વોટ્સએપ યુઝર્સ માટે આંચકાજનક, આ નવી શરતો માનો નહીં, તો તમારું એકાઉન્ટ ડિલીટ કરી દો

વોટ્સએપ યુઝર્સ માટે આંચકાજનક! નવી શરતો માનો નહીં તો તમારું એકાઉન્ટ ડિલીટ કરો

ટેક જગતમાં રોજ નવા ફેરફાર થતાં રહે છે અને વિવિધ એપમાં અપડેટ પણ આવે છે, હાલમાં વોટ્સએપમાં જે અપડેટ આવી છે તે બાદ ઘણા લોકોના મનમાં સવાલ થઇ રહ્યો છે કે શું એપ જ ડિલીટ કરવી પડશે ? Whatsapp યુઝર્સ માટે મોટી ખબર છે. આગામી વર્ષથી કંપની નવી પ્રાઇવસી પોલીસીને એક્સેપ્ટ ન કરનારા યુઝર પોતાના Whatsapp એકાઉન્ટને એક્સેસ નહી કરી શકે.

image source

સાથે જ જો યુઝરને કંપનીની અપડેટેડ પોલીસીથી કોઇ પરેશાની છે તો એકાઉન્ટ ડિલીટ કરવા સિવાય કોઇ અન્ય વિકલ્પ નહી બચે. Whatsapp ની નવી પ્રાઇવસી પોલીસી 8 ફેબ્રુઆરી 2021થી લાગુ થશે.ફેસબૂકના સ્વામિત્વ વાળી ઇન્સટન્ટ મેસેજિંગ એપ Whatsappએ પોતાની પ્રાઇવસી પોલીસી અપડેટ કરી છે અને તેને ધીરે-ધીરે યુઝર્સને જારી કરવામાં આવી રહી છે. Whatsappએ યુઝર્સને નવી પોલીસીને એક્સેપ્ટ કરવા માટે 8 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે.

ત્યારે પોલીસીને યુઝર્સે એક્સેપ્ટ કરવાની રહેશે નહીંતર એકાઉન્ટ ડીલીટ કરવાનું રહેશે. જણાવી દઈએ કે વોટ્સએપ તાજેતરમાં નવું અપડેટ જારી કર્યું છે જેમાં યુઝર્સને રેન્ડમ વૉલપેપર્સ મળી રહ્યા છે. યુઝર્સને નવા અપડેટ સાથે એમ પણ અધિકાર મળ્યો છે કે તે પોતાની ગેલરીની તસ્વીરોનો ઉપયોગ કરીને અલગ-અલગ ચેટ માટે અલગ-અલગ વૉલપેપરનો ઉપયોગ કરી શકે છે.

image source

WABetaInfoએ શેર કર્યો સ્ક્રીનશૉટ

WABetaInfoએ Whatsapp ની નવી પ્રાઇવસી પોલીસીનો એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે. તેમાં સ્પષ્ટરૂપે કહેવામાં આવ્યું છે કે યુઝર નવી શરતોને માને અથવા તો પોતાના એકાઉન્ટને ડીલીટ કરી દે. તેમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે અપડેટમાં Whatsapp સર્વિસ સાથે સંબંધિત વધુ જાણકારીઓ મળશે.

Whatsapp એકાઉન્ટ ચાલુ રાખવા માટે નવી પોલીસીને એક્સેપ્ટ કરવી જરૂરી

જણાવી દઇએ કે યુઝર્સે પોતાનુ એકાઉન્ટ ચાલુ રાખવા માટે નવી પોલીસીને એક્સેપ્ટ કરવી જરૂરી છે. તેના માટે કોઇ ઓપ્શન યુઝર્સને નહી મળે. જો કે અહીં ‘નૉટ નાઉ’નો પણ ઓપ્શન જોવા મળી રહ્યો છે. એટલે કે જો તમે નવી પોલીસીને કેટલાક સમય માટે એક્સેપ્ટ નહી પણ કરો તો તમારુ એકાઉન્ટ ચાલતુ રહેશે.

image source

નવી પોલીસીમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ઇન્ટીગ્રેશન વધુ છે અને હવે યુઝર્સનો પહેલા કરતાં વધુ ડેટા ફેસબૂક પાસે હશે. Whatsappનો ડેટા પહેલા પણ ફેસબુક સાથે શેર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ કંપનીએ સ્પષ્ટ કરી દીદું છે કે ફેસબુક સાથે Whatsapp અને ઇન્સ્ટાગ્રામનુ ઇંટીગ્રેશન વધુ રહેશે.

Whatsappની અપડેટેડ પોલીસીમાં તમારા દ્વારા કંપનીને આપવામાં આવી રહેલા લાયસન્સમાં કેટલીક વાતો લખવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે અમારી સર્વિસીસને ઑપરