મુગલો વિશેની કેટલીક એવી વાતો જે તમને કરી દેશે આશ્ચર્યચકિત, જેમાં ગુનેગારના ફાંસીની સજા વિશે વાંચીને રૂંવાટા થઇ જશે ઊભા

ઉઝબેકિસ્તાનથી ભારત આવેલા પ્રથમ મોગલ બાદશાહ બાબર એ ભારતનો પ્રથમ મોગલ બાદશાહ હતો જેણે ભારતમાં મોગલ વંશ ની સ્થાપના કરી હતી આ મોગલ વંશે 1526 થી 1857 સુધી ભારત પર શાસન કર્યું હતું. બાબર પછી આ રાજવંશમાં હુમાયુ , અકબર ,જહાંગીર , શાહજહાં અને ઔરંગઝેબ જેવા ઘણા રાજાઓ થયા હતા. આ આર્ટિકલ માં આજે અમે તમને મુગલો વિષે કેટલીક એવી વાતો જણાવીશું જે તમને આશ્ચર્યચકિત કરી દેશે.

image source

મુઘલ યુગમાં ગુનેગારને ફાંસી આપવાની સામાન્ય પદ્ધતિ ખૂબ જ ભયંકર હતી જો કોઈને મૃત્યુદંડની સજા આપવામાં આવતી હતી તો તેને જમીન પર સુવડાવવામાં આવતો અને ત્યારબાદ હાથી દ્વારા તેનું માથું પગ થી કચડી નાખવામાં આવતું હતું

તમે બધા લોકો કોહિનૂર વિશે તો ઘણીબધી વાતો જાણતા જ હશો પણ આજે અમે તમને કોહિનૂર નો ઇતિહાસ જણાવીશું કોહિનૂર એક સમયે આપણાં ભારતમાં હતો પરંતુ એક એવી વસ્તુ હતી કે જેના વિશે ઘણા લોકોને ખબર નથી, ” તખ્ત-એ-તાઉસ ” જે હીરાના આભૂષણોથી જડેલું એક કિંમતી સિંહાસન હતું. બાદશાહ શાહજહાં દ્વારા બનાવવામાં આવેલ, આ સોનાના સિંહાસનને સોના સિવાય હીરા માણેકો અને ઝવેરાતથી થી શણગારવામાં આવ્યું હતું આવ્યું હતું તખ્ત-એ-તાઉસ એ અરબી શબ્દ છે જેમાં તાઉસનો અર્થ મોર થાય છે.

image source

અને તખ્તનો અર્થ સિંહાસન છે, તેથી તેને ” મયૂરાસન ” તરીકે પણ ઓળખવામાં આવે છે , 17 મી સદીમાં પણ તેનું મૂલ્ય કરોડોમાં આકવામાં આવ્યું હતું અને આ સિંહાસનને બનાવવામાં 7 વર્ષ લાગ્યાં હતા તખ્ત-એ-તાઉસ ને ખૂબ જ ખાસ પ્રસંગોએ જ બાદશાહ માટે લાવવામાં આવતું હતું આ સિંહાસન પહેલા આગ્રાના કિલ્લામાં હતું ત્યારબાદમાં તેને દિલ્હીના લાલ કિલ્લામાં લાવવામાં આવ્યું હતું.

ઇતિહાસમાં આટલું સુંદર અને બેશકીમતી સિંહાસન ન તો શાહજહાં પહેલાં કે ના તો પછી કોઈ રાજા મહારાજા એ બનાવ્યું હતું, જ્યારે નાદિર શાહે દિલ્હી પર હુમલો કર્યો ત્યારે તેણે દિલ્હીની બધી સંપત્તિ લૂંટી લીધી અને તખ્ત-એ-તાઉસ ને પણ નાદિરશાહ તેની સાથે લઈ ગયો. પરંતુ જ્યારે નદીરશાહની હત્યા થઈ ગઇ ત્યારબાદ અચાનક જ આ સિંહાસન ક્યાક ગાયબ થઈ ગયું હતું જેનો આજદિન સુધી તેનો કોઈ પતો નથી, આજે ઘણા દેશોની સરકારો પણ તખ્ત-એ-તાઉસ શોધવાનો પ્રયાસ કરી રહી છે કયા દેશમાં તખ્ત-એ-તાઉસ હશે તેના વિષે તમારું શું કહેવું છે ?

