આ બોલિવૂડ સ્ટાર્સ કંટાળી ગયા હતા તેમના માથના વાળથી, જેમાં અમુકને તો કરાવવી પડી હતી સર્જરી, શું તમે જોઇ આ તસવીરો?

સમય સમયનું કામ કરે છે તે કોને ખબર નથી પડતી? કોણ એવું વ્યક્તિ હોય છે જે હંમેશા યુવાની લખાવીને આવ્યું હોય છે? કોઈ નહિ. યુવાન અવસ્થા પછી વૃદ્ધ થવાનું કોને ગમે? કદાચ કોઈને નહીં. બાળકો ઝડપથી મોટા થવાની ઇચ્છા ધરાવતા જોવા મળે છે, પરંતુ જ્યારે આપણે યુવાન થઈ જઈએ પછી વૃદ્ધાવસ્થા ગમતી નથી. માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરુષોને પણ વૃદ્ધ થવું નથી ગમતું હોતું. દરેક વ્યક્તિ તેમની ઉંમરથી યુવાન દેખાવા માગે છે અને તેઓ આ માટે ઘણા પૈસા પણ ખર્ચી નાખે છે.

Image Source

તેવી જ રીતે બોલીવુડમાં કેટલાક એક્ટર્સ એવા છે જેમના વાળોએ જવાબ આપી દીધો છે, પણ એમણે નકલી વાળ લગાવીને પોતાની સુંદરતાને જાળવી રાખી છે. તમને લાગતું હશે કે તમારા સ્ટાર ખૂબ જ સુંદર અને તેમના વાળ પણ ખૂબ જ સુંદર પરંતુ તમારા સ્ટાર પોતાના વાળ વર્ષો પહેલા ખોઈ ચુક્યા છે આ યાદીમાં મોટા જ કલાકારો છે, કદાચ તમે એમના નામ સાંભળીને ચકિત થઇ જશો.

Image Source

વૃદ્ધાવસ્થાના ઉંમરે ઉભા છે આ 6 અભિનેતાઓ, આ કલાકારોએ પોતાને હેન્ડસમ દેખાડવા માટે કોઈ કસર બાકી રાખી નથી. આ 6 અભિનેતાઓ છે જે વૃદ્ધાવસ્થાના દરવાજે ઉભા છે. પરંતુ તેણે ખુબજ પૈસા ખર્ચીને પોતાની સુંદરતા પાછી મેળવી લીધી છે. ચાલો જાણીએ તેવા સ્ટાર વિશેની માહિતી.

તેમાં સૌથી પહેલું નામ છે બોલીવુડ કિંગ સલમાન ખાન.

Image Source

બોલીવુડના દબંગ કિંગ સલમાન ખાન જે બોલીવુડના કિંગ તરીકે જાણીતા છે. સલમાન ખાનની ઉંમર 53 વર્ષ થય છે. સલમાન ખાન પણ તેની યુવાનીમાં છેતરાઈ ગયા હતા જ્યારે તેના વાળ ખરી ગયા હતા. જો કે તે દિવસોમાં મોટા વાળનો ક્રેઝ હતો, તેમના શરૂઆતમાં મોટા વાળ પણ હતા. પરંતુ ધીમે ધીમે વાળ ખરવાનું શરૂ થયું અને તમે તેને ફિલ્મમાં જોયા હશે. જ્યારે જેના વાળને ઘણું બધુ નુકસાન થાય છે ત્યારે તેને બોલીવુડમાં હિરો પાત્ર માનવામાં આવતું નથી. સલમાન પણ અમેરિકા જઈને હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે અને આજે તમે જે વાળવાળો સલમાન ખાન જુવો છો એ તો વિગની કમાલ છે.

આ યાદીમાં બીજું નામ છે તે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનું છે.

Image Source

અમિતાભ તેમના વાળ માટે પણ જાણીતા છે. બોલીવુડના બિગ બી તરીકે જાણતા એવા અમિતાભની ઉંમર 75 વર્ષ છે. એક સમય એવો હતો કે લોકો તેમના વાળની નકલ કરતા હતા. આજે પણ ઘણા લોકો તેના જેવા વાળમાં જોવા મળે છે, જેમના વાળ અમિતાભની જેમ કાન પર ઝૂલતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે સદીના મહાન અભિનેતાના વાળ પણ વૃદ્ધાવસ્થા સાથે ખરવા લાગ્યા હતા અને તેની ટાલ દેખાવા લાગી હતી. જેમ કે દરેક વૃદ્ધ વ્યક્તિને જોવા મળે છે. ખાસ વાત એ છે કે તેઓએ તેમની ટાલ પડવાની વાતને જાહેર થવા દીધી નથી.

