Site icon News Gujarat

પહેલીવાર અમિતાભ બચ્ચને સ્ટેજ શો દરમિયાન લોકો સાથે કરાવ્યો હતો અભિષેક-શ્વેતાનો પરીચય,, જુઓ કેવી રીતે

અભિનેતા અભિષેક બચ્ચને આ વખતે ‘ફ્લેશબેક ફ્રાઇડે’ શ્રેણી અંતર્ગત તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 39 વર્ષ જુનો વીડિયો શેર કર્યો છે.

image source

આ વીડિયોમાં તેના પિતા અમિતાભ બચ્ચન સ્ટેજ શો દરમિયાન તેમના બંને બાળકો એટલે કે અભિષેક અને શ્વેતાનો લોકોને પરિચય આપતા જોવા મળે છે. આ વીડિયોની સાથે અભિષેકે કેપ્શનમાં ખાસ વાત પણ શેર કરી છે. જેમાં તેણે આ સ્ટેજ શો વિશે લોકોને માહિતી આપી છે. તેણે કહ્યા અનુસાર તેના પિતાએ આવા શોમાં અભિનેતાઓના જવાની પ્રથા શરૂ કરી હતી.

અભિષેકે શેર કરેલા વીડિયોમાં અમિતાભ બચ્ચને પોતાના બાળકોનો લોકો સાથે પરિચય કરાવતાં કહ્યું છે કે, ‘ મારા બંને બાળકો પણ અહીં છે, હું તમને તમારો પરિચય આપવા માંગુ છું. તેનું નામ અભિષેક છે.. બધાને નમસ્તે કહો. તે મારી પુત્રી છે અને તેનું નામ શ્વેતા છે. પિતાના કહેવા પર બંને બાળકો લોકોને નમસ્તે કહે છે.

image source

‘# યાદોંવાલાશુક્રવાર 1981માં મારા પિતાએ ભારતીય ફિલ્મ કલાકારો દ્વારા સ્ટેજ શો કરવા અને તેમના ગીતો પર પરફોર્મન્સ કરવાનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. અગાઉ ફક્ત ગાયકો જ આમ કરતાં હતા. મારી પાસે જુદા જુદા શહેરોની આવી ઘણી યાદો છે, જેમાં તેમના સહ કલાકાર અને મહાન કલ્યાણજી-આનંદજી અને તેમના 40 સભ્યોનું ઓર્કેસ્ટ્રા જેનું સંચાલન એક યુવા વિજૂ શાહ કરતા હતા. રિહર્સલ્સ, સાઉંડ ચેક્સ.

શો પછી મારા માતા-પિતાના સૂટમાં અડધી રાત્રે ડિનર, જ્યાં ગુજરાતી ભોજનના ટિફિટ જે સ્થાનિક જગ્યાએ બનેલા હોય છે. તે દરેક કલાકાર અને સંગીતકારને આપવામાં આવતા. અહીં દરેક વ્યક્તિ શો વિશે ચર્ચા કરતાં, પછી ત્યાં એક યુવા અને તે સમયે અપેક્ષાકૃત અજ્ઞાત સ્ટેંડઅપ કોમેડિયન આવતો અને કલાકો સુધી લોકોને મંત્રમુગ્ધ કરી બેસાડી રાખતો. તેની કોમેડિ અને મિમિક્રી ત્યાં સુધી ચાલતી જ્યાં સુધી કલાકારો તેમની ફ્લાઈટ લેવા એરપોર્ટ સુધી રવાના ન થાય. આ કલાકારનું નામ જોની લીવર હતું.’

image source

ફ્લાઈટ દરમિયાન દરેક ઈકોનોમી ક્લાસ લેતા અને ફ્લાઈટમાં તમામ લોકો સીટને આગળની તરફ ઝુકાવી લેતા જેથી ગાદલા જેવું થઈ જાય અને બધા બેસી ગીતો ગાતા, સંગીત વાગતો જેથી કોઈ નવી ધૂન બની જાય અને બીજા દિવસે તેને સ્ટેજ પર પર્ફોમ કરી શકાય. આવું રુટીન 3 દિવસ સુધી ચાલ્યું. તેઓ આ દિવસો દરમિયાન 2 કલાક જ ઊંઘ કરતાં.

image source

તે પણ એક ખાસ સમય હતો. એક બાળક વિસ્મય અને આશ્ચર્ય સાથે આ સ્ટેડ શો જોતો હતો. તે સમયે તેને એ વાતનો એહસાસ ન હતો કે તે ફિલ્મ જગતના લેજન્ડસને એક સાથે લાઈવ પર્ફોમ કરતાં જોઈ રહ્યો છે. અભિષેકે અંતમાં વીડિયો તેના સુધી પહોંચાડનાર મોસેસ સાપિરનો આભાર માન્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version