image source

વિશ્વનો સૌથી કિંમતી હીરો કોહિનૂર પણ શાહજહાંના તખ્ત-એ-તાઉસ નો જ એક ભાગ હતો, એવું કહેવાતું હતું કે જે વ્યક્તિ આ હીરાનો માલિક બને છે તે સાથે સાથે આખા વિશ્વનો માલિક પણ બની જાય છે તે સમયે, કોહિનૂરનો ભાવ એટલો હતો કે તે જો તેને વેચી નાખવામાં આવે તો અઢી દિવસ સુધી આખી દુનિયાને ખોરાક પુરોપાડી શકાય.

image source

આ હીરાને પણ નાદિરશાહ મોગલ બાદશાહ મોહમ્મદ શાહ પાસેથી છીનવીને લઈ ગયો હતો નાદિરશાહ ની હત્યા બાદ કોઈ કે આ હીરાને સિંહાસન માથી કાઢીને ફરી થી ભારત પહોચાડી દીધો હતો આ હીરો ભારતમાં ઘણા રાજા મહારાજાઓ પાસે ફર્યો પણ અંતે આ હીરો અંગ્રેજો પાસે આવી ગ્યો હતો અને આજે પણ આ હીરો લંડન ના બંકીગહામ પેલેસ માં મૂકવામાં આવેલા મહારાણી ના તાજ ઉપર જડેલો જોવા મળે છે.

અકબરની સૌથી મોટી સફળતા એ તેને વસાવેલું શહેર ફતેહપુર સિકરી હતું જે એક ટેકરી પર બનાવવામાં આવ્યું હતું જ્યાં પહેલા કોઈ પણ રહેતું ન હતું 1584 માં જ્યારે એક અંગ્રેજી પ્રવાસી રોલ સ્વીચ ભારત આવ્યો તેણે લખ્યું કે ફતેહપુર સીકરી લંડન કરતા પણ મોટું શહેર હતું, અકબર એક સફળ સમ્રાટ હોવા સાથે, તે કલાપ્રેમી પણ હતો આ શહેર અકબર દ્વારા તેની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું અને અકબરે પોતે આ શહેરનો નકશો બનાવવામાં મદદ કરી હતી.

image source

આ પહેલા મોગલ સામ્રાજ્યની રાજધાની આગ્રા હતી, ત્યારબાદ અકબરે ફતેહપુર સિકરીને નવી રાજધાની બનાવી હતી ફતેહપુર સિકરી 1570 થી 1585 દરમિયાન મોગલ સામ્રાજ્યની રાજધાની રહી હતી પરંતુ પાણીના અભાવને કારણે લોકોએ ફક્ત 15 વર્ષમાં જ આ શહેર છોડી દીધું અને રાજધાની ફરીથી આગ્રા માં સ્થાપિત થઈ હતી તે પહેલાં એવું ક્યારેય નહોતું બન્યું કે આટલું મોટું શહેર કોઈ માણસના સપનાથી બનાવવામાં આવ્યું હોય અને તેને માત્ર 15 વર્ષમાં ત્યજી દેવામાં આવ્યું હોય

વિશ્વનો સૌથી મોટો દરવાજો સમ્રાટ અકબર દ્વારા બનાવવામાં આવ્યો હતો, આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં આવેલો બુલંદ દરવાજો એ વિશ્વનો સૌથી મોટો પ્રવેશદ્વાર છે બુલંદ શબ્દનો અર્થ મહાન અથવા ઉન્નત થાય છે અકબરે આ દરવાજો 1601 માં બનાવ્યો હતો, આ દરવાજો 177 ફુટ ઉચો છે. હુમાયુ જે બાબરનો પુત્ર હતો અને ભારતનો બીજો મોગલ બાદશાહ બન્યો હતો તે અફીણનો ખૂબ શોખીન હતો અને અફીણ જ તેની મૃત્યુનું કારણ બન્યું હતું. એક દિવસ હુમાયુ અફીણ ના નશામાં ધૂત લાઈબ્રેરી ની સીડીઓ પરથી નીચે પડીને મૃત્યુ પામ્યો હતો

