Site icon News Gujarat

છોકરાઓને તૂટશે દિલ, વધુ એક અભિનેત્રી કરવા જઈ રહી છે એના બોયફ્રેન્ડ સાથે લગ્ન

બોલીવુડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં લગ્નની સિઝન ચાલી રહી છે. અત્યાર સુધી ઘણા સ્ટાર કપલ્સે લગ્ન કરીને પોતાના જીવનની શરૂઆત કરી છે, જેમાં કેટરિના કૈફ-વિકી કૌશલથી લઈને અંકિતા લોખંડે-વિકી જૈનનું નામ સામેલ છે અને હવે ટીવી ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી મૌની રોય પણ તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવા એકદમ તૈયાર છે. મૌની વર્ષ 2019માં દુબઈ સ્થિત બેન્કર અને બિઝનેસમેન સૂરજ નામ્બિયારને ડેટ કરી રહી છે અને બંને તેમના સંબંધોને આગળ વધારવા માંગે છે. પણ હવે બન્નેએ પોતાના લગ્નના વેન્યુ સંપૂર્ણ રીતે બદલી નાખ્યું છે

image soucre

ખબરો અનુસાર, મૌની રોય અને સૂરજ નામ્બિયર દિલ્હીમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે, જેમાં કપલના મિત્રો અને સંબંધીઓ સરળતાથી હાજરી આપી શકે છે. મૌની રોય તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે વિદેશમાં લગ્ન કરવાની હતી અને આ નિર્ણય મૌની રોયે સૂરજ સાથે મળીને લીધો હતો પરંતુ હવે અહેવાલ છે કે મૌની અને સૂરજ દિલ્હીમાં સાત ફેરા લેશે.

image soucre

મૌની રોયે આજ સુધી તેના લગ્ન સાથે જોડાયેલી કોઈ માહિતી ફેન્સમાં શેર કરી નથી, પરંતુ અભિનેત્રી કજીન વિદ્યુત રોયસરકરે બે મહિના પહેલા એક નિવેદન આપ્યું હતું, જેમાં તેણે મૌનીના લગ્નના સમાચારને સાચા ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે મૌની અને તેનો બોયફ્રેન્ડ દુબઈ અથવા ઈટાલીમાં લગ્ન કરી શકે છે અને બંને તેમના લગ્નને ખાનગી રાખવા માંગે છે, તેથી જ લગ્ન વિદેશમાં થવા જઈ રહ્યા છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે મૌની લગ્ન પછી એમના હોમટાઉન કુચ બિહાર, પશ્ચિમ બંગાળમાં એક ફંક્શન કરવાનો પ્લાન કરી રહી છે, જેમાં પરિવારના સભ્યો સિવાય મિત્રો પણ સામેલ થશે

મૌનીના બોયફ્રેન્ડ વિશે વાત કરીએ તો, સૂરજ નામ્બિયાર વ્યવસાયે બેંકર છે અને દુબઈમાં રહે છે..

image soucre

મૌનીએ પોતાના કરિયરની શરૂઆત ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’થી કરી હતી. તે પછી તેને ‘કસ્તુરી’, ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘નાગિન’, ‘નાગિન 2’, ‘ટશન-એ-ઇશ્ક’, ‘જુનૂન’, ‘ઐસી નફરત તો કૈસા ઇશ્ક’, ‘ક્રિષ્ના ચલી લંડન’, ‘ઝલક દિખલા જા 9’, ‘એક થા રાજા એક થી રાની’માં જોવા મળી હતી. જો કે, કલર્સ ટીવીની સીરિયલ ‘નાગિન’માં અભિનેત્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

image soucre

મૌની રાયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી અયાન મુખર્જીની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં મૌની રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ પહેલા તે કરણ દેઓલ સાથે ફિલ્મ ‘વેલા’માં જોવા મળી હતી.

Exit mobile version