એવોર્ડ્સ મહત્વના નથી એવું તે જ કહે છે જેમને ક્યારેય મળ્યા નથી, જુનિયર બચ્ચને શેર કર્યો પોતાનો મત

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને ભલે પોતાના દમ પર ઘણી હિટ ફિલ્મો ન આપી હોય, પરંતુ દર્શકો માને છે કે તે પોતાનું પાત્ર ભજવવા માટે ઘણી મહેનત કરે છે. છેલ્લા કેટલાક સમયથી, અભિષેકે વેબ સિરીઝ અને OTT પ્લેટફોર્મ દ્વારા દર્શકોને તેના હુનરનો પરિચય કરાવવાનો પ્રયાસ કર્યો છે અને તેના પ્રયત્નો ધીમે ધીમે ફળી રહ્યાં છે. ‘બ્રેથ ઇનટુ ધ શેડોઝ’ અને ફિલ્મ ‘ધ બિગ બુલ’માં અભિષેકના પરફોર્મન્સને ચાહકોએ પસંદ કર્યો હતો.
એવોર્ડ્સને લઈને બોલ્યા અભિષેક બચ્ચન

image soucre

હવે જુનિયર બચ્ચન બોબ બિશ્વાસની ફિલ્મમાં જોવા મળશે. વિદ્યા બાલનની સુપરહિટ ફિલ્મ કહાનીમાં, બોબ બિસ્વાસ એક પાત્ર હતું જે એલઆઈસી એજન્ટ રહે છે અને પાર્ટ ટાઈમ કિલર પણ છે. હવે અભિષેક બચ્ચન આ દમદાર પાત્રને પડદા પર લાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મના પ્રમોશનની સાથે જુનિયર બચ્ચને પણ એવોર્ડ વિશે પોતાના વિચારો શેર કર્યા હતા

image socure

વાત જાણે એમ છે કે અભિષેકને પૂછવામાં આવ્યું હતું કે એવોર્ડ્સનું મહત્વ શું છે અને શું તેને ક્યારેય એવું લાગે છે કે તે પણ તેના અભિનય માટે એવોર્ડનો હકદાર છે? આના પર અભિષેકે કહ્યું, ‘દરેક વ્યક્તિ પ્રશંસા મેળવવા માટે કામ કરે છે અને એવોર્ડ્સ એ વખાણનું એક સ્વરૂપ છે. દરેક વ્યક્તિને એવોર્ડ જોઈએ છે અને ફક્ત તે જ લોકો કહે છે કે એવોર્ડ ખાસ નથી, જેને ક્યારેય મળ્યો નથી હોતો

image soucre

અભિષેક બચ્ચને કહ્યું, ‘એવોર્ડ દરેક માટે મહત્ત્વપૂર્ણ છે. જો કોઈ કહે કે હું એવોર્ડમાં નથી માનતો તો તે ખોટું બોલે છે કારણ કે તમને એવોર્ડ મળ્યો નથી. સિમ્પલ વાત છે. જુઓ, આપણે બધા કલાકારો છીએ, જ્યારે કોઈ કલાકારને એવોર્ડ આપવામાં આવે છે અને વખાણ કરવામાં આવે છે, ત્યારે એવોર્ડથી વધુ મહત્વનું કંઈ નથી.

image soucre

અભિષેકે કહ્યું, ‘અમે વખાણ મેળવવા માટે ઘણું કામ કરીએ છીએ. આ અમારો બિઝનેસ છે. આનાથી અમારી આર્થિક સ્થિતિ સુધરે છે.જો તમે કોઈ અભિનેતાના વખાણ કરશો તો તે ખુશ થશે. અમે વખાણ મેળવવા માટે કામ કરીએ છીએ. જો તમને એવોર્ડ નથી મળી રહ્યો તો તેનો અર્થ એ છે કે કાં તો તમે ફેમસ નથી અથવા તમારું કામ સારું નથી

image soucre

અભિષેક બચ્ચનની ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ના ટ્રેલરે તેના પિતા અને ઈન્ડસ્ટ્રીના શહેનશાહ અમિતાભ બચ્ચનને પ્રભાવિત કર્યા છે. શનિવારે, અમિતાભ બચ્ચને તેમના સોશિયલ મીડિયા પર તેમના પુત્રની ફિલ્મનું ટ્રેલર શેર કર્યું અને લખ્યું કે તેમને તેમના પુત્ર અભિષેક બચ્ચન પર ગર્વ છે. અમિતાભે લખ્યું, મને કહેતા ગર્વ થાય છે કે તું મારો પુત્ર છે! અમિતાભ બચ્ચનની આ પ્રતિક્રિયાથી ગદગદ થઈને પુત્ર અભિષેકે પોતાનો જવાબ આપ્યો અને લખ્યું, લવ યુ, પા. પરંતુ, તમે અમારા માટે હંમેશા બિગ બી જ રહેશો.