આ કેચ બન્યો ક્રિકેટના ઇતિહાસનો સૌથી વિવાદાસ્પદ કેચ, વીડિયો જોઈને ચારેકોર થઈ રહી છે ખેલાડીના સ્ટાઈલની ચર્ચા

ક્વીન્સલેન્ડ અને ન્યુ સાઉથ વેલ્સ વચ્ચે શેફિલ્ડ શિલ્ડ ટૂર્નામેન્ટ દરમિયાન રમાયેલી મેચમાં આવી કેટલીક ઘટના બની જેણે હવે ક્રિકેટ જગતમાં હાહાકાર મચાવી મૂક્યો છે. શનિવારે મેદાન પર એક મોટો વિવાદ ઉભો થઈ ગયો હતો. આ વિવાદ પછી ક્રિકેટ જગતમાં આ અંગે વધારે ચર્ચા થવા લાગી હતી. ઓસ્ટ્રેલિયાની સ્ટાર માર્નસ લાબુશેનનો કેચ વિવાદમાં આવ્યો હતો.

આ વિશે વિગતે વાત કરીએ તો બન્યું એવું હતું કે એનએસડબલ્યુનો વિકેટકીપર બેટ્સમેન મિડ ઓન પર મિશેલ બોલ ફટકારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે તે બોલને નક્કી કરવામાં ભૂલ કરી ગયો. તેણે આ રીતે સમજ્યા વગર જ ખોટો શોટ ફટકારી દીધો હતો.

આ પછી તેની આ ભૂલની બહુ મોટી કિંમત તેણે ચૂકાવવી પડી હતી. જેવો તેણે આ બોલ ફટકાર્યો કે તરત જ સ્ટેન્ડિંગ પર ઉભેલા માર્ટસ લાબુશેને તેને પકડી લીધો. આવો સહેલો કેચ પકડવો તેના માટે એક સરળ હતો અને તેનાથી તેને કોઈ મુશ્કેલી વિના પકડાય શકે તેમ જ હતું.

અહીં સુધી આ વાત સાંભળવામાં ખુબ સરળ લાગી રહી છે. પરંતુ તે પછી જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો. આ કેચ પકડાય ગયા પછી માત્ર એક સેકંડમાં જે બન્યું તે પછી તો આખી બાજી જ પલટાઈ ગઈ હતી. કેચ પકડી લીધા પછી તરત જ જાણે લાબુશેનનું સંતુલન બગડ્યું હતું. આવી સ્થિતિમાં કેચ પકડી લીધા બાદ બોલ તેના હાથમાંથી લપસી ગયો અને જમીન પર પડી ગયો હતો.

આ સમયે વિવેચક પણ કહી રહ્યાં હતા કે લાબુશેને કેચ છોડી દીધો છે. જો કે લાબુશેને મેદાન પર એવું દેખાડ્યું હતું કે જાણે કેચ પકડ્યા પછી તેણે સ્ટાઇલ સ્ટાઇલમાં બોલ ઇરાદાપૂર્વક મૂક્યો હતો. આ સમયે જ બેટ્સમેનને અમ્પાયરો દ્વારા આઉટ જાહેર કરી દેવામાં આવ્યો હતો. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ સાથે વીડિયોમાં જોઈને સવાલો થઈ રહ્યાં છે કે માર્નસ લાબુશેને કેચ પકડ્યો હતો કે કેમ? અને જો તેણે કેચ પકડ્યો હતો તો સ્ટાઈલ મારવા જતાં આ રીતે બોલ છોડી દેવો યોગ્ય ન કહેવાય. હવે ક્રિકેટની દુનિયામાં આ વીડિયો વાયરલ થયાં પછી ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!