ્રીટમેન્ટ કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કુલ 42 લાખથી વધુ કેસ નોંધાયા છે તો દેશમાં અત્યારે કોરોનાના 8 લાખ 82 હજાર 542 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 32 લાખ 50 હજાર 429 દર્દીઓ સાજા થયા છે અને 71642 લોકોના જીવ ગયા છે.

image source

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે અન્ય તરફ ડોક્ટર્સની સામે એક નવી મુશ્કેલી સર્જાઈ રહી છે. દિલ્હીની 2 હોસ્પિટલમાં ડોક્ટરની સામે કોરોનાની સાથે દર્દીમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના લક્ષણો જોવા મળતાં ચિંતા ફેલાઈ છે. આ બમણી બીમારીથી ડોક્ટર્સ પણ મુશ્કેલીમાં મૂકાયા છે.

આ રોગના લક્ષણો મળી રહ્યા છે જોવા

image source

ચોમાસું અને કોરોના બંનેના કારણે સામાન્ય માણસોનું જીવન મુશ્કેલ બન્યું છે. દર વર્ષે મચ્છરોથી ફેલાતી બીમારીની સંખ્યા વધે છે. અત્યારે દિલ્હીની હોસ્પિટલમાં સરકારની સામે નવી મુસીબત આવી છે. જ્યાં એક તરફ લોકોને કોરોનાથી બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યાં અન્ય તરફ મેલેરિયા, ડેન્ગ્યૂ અને લેપ્ટોસ્પાયરોસિસનું સંક્રમણ સામે આવી રહ્યું છે. જેના કારણે દર્દીના મોતની સાથે ડોક્ટર્સની ચિંતા વધતાં સરકાર પણ ચિંતામાં મૂકાઈ રહી છે.

દર્દીનું થયું મોત

image source

દિલ્હીમાં જોવા મળી રહ્યું છે કે કોરોના પોઝિટિવ દર્દીઓમાં મેલેરિયાના લક્ષણ જોવા મળ્યા છે એવામાં એક જ દર્દીમાં 3 પ્રકારના સંક્રમણ મળ્યા અને પછી તેની સારવાર કરવાનું શરૂ થયું. સારવાર સમયે તેને બચાવવાનું મુશ્કેલ બન્યું હતું. પહેલાં કોરોના ટેસ્ટ કરાયો અને તેની સારવાર શરૂ કરાઈ. બાદમાં દર્દીને ડેન્ગ્યુ અને મેલેરિયા હોવાથી તેની સારવારમાં મુશ્કેલી વધી અને તેનું મોત થયું હતું.

image source

ઉલ્લેખનીય છે અમેરિકા, ભારત અને બ્રાઝિલ જેવા દુનિયાના તાકાતવર દેશ કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિત છે. આ 3 દેશોમાં દુનિયાના 54 ટકા એટલે કે 1.48 કરોડથી વધારે લોકો સંક્રમિત થયા છે. 44 ટકા એટલે કે 3 લાખ 92 હજારથી વધારેના મોત થયા છે. રોજના કોરોનાના સૌથી વધુ કેસ ભારતમાં સામે આવતાં મોતનો આંક પણ ઝડપથી વધી રહ્યો છે. સતત બીજા દિવસે પણ 24 કલાકમાં દેશમાં કોરોનાના 90 હજાર 802 કેસ આવ્યા છે. તો 1016 દર્દીઓના મોત થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત