શૂટિંગ દરમિયાન શોષણનો શિકાર થઈ હતી આ જાણીતી અભિનેત્રીઓ, કોઈને કરી જબરદસ્તી કિસ, તો કોઈ સાથે થયું કઈક આવું….
બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાખોની સંખ્યામાં લોકો પોતાના સપના પુરા કરવા માટે આવે છે. ઘણા સંઘર્ષ પછી એમાંથી ખૂબ જ ઓછા લોકોને સફળતા મળી શકે છે. એમાં ય વળી અભિનેત્રીઓને તો ફિલ્મો સુધી પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. પોતાની જાતને સાબિત કરવા માટે આ અભિનેત્રીઓએ તો ઘણી બધી પરિક્ષાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર શારીરિક છેડછાડનો ભોગ પણ બનવું પડે છે. તો આજે અમે તમને બોલીવુડની એ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જે સેટ પર હેરેસમેન્ટનો શિકાર બની ચુકી છે.
રેખા.

રેખા બોલીવુડની એક ખૂબ જ જાણીતી અભિનેત્રી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન રેખાએ જણાવ્યું હતું કે બાલચંદરની ફિલ્મ પુનનાગે મન્નનમાં કમલ હસન સાથે એમને કહ્યા વગર એક કિસ સીન શૂટ કરી લેવામાં આવ્યો હતો. કમલ હસન અને બાલચંદરે કિસ સીનનો પ્લાન પહેલેથી જ બનાવીને રાખ્યો હતો અને રેખાને ઉં વિશે કઈ જ ખબર નહોતી. એ સમયે રેખા ફક્ત 16 વર્ષની હતી અને 10માં ધોરણની પરીક્ષા આપીને આવી હતી. રેખાને એ વાતનો ડર હતો કે એમનો આ સીન જોઈને એમના પિતા ખૂબ જ નારાજ થશે.
તનુશ્રી દત્તા.

એવું માનવામાં આવે છે કે અભિનેત્રી તનુશ્રી દત્તાએ બોલીવુડમાં મી ટુ મુવમેન્ટની શરૂઆત કરી. એમને ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના એક ગીતના શૂટિંગ દરમિયાન નાના પાટેકર પર ખોટી રીતે સ્પર્શવાનો આરોપ લગાવ્યો હતો. જો કે નાના પાટેકરને પછીથી ક્લીન ચિટ મળી ગઈ હતી.
ચિત્રાંગદા સિંહ..

અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પણ ફિલ્મના સેટ પર હેરેસમેન્ટનો શિકાર બની ચુકી છે. એક્ટ્રેસે આ ઘટના વિશે જણાવ્યું કે બાબુમોસાઈ બંદૂકબાઝ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફિલ્મના નિર્દેશક અચાનક જ ઇન્ટિમેટ સીનનો આઈડિયા લઈને આવ્યા જે સીન એમને અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કરવાનો હતો. અભિનેત્રીને એ સીન ખૂબ જ ગંદા શબ્દોનો ઉપયોગ કરીને શૂટ કરવાનો હતો. એ કારણે અભિનેત્રીને ખૂબ જ ખોટું લાગ્યું અને એમને આ ફિલ્મને પણ છોડી દીધી.
સ્કારલેટ મેલીશ વિલ્સન.

અભિનેત્રી અને ડાન્સર સ્કારલેટ મેલીશ વિલ્સન પણ ફિલ્મના સેટ પર શોષણની ઘટનાનો શિકાર બની ચુકી છે. ફિલ્મ હંસા એક સંયોગના શૂટિંગ દરમિયાન અભિનેતા ઉમાકાન્ત રાયે એક્ટ્રેસને ખરાબ ઈશારા કર્યા હતા. જો કે અભિનેત્રી એ સહન ન કરી શકી અને એમને અભિનેતાને એક જોરદાર લાફો ફટકારી દીધો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત