‘O’ બ્લડ ગ્રૂપના લોકોને સૌથી ઓછુ કોરોનાનું જોખમ, જ્યારે ‘આ’ બ્લડ ગ્રુપના લોકો જલદી જ આવી જાય છે કોરોનાની ઝપેટમાં, જાણો અને ચેતો

કોરોના વાયરસના જે અલગ અલગ સ્વરૂપો સામે આવી રહ્યા છે તેનાથી લોકોની ચિંતામાં વધારો થયો છે. તો સાથે જ એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસની જુદા-જુદા લોકો પર અસર પણ જુદી થાય છે. આ અસર વ્યક્તિની ઉંમર, તે સ્ત્રી છે કે પુરુષ, તે બીમાર છે કે સ્વસ્થ તેના આધારે નક્કી થાય છે. આ સાથે જ તેમાં નવું પરીબળ જોડાયું છે. તે છે બ્લડગૃપ.

image source

કોરોના ઓછો કે વધુ અસર કરે તેની પાછળ બ્લડગ્રુપ પણ મહત્વનું પરિબળ છે. અમુક બ્લડ ગ્રુપવાળા લોકોમાં આ વાયરસ ઓછો સમય રહે છે કે ઓછી અસર કરે છે. જ્યારે અન્યો પર વધુ અસર દેખાડે છે. આ અંગે તાજેતરમાં જ એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવ્યો હતો.

image source

કોરોનાગ્રસ્ત થયેલ લોકોના સર્વેમાં લીધેલ ૪૦૫ લોકોમાંથી ‘A’ ગ્રુપ વાળા ૧૮૪ હતા. ‘AB’ વાળા ૧૪૫, ‘B’ વાળા ૬૦ અને ‘O’ ગ્રુપ વાળા ૧૬ લોકો હતા. કોરોના ગ્રસ્ત થવા વાળા લોકોમાં 184 લોકોનું બ્લડ ગ્રુપ ‘A’ હતું એટલે કે, લગભગ ૪૫.૪૩ ટકા લોકોને કોરોના થયો હતો. આના ઉપરથી કહી શકાય કે, ‘A’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને કોરોના વધુ થયો છે.

image source

‘AB’ બ્લડ ગ્રુપ વાળા ૧૪૫ લોકોને કોરોના થયો હતા. ૩૫.૮૦ ટકા લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા હતા. આ સર્વે મુજબ ‘B’ બ્લડ ગ્રુપ ધરાવતા ૧૪.૮૧ ટકા લોકો કોરોના ગ્રસ્ત થયા છે. જયારે ૪૦૫ લોકોના આ સર્વેમાં ‘O’ બ્લડ ગ્રુપ વાળા માત્ર ૧૬ લોકો મળ્યા હતા. એટલે કે, માત્ર 3.૯૫ ટકા ‘O’ ગ્રુપના લોકોને કોરોના થયો છે.

image source

આ સર્વે સંશોધન મુજબ O બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને કોરોના સંક્રમણ થવાનો ખતરો ઓછો રહે છે. જો તેઓ સંક્રમિત થાય તો પણ તેઓ ગંભીરરૂપે બીમાર થતાં નથી. સંશોધનમાં સામે આવ્યું છે કે, O અને B બ્લડગ્રુપ ધરાવતા દર્દીઓએ બ્લડ ગ્રુપ A અને ABની સરખામણીએ ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં ઓછો સમય વિતાવ્યો.

image source

O અને B બ્લડગ્રુપના લોકોને વેન્ટિલેટરની પણ ખાસ જરૂર પડી નહોતી અને તેમની કિડની પર અસર થવાના કિસ્સા બીજા બ્લડ ગ્રુપના લોકોની સરખામણીએ ઓછા જોવા મળે છે. તેમજ ડાયાલિસસની વધુ જરૂર પડી નથી. “A કે AB બ્લડગ્રુપના દર્દીઓમાં કોરોનાના કારણે ઓર્ગન ફેઈલ થવાનો ખતરો O કે B બ્લડ ટાઈપના દર્દીઓ કરતાં વધારે હોઈ શકે છે.”

બ્લડ ગ્રુપ O ધરાવતા લોકોમાં મૃત્યુની સંભાવના બાકીના બ્લડ ગ્રુપ કરતા ઓછી છે. તે જ રીતે બ્લડ ગ્રુપ A ધરાવતા લોકોમાં કોરોનાથી મૃત્યુ થવાની સંભાવના વધારે હોઈ શકે. કોરોના ચેપગ્રસ્ત લોકોમાં, O-પોઝિટિવ દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી છે. જ્યારે O બ્લડ ગ્રુપની સરખામણીએ ચેપગ્રસ્તોમાં A, B અને AB ગ્રુપવાળા દર્દીઓની સંખ્યા વધુ છે.

image source

જેનું કારણ હોઈ શકે કે, સરળ ભાષામાં કહીએ તો, લાલ રક્તકણોની સપાટી પર રહેલા પ્રોટીન જેને A કે B એન્ટીજન કહેવાય છે, તેની હાજરી કે ગેરહાજરીના આધારે બ્લડ ટાઈપ નક્કી થાય છે. જેમનું બ્લડ ગ્રુપ O હોય તેમનામાં આ એન્ટીજન હોતા નથી. ખાસ બાબત એ કે, બ્લડ ગ્રુપ A અને ABના લોકોએ નાસીપાસ થવાની કે ભયભીત થઈ જવાની જરૂર નથી અને O બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ ‘કંઈ નહીં થાય’ તેવો ભ્રમ પાળવાની જરૂર નથી. ”

આ સર્વે અનુસાર જો A અને AB બ્લડ ગ્રુપવાળા લોકો કોરોનાથી અસરગ્રસ્ત થયા છે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અમારા આ સર્વેને પ્રતિષ્ઠિત જર્નલ બ્લડ એડવાન્સિસમાં પ્રકાશિત થયેલ સંશોધનનો સપોર્ટ મળે છે, તે સંશોધનકારે જણાવેલ કે O બ્લડ ગ્રુપવાળા લોકો કોરોનાથી ખૂબ ઓછા પ્રભાવિત હોય છે. આ સિવાય કેટલાક મનોવૈજ્ઞાનિકો પણ દાવો કરે છે કે જુદા જુદા દેશોની કુદરતી સ્થિતિ પણ આ માટે જવાબદાર છે.

image source

ભૂતકાળમાં થયેલા સંશોધનમાં પણ સાબિત થયું હતું કે, O બ્લડગ્રુપના લોકોમાં SARSથી સંક્રમિત થવાનું જોખમ નીચું હતું. ઉલ્લેખનીય છે કે, નવા કોરોના વાયરસનો 80 ટકા જેનેટિક કોડ SARS સાથે મળતો આવે છે. 2005માં હોંગકોંગમાં થયેલા સ્ટડીમાં સામે આવ્યું હતું કે, SARSથી સંક્રમિત થયેલા લોકોમાં મોટાભાગના એવા હતા જેમનું બ્લડ ગ્રુપ O નહોતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!