image source

અકબરે તમામ ધર્મોનો આદર કરતો હતો .તેણે તેના શાસનમાં પરસ્પર એકતાને પ્રોત્સાહન આપ્યું હતું અકબરના શાસન દરમિયાન, હિન્દુઓને તેના દરબારમાં ઉચ્ચીપદવીઓ આપવામાં આવતી હતી તેણે હિન્દુઓ પર લાદવામાં આવેલો યાત્રા કર પણ માફ કરી દીધો હતો તેણે રાજપૂત રાણી જોધા સાથે લગ્ન કર્યા પણ તેણે તેને ક્યારેય મુસ્લિમ બનવા માટે દબાણ આપ્યું ન હતું પરંતુ ઉલટાનું તેણે ફતેહપુર સીકરીમાં રાણી જોધા બાઇ માટે એક મંદિર પણ બનાવ્યું, હતું અકબરે એક નવા ધર્મ ની સ્થાપના પણ કરી હતી જેનું નામ અકબરે દિન એ ઇલાહી રાખ્યું હતું જેમાં અકબરે તમામ ધર્મોના મૂલભૂત બાબતોનો સમાવેશ કર્યો હતો.

image source

જેમાં મુખ્ય ધર્મો હતા હિંદુ , ઇસ્લામ , ખ્રિસ્તી , જૈન અને પારસી અકબરે પોતે પણ આ ધર્મ જાતે અપનાવ્યો હતો પરંતુ આ ધર્મને બહુ પ્રસિદ્ધિ મળી ન હતી અને અકબર સિવાય બીરબલ પણ આ ધર્મનો અનુયાયી હતો આ ધર્મ અકબરના મૃત્યુ પછી માત્ર 19 લોકોએ અપનાવ્યો હતો.

ઑરંગઝેબ એકમાત્ર એવો મોગલ બાદશાહ હતો કે જેણે તેના ઇસ્લામિક નિયમોને માન આપીને ક્યારેય પણ દારૂ પીધો ન હતો અને ઑરંગઝેબને મોગલ ઇતિહાસનો સૌથી ક્રૂર રાજા પણ માનવામાં આવે છે. ઑરંગઝેબે તેના ત્રણ સગા ભાઈઓને મારી નાખ્યા હતા ઓરંગ્જેબ સમય કવિઓ એ પણ તેમની કૃતિઓમાં, ઑરંગઝેબના ની ક્રૂરતાનું વર્ણન કર્યું હતું એવું કહેવામાં આવે છે કે હુક્કો મોગલ કાળની શોધ છે જ્યારે યુરોપિયનો 16 મી સદીમાં ભારતમાં તમાકુ લાવ્યા હતા અને આ પછી ફતેહપુર સિકરીમાં અકબરના એક ડોકટર અબુલ ફતેહ ગિલાનીએ જ હુક્કાની શોધ કરી હતી

image source

બાબર જન્મ થી જ એક લડવૈયો હતો બાબર તેના પિતા તરફ થી તૈમૂર લંગડાનો પાંચમો વંશજ હતો અને બાબર તેની માતા તરફ થી ચંગિજ ખાન નો 14 મો વંશજ હતો અને જ્યારે તે 12 વર્ષનો હતો ત્યારે તેને ફરગના શહેર વારસામાં મળ્યું હતું જ્યાનો તે પ્રથમ રાજા બન્યો બાબરે 14 વર્ષની ઉમર સુધીમાં તો ઘણા યુદ્ધધો જીતી લીધા હતા અને જ્યારે 22 વર્ષનો થયો હતો ત્યારે તેની નજર ભારત પર પડી હતી તે વખતે ભારત પર ઇબ્રાહિમ લોદી નું શાસન હતું ત્યારબાદ આગ્રા થી 40 કિમી દૂર આવેલા પાનીપત ના મેદાન માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું હતું જેમાં ઇબ્રાહિમ લોદી નું પરાજય થયું હતું બાબરે ઇબ્રાહિમ લોદીને મોત ને ઘાટ ઉતારીને તે ભારતનો પ્રથમ મોગલ બાદશાહ બન્યો હતો આમ ભારતમાં મુગલ વંશના મૂળ નખાયા હતા