બિગ બીએ ફોટો સાથે શેર કરી ફિલિંગ્સ, આ વાતને ગણાવ્યું સૌથી મોટું ટોર્ચર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને તેમના ટિવ્ટર પર 2 ફોટો શેર કર્યા છે. આ ફોટો એક જાહેરાતના શૂટિંગની છે. આ ફોટોમાં તેઓએ હાથમાં જે પકડ્યું છે તેને તેઓ ટોર્ચર ગણાવી રહ્યા છે. આવું શા માટે તે તમે પણ જાણો તે જરૂરી છે.

image source

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતો સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સની પોસ્ટની મદદથી પોતાની રૂટિન લાઈફની માહિતી આપતા રહે છે. તેઓએ હાલમાં રાતે ટ્વિટર પર 2 ફોટો શેર કર્યા. આ ફોટોમાં તેઓ એક જાહેરાતનું શૂટિંગ કરી રહ્યા હતી. આ ફોટો શૂટમાં તેઓ મિઠાઇનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે અમિતાભના એક હાથમાં રસગુલ્લા છે અને અન્ય હાથમાં ગુલાબ જામુન.

image source

અમિતાભ બચ્ચન આ ફોટો શેર કરતાં લખે છે કે હાથમા મિઠાઈ પકડીને અને કેમનેરાની સામે એક્સપ્રેશન આપવાથી મોટો અત્યાચાર કોઈ હોઈ શકે નહીં. જેમકે કે તેઓએ આ મિઠાઈઓને ચાખી હોય.

અમિતાભ બચ્ચને ટ્વિટમાં લખ્યું કે જ્યારે ગળ્યું ખાવાનું છોડી દીધું ત્યારે શૂટમાં હાથમાં પકડાવી દીધું રસગુલ્લા અને ગુલાબ જામુન.અને કહેવાયું કે એક્સપ્રેશન આપવાના છે કે બહુ સ્વાદિષ્ટ છે. આનાથી મોટું ટોર્ચર લાઈફમાં બીજું શું હોઈ શકે.

બીગ બી માટે વર્ષ 2020 રહ્યું ખરાબ

image source

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 કોઈને માટે પણ સારું રહ્યું નથી પણ અમિતાભ બચ્ચન માટે પણ આ ખરાબ સપના સમાન હતું. આ વર્ષે તેઓ પોતે મહામારીની ઝપેટમાં આવ્યા અને સાથે પરિવારના અન્ય સભ્યો અભિષેક બચ્ચન, આરાધ્યા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ કોરોનાનો શિકાર બન્યા હતા. હવે તેઓ સૌ કુશળ છે.તેઓએ હાલમાં એક ટ્વિટ કરીને કહ્યું કે જેમાં વર્ષ 2021ની નીચે તેઓએ લીંબુ મરચાં લટકાવી રાખ્યા હતા.

આ છે અમિતાભ બચ્ચનના અપકમિંગ પ્રોજેક્ટ

image source

જ્યારે બિગ બીના વર્કફ્રંટની વાત કરીએ તો જલ્દી તેઓ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ 3 ભાગમાં બનવા જઈ રહી છે. પહેલો પાર્ટ જલ્દી રીલિઝ થશે અને સાથે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે. જ્યારે ફિલ્મનું નિર્દેશન કરશે અયાન મુખર્જી. હાલમાં આ ફિલ્મ સાથે જોડાયેલા સમાચાર આવ્યા કે તે 500 કરોડમાં બનવા જઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત