અભિષેક બચ્ચનથી લઈને કંગના સુધી, આ વર્ષે આ બોલિવુડના સ્ટાર્સએ કર્યું જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન

બોલિવૂડ સ્ટાર્સ સ્ક્રીન પર ઘણા અલગ-અલગ પાત્રો ભજવે છે. દરેક પાત્રનો લુક અને પર્સનાલિટી અલગ-અલગ હોય છે, જે મુજબ કલાકારે ઢળવાનું હોય છે. આ બધું કરવું ઘણી વાર જોવામાં ખૂબ જ સરળ લાગે છે, અમને લાગે છે કે આ બધું અદ્ભુત મેકઅપ છે કે પ્રોસ્થેટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હા એ સાચું છે કે ક્યારેક ડબલ બોડી, મેકઅપ કે પ્રોસ્થેટિકનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ દરેક વખતે એવું નથી થતું. સ્ટાર્સ પોતાની જાતને પાત્રને અનુરૂપ બનાવવા માટે સખત મહેનત કરે છે પછી એમને વજન ઘટાડવાનું હોય કે વજન વધારવાનું હોય.

જ્યારે અભિનયની વાત આવે છે, જ્યારે સ્ટાર્સ પાત્રને વાસ્તવિક બનાવવા માટે કલાકો સુધી પરસેવો પાડે છે, ત્યારે તેઓ તેમના ડાયટમાં સમાધાન કરે છે. એવા ઘણા સ્ટાર્સ છે જેમણે પોતાના પાત્રમાં આવવા માટે એવું જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે કે તેમને ઓળખવું પણ મુશ્કેલ હતું. તો ચાલો જાણીએ, 2021માં એવા કયા સ્ટાર્સ હતા, જેમણે પોતાના બોડી ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા હતા.

અભિષેક બચ્ચન, બોબ બિસ્વાસ-

image socure

બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચન તેની તાજેતરની ફિલ્મ બોબ બિશ્વાસને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચને અદ્ભુત બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું હતું, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ફિલ્મમાં અભિષેક બોબ નામના ડિટેક્ટીવની ભૂમિકામાં છે. જે આધેડ ઉંમરનો છે અને તેનું વજન પણ ઘણું વધારે છે. આવી સ્થિતિમાં અભિષેકે આ ફિલ્મમાં ઓથેન્ટિક દેખાવા માટે પ્રોસ્થેટિક પેટ લગાવવાની ના પાડી દીધી અને તેણે આ રોલ માટે પોતાનું વજન વધાર્યું.એક સમયે આ રોલ માટે અભિષેકનું વજન 105 કિલો જેટલું હતું. અભિષેક બચ્ચને એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે તેના માટે આ ઘણું મુશ્કેલ હતું.

કંગના રનૌત-

image soucre

કંગનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા અલગ-અલગ પાત્રો ભજવ્યા છે. મણિકર્ણિકામાં રાણી લક્ષ્મીબાઈનું પાત્ર હોય કે થલાઈવીમાં જયલલિતાનું. કંગના દરેક પાત્ર માટે સખત મહેનત કરે છે. થલાઈવી ફિલ્મમાં કંગનાએ એવું બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે કે તેનો લુક જોઈને તેને ઓળખવી મુશ્કેલ છે.

કૃતિ સેનન-

image socure

કૃતિ સેનન બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે જે હંમેશા પોતાની જાતને સ્લિમ અને ફિટ રાખે છે પરંતુ આ અભિનેત્રી પણ તેના પાત્રમાં ઢળવામાં પાછળ નથી. આ વર્ષે 2021માં રિલીઝ થયેલી ફિલ્મ મિમીમાં કૃતિ સેનને ગર્ભવતી મહિલાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં પ્રેગ્નન્ટ મહિલાની જેમ દેખાવા માટે કૃતિએ 15 કિલો વજન વધાર્યું હતું.

ફરહાન અખ્તર-

image soucre

ફરહાન અખ્તર બોલિવૂડમાં મજબૂત ભૂમિકા ભજવવા માટે જાણીતો છે. જ્યારે તેણે મિલ્ખા સિંહની ભૂમિકામાં ફિટ થવા માટે સખત આહારનું પાલન કર્યું, વર્ષ 2021 માં, તેણે તુફાન ફિલ્મ માટે બે થી ત્રણ બૉડી ટ્રાન્સફોર્મેશન કર્યા. સૌથી પહેલા તો ફરહાને પોતાનું વજન 69 થી 85 કિલો સુધી વધાર્યું, ત્યારપછી તેણે પાત્રની ડિમાન્ડ પ્રમાણે ફરી પોતાનું વજન ઘટાડ્યું. આ માટે તેણે ઘણી મહેનત કરી. ફરહાને સોશિયલ મીડિયા પર ત્રણ અલગ-અલગ બોડી શેપમાં પોતાનો ફોટો પણ પોસ્ટ કર્યો છે, અને આ પોસ્ટમાં ફરહાને જણાવ્યું હતું કે આ માટે એમને 18 મહિના સુધી મહેનત કરી છે

આયુષ્માન ખુરાના-

image socure

આયુષ્માન ખુરાના બોલિવૂડમાં તેની એક્ટિંગની સાથે સાથે તેની ગાયકી માટે પણ જાણીતો છે. આયુષ્માને હંમેશા આઉટ ઓફ ધ બોક્સ પાત્રો ભજવ્યા છે. તેની તાજેતરની ફિલ્મ ચંદીગઢ કરે આશિકીમાં, આયુષ્માન એક બોડી બિલ્ડરની ભૂમિકામાં છે જે સ્પર્ધાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં આયુષ્માને તેના ફિટ બોડી અને હેવી લુકથી લોકોને ચોંકાવી દીધા હતા. આ પાત્રમાં ફિટ થવા માટે તેણે માત્ર તેનું વજન જ વધાર્યું નથી પરંતુ તેના મસલ્સ અને એબ્સ પણ બનાવ્યા છે.