Image Source

તેઓ સાર્વજનિક સ્થળે જતા પહેલા વિગ લગાવી લેતા હતા. તેમની હેરસ્ટાઇલ અને ઉંમરની દ્રષ્ટિએ તેમના માટે વિશેષ વિગ બનાવવામાં આવી હતી. આથી જ લોકો શંકા કરી શકતા નથી. બાદમાં અમિતજી અમેરિકા ગયા અને ત્યાં પોતાના ખરતા વાળનું નિવારણ કાઢ્યું અને પછી પોતાના ઘટ્ટ વાળવાળા વિગના અંદાજમાં આવી ગયા. જોકે, હવે એમના વાળ એકદમ ઓરીજીનલ જ છે, પણ જે છે એમાં એ આજે પણ હેન્ડસમ દેખાય છે.

ત્રીજા નંબર પર છે તે એક સમયે ખુબજ નામ હતું અને આજ પણ ખુબજ મોટા સ્ટાર છે એવા ગોવિંદા છે.

Image Source

પોતાના કોમિંગ ટાઈમિંગ અને તેની સારી અભિનય માટે જાણીતા ગોવિંદા પણ એક વખત વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થયા હતા. ગોવિંદાની લગભગ મોટાભાગની ફિલ્મો હિટ થતી હતી કારણકે એમની એક્ટિંગ કરવાનો અંદાજ સૌથી અલગ હતો. એમની ફેન ફોલોઇંગ છોકરીઓમાં પણ ઘણી વધારે રહી છે. જ્યારે ગોવિંદા સ્ટાર હતા, ત્યારે તેના વાળ ખૂબ જ જાડા અને કાળા હતા, પરંતુ પછીથી જ્યારે તે ફ્લોપ થવા લાગ્યા ત્યારે તેની સાથે તેના વાળ પણ ખરાબ લાગ્યા હતા. ત્યારે તેણે વાળ ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યું અને તેના વાળને આખો નવો દેખાવ આપ્યો.

ચોથા નંબર પર છે હાલના સૌથી સફળ કોમેડિયન કિંગ કપિલ શર્મા.

Image Source

કપિલને આજે સ્ટાર કહેવામાં આવે છે, જે કોમેડિયન કિંગ તરીકે ઓળાવવામાં આવે છે. દેખાવમાં, ક્યૂટ કપિલ ટીવીથી માંડીને ફિલ્મો સુધી કામ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે તેના વાળ ઘણા સમય પહેલા તેને સાથ આપતા બંધ થઈ ગયા હતા. જ્યારે તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે તેમના માથામાં ગણી શકાય એટલાજ વાળ રહ્યા હતા. પણ વાળ તેની કિસ્મત ચમકવા માંડતાંની સાથે જ પાછા આવી ગયા. ખરેખર, તેઓએ સારવાર દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. કોમેડી કિંગથી બૉલીવુડ એક્ટર બનેલ કપિલ શર્મા જયારે નવા નવા ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે જ એમના વાળ ખરી રહ્યા હતા.

પાંચમા નંબર પર પહેલેથી એક્શન હીરો રહેલા અક્ષય કુમારનું નામ છે.

Image Source

બોલીવુડના એક્શન હીરો તરીકે જાણીતા અક્ષય કુમારને પણ તેમના વાળના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અક્ષય કુમારના વાળ ફિલ્મ ચાંદની ચોક ટૂ ચાયનાથી ખરવા લાગ્યા હતા. ત્યાર બાદ અક્ષય કુમારે હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી એમના વાળ બરાબર થયા અને પછી કેસરી ફિલ્મ માટે એમણે પોતાના વાળની કુરબાની આપી. એવું એટલા માટે કારણકે ભારે પગડીમાં એમને વાળમાં ખંજવાળ આવતી હતી અને પછી ફિલ્મ ગોલ્ડમાં એમણે વિગની મદદ લીધી હતી.

છઠ્ઠા નંબર પર છે એક સમયના સિંગર અને હાલમાં હીરો તરીકે ઓળખાતા હિમેશ રેશમિયા.

Himesh Reshammiya dismisses the rumours about being in a car accident
Image Source

હિમેશ રેશમિયા પહેલા સિંગર તરીકે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. સિંગર તરીકે આવ્યા ત્યારે જ તેના વાળે તેનો સાથ છૂટી ગયો હતો. ત્યારે તે પોતાના વાળને છુપાવવા હંમેશા ટોપીનો સહારો લેતા હતા. થોડા સમયમાં સિંગર તરીકે ખુબજ નામ મળ્યા બાદ તેણે ફિલ્મમાં હીરો તરીકે એન્ટ્રી કરી. પહેલી ફિલ્મ કર્ઝ ફિલ્મ આવી અને ફિલ્મ આખીમાં તેને ટોપી પહેરીને જ શૂટિંગ કર્યું હતું. ફિલ્મમાં સફળ બન્યા બાદ અમેરિકા જઈને હેયર ટ્રાન્સપ્લાન્ટ કરીને ફરીવાર તેણે ફિલ્મમાં એન્ટ્રી કરી અને ત્યારબાદ ફરી ક્યારેય તેણે ટોપીનો સહારો લીધો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત