આટલા કરોડમાં અભિષેક બચ્ચને વેચ્યું પોતાનું લકઝરી એપાર્ટમેન્ટ, જાણી લો કયારે બન્યા હતા આ આલિશાન ઘરના માલિક

અભિષેક બચ્ચન સામાન્ય રીતે એમની ફિલ્મોને લઈને જ ચર્ચામાં રહે છે પણ હાલના દિવસોમાં અન્ય એક વસ્તુ છે જેના લીધે એ ચર્ચામાં આવ્યા છે. અને એ વસ્તુ છે એક્ટરનું આલિશાન એપાર્ટમેન્ટ. વાત જાણે એમ છે કે ખબર છે કે અભિષેક બચ્ચને મુંબઈમાં પોતાનું લકઝરી એપાર્ટમેન્ટ વેચી દીધું છે. એક્ટરે ક્યારેક આ એપાર્ટમેન્ટ 41 કરોડની કિંમતમાં ખરીદ્યું હતું જેને હવે એમને વેચી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક્ટરે પોતાનું આ એપાર્ટમેન્ટ 45. 75 કરોડમાં વેચ્યું છે. અભિષેક બચ્ચન એમની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે મુંબઈના જુહુમા આવેલા બચ્ચન પરિવારના જલસામાં રહે છે. આ સિવાય બચ્ચન પરિવારનો મુંબઈમાં પ્રતીક્ષા નામનો બંગલો પણ છે.

image socure

અભિષેક બચ્ચને જે એપાર્ટમેન્ટ હાલમાં વેચ્યો છે એ ઓબરોય 360 વેસ્ટ ટાવર્સમાં 37માં માળે છે. આ એપાર્ટમેન્ટનો એરિયા 7527 સ્કવેર ફૂટ છે. તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચને આ ઘર વર્ષ 2014માં 41 કરોડમાં ખરીદ્યું હતું. જેને હવે એમને વેચી દીધું છે. આ બિલ્ડીંગમાં બોલીવુડના ખિલાડી કુમાર અક્ષય કુમાર અને ચોકલેટી બોય શાહિદ કપૂરના પણ એપાર્ટમેન્ટ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડીંગમાં એપાર્ટમેન્ટ ખરીદવા માટે શાહિદ કપૂરે 56 કરોડ અને અક્ષય કુમારે 52.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. એટલે કે જો અભિષેક બચ્ચન આ એપાર્ટમેન્ટમાં રહેતા હોત તો અક્ષય કુમાર અને શાહિદ કપૂર એમના પડોશી હોત.

image soucre

એ સિવાય બીજા પણ અમુક સેલિબ્રિટી છે જેમને આ બિલ્ડીંગમાં એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. તો બીજી બાજુ આ વર્ષે મે મહિનામાં અમિતાભ બચ્ચને પણ એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. એમને મુંબઈમાં અંધેરી વિસ્તારમાં આ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. જેની કિંમત લગભગ 31 કરોડ રૂપિયા છે. અભિનેતા અમિતાભ બચ્ચને અન્ડર કન્સ્ટ્રકશન એટલાન્ટિસ પ્રોજેક્ટ્સમાં 5184 સ્કવેર ફૂટનું આ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. એક રિપોર્ટ અનુસાર આ એપાર્ટમેન્ટની ડિલ ગયા વર્ષે 2020માં ડિસેમ્બરમાં થઈ હતી.

image soucre

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિષેક બચ્ચન છેલ્લી વાર ધ બિગ બુલમાં દેખાયા હતા. અભિષેક બચ્ચન અભિનીત આ ફિલ્મસ્ટોક બ્રોકર હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે. અપકમિંગ પ્રોજેક્ટ્સમાં અભિષેક બચ્ચન દસવીમાં દેખાવાના છે. જેમાં એમની સાથે નિમરત કૌર છે. એ સિવાય એ બોબ બીશ્વાસમાં ચિત્રાંગદા સિંહ સાથે દેખાશે.