કોરોના કાળમાં મુંબઈના રસ્તાઓ પર સાઇકલ ચલાવતા જોવા મળ્યા આ સિતારાઓ

કોરોના કાળમાં મુંબઈના રસ્તાઓ પર સાઇકલ ચલાવતા જોવા મળ્યા આ સિતારાઓ

કોરોના વયારસના સંકટ દરમિયાન છેલ્લા ઘણા સમયથી જીમ બંધ છે. અને બોલીવૂડના સિતારાઓ માટે ફીટ રહેવું ખુબ જ જરૂરી છે તેઓ પોતાના ઘરે તો વર્કાઉટ કરે જ છે પણ સાથે સાથે સાઇકલિંગ પણ કરે છે. સમગ્ર દેશમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ કેટલાએ સિતારાઓ મુંબઈના રસ્તાઓ પર સાઇકલ ચલાવતા જોવા મળ્યા હતા.

સારા અલી ખાન

image source

સારા અલી ખાન હાલ તો પોતાની માતા તેમજ ભાઈ સાથે ગોવામાં સમય પસાર કરી રહી છે. પણ થોડા સમય પહેલાં જ્યારે લોકડાઉનને કેટલીક શરતોને આધિન ખોલવામાં આવ્યું ત્યારે તેણી મુંબઈના રસ્તાઓ પર સાઇકલ ચલાવતી જોવા મળી હતી. તેણી એકલી જ સાઇકલ લઈને નીકળી પડી હતી. તેણીએ સાઇકલીંગ કરતી વખતે ગ્રે રંગનું ટીશર્ટ અને બ્લૂ રંગનો પાયજામો પહેર્યો હતો. જો કે તેણીએ માત્ર માસ્ક જ પહેર્યું હોવાથી તેણી તરત જ ઓળખાઈ ગઈ હતી.

રનબીર કપૂર

image source

અભિનેતા રણબીર કપૂર પણ પોતાની જાતને ફીટ રાખવા માટે મુંબઈની સડકો પર સાઇકલ ચલાવતા જોવામાં આવ્યો હતો. જો કે તેને પહેલી નજરે તો કોઈ જ ઓળખી શકે તેમ નહેતું. તેણે પોતાના ચહેરાને સંપૂર્ણ પણે કવર કરી રાખ્યો હતો માત્ર આંખોજ દેખાતી હતી.

કરિશ્મા તન્ના

image source

2020ના વર્ષની મજા કોરોના વાયરસની મહામારીએ મારી નાખી છે. પણ ટેલિવિઝન અભિનેત્રી કરિશ્મા તન્ના માટે આ વર્ષ સારુ રહ્યું છે. તેણી ખતરો કે ખિલાડી સિઝન 10ની વિનર રહી છે. કરિશ્મા તન્ના પણ થોડા સમય પહેલાં મુંબઈના રસ્તાઓ પર સાઇકલ ચલાવતી જોવા મળી હતી. તેણીએ સાઇકલિંગ કરતી વખતે બ્લેક ટીશર્ટ અને ગ્રે ટ્રાઉઝર પહેર્યુ હતું.

સૂરજ પંચોલી

image source

અભિનેતા આદિત્ય પંચોલીનો દીકરો સૂરજ પંચોલી પણ થોડા સમય પહેલાં સાઇકલિંગ કરતા જોવામાં આવ્યો હતો. સુરજે બ્લેક આઉટફિટ પહેર્યું હતું. અને બ્લેક માસ્ક પહેર્યો હતો. તેણે સુનિલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી સાથે ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. તે છેલ્લે 2019માં રીલિઝ થયેલી સેટેલાઇટ શંકરમાં જોવા મળ્યો હતો. અને એક્ટ્રેસ ઝીયા ખાનની આત્મહત્યાના મામલામાં પણ તેનું નામ ખૂબ ઉછળ્યું હતું.

ડીનો મોરિયા

image source

ડીનો મોરિયા એક બોલીવૂડ અભિનેતાની સાથે સાથે એક ભારતનો સુપર મોડેલ પણ રહી ચુક્યો છે. અને તે આજે પણ પોતાની જાતને ફીટ રાખવા માટે વર્કાઉટ કરતો રહે છે. 100 દિવસ કરતાં પણ વધારેના લોકડાઉને લોકોને ઘરમાં ખૂબ જ બોર કરી મુક્યા છે. અને કદાચ તેના કારણે જ બોલીવૂડ એક્ટર્સ મુંબઈની સડકો પર સાઇકલિંગ કરતા જોવા મળ્યા છે. ડીનો મોરિયા પણ થોડા સમય પહેલાં સાઇકલ પર સવાર થયેલો જોવા મળ્યો હતો.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત