ઓનલાઈન અભ્યાસ કરતી દિકરી કાયમ માટે પરિવારથી થઈ ગઈ ઓફલાઈન, ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, શું ઓનલાઇન ભણતરનો ભાર હશે?

કોરોનાકાળમાં શાળા કોલેજો બંધ હોવાને કારણે હાલમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જો કે સુવિધા ઘણા વિદ્યાર્થી માટે મોતનું કારણ બની રહી છે. ઓનલાઈન શિક્ષણથી વ્યથિત થઈને ઘણા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આવી એક ઘટના સામે આવી છે રાજકોટમાં. જોડિયાના લખતર ગામે રહેતી અને રાજકોટની એચ.એન. શુક્લા નર્સિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતી સુજાતા ચૌહાણ નામની વિદ્યાર્થિનીએ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના 8મા માળે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે. એક આશાસ્પદ યુવતીએ આ રીતે જીવન ટૂંકાવી લેતા તેમની કોલેજમાં પણ શોક છવાયો છે,

મમ્મી, હું એક મહિનાની રજા રાખી ઘરે આવી રહી છું

image source

તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે સુજાતાએ તેની મમ્મી સાથે છેલ્લી વાત કરી હતી કે મમ્મી, હું એક મહિનાની રજા રાખી ઘરે આવી રહી છું, પરંતુ ઘરે જાય એ પહેલાં જ જિંદગી સાથે છેડો ફાડી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. માતા તો દીકરીની આવવાની રાહ જોતી હતી, પરંતુ કરુણતા એવી આવી કે દીકરીનો મૃતદેહ જોવા મળ્યો હતો. રૂમ પાર્ટનર સોનુ સાંજે સવા આઠ વાગ્યે નોકરી પૂરી કરી રૂમે પહોંચી તો સુજાતાનો લટકતો મૃતદેહ જોઈ ચોંકી ગઈ હતી. અને તેને પણ આઘાત લાગ્યો હતો કે તેણીએ આ પગલુ કેવી રીતે ભર્યું.

દીકરીને કોઇ તકલીફ હોય એવું જણાયું નહોતું

image source

તેમણે તેવી મમ્મી સાથે કરેલી વાતમાં જણાવ્યું હતું કે, હું મજામાં છું. ઓનલાઇન ભણવાનું અને સાથે કોવિડની નોકરી, હમણાં થોડી તબિયત પણ સારી રહેતી નથી. એક મહિનાની રજા મૂકીને હું ઘરે આવી જાઉં છું. આ શબ્દો છે સુજાતાએ તેની મમ્મી સાથે કરેલી છેલ્લી વાતના. ગઇકાલે મંગળવારે સાંજે પાંચ વાગ્યે મમ્મીને ફોન કરી આ વાત કર્યા બાદ તેણે જ્યુબિલી બાગ નજીક ઠાકર હોટલ સામે આવેલી મેડિકલ કોલેજની ન્યૂ ગર્લ્સ હોસ્ટેલના આઠમા માળે રૂમમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ઓનલાઇન ભણતર અને કોવિડની નોકરી તેમજ નાદુરસ્ત તબિયતથી થાકી જઇ સ્ટુડન્ટ નર્સે આ પગલું ભર્યું કે અન્ય કારણ છે, એ અંગે તપાસ થઇ રહી છે.

image source

તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં રાજકોટ પહોંચેલા સુજાતાના પિતા પ્રવીણભાઇ ચૌહાણે કહ્યું હતું કે દીકરીને કોઇ તકલીફ હોય એવું જણાયું નહોતું. તે આવું પગલું ભરે એવું અમે વિચારી પણ શકીએ નહિ. તેણે કોઇ ચિઠ્ઠી પણ લખી નથી. કોઇની હેરાનગતિ કે ત્રાસ હોવાની પણ કોઇ શકયતા જણાતી નથી. પોલીસ તપાસ બાદ સાચું કારણ બહાર આવી શકશે. અમને કોઇ પ્રત્યે કંઇ આક્ષેપો નથી. પરંતુ પોલીસ તપાસ બાદ સાચુ કારણ બહાર આવશે. કારણે કે તેમણે તેના પરિવારને ક્યારેય કોઈ પણ પ્રકારની હેરાનગતિ અહિયા થતી હોય તેવી વાત કરી નથી. તેથી સાચુ કારણ તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

હાલમાં અભ્યાસ ઓનલાઇન ચાલુ હતો

image source

તમને જણાવી દઈએ કે સુજાતા લાલપરી પાસે બી.એમ. ક્યાડા કોલેજ કેમ્પસમાં આવેલી એચ. એન. શુકલા નર્સિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જોકે હાલમાં અભ્યાસ ઓનલાઇન ચાલુ હતો. સરકારની સૂચના મુજબ, કોવિડ હોસ્પિટલની સેવામાં નર્સિંગ સ્ટુડન્ટને પણ લેવાના હોય એ અંતર્ગત ચારેક માસથી સુજાતાને રાજકોટ સિવિલ કોવિડ સેન્ટરમાં સ્ટુડન્ટ નર્સ તરીકે ફરજ આપવામાં આવી હતી. આ કારણે તેને સિવિલ હોસ્પિટલની નજીકમાં જ આવેલી ન્યૂ નર્સિંગ હોસ્ટેલમાં 8મા માળે રૂમ નં. 830 ફાળવાયો હતો. ગઇકાલે સુજાતાના નાઇટ ઓફ હોય તે રૂમ પર જ હતી. જ્યા તેમણે અચાનક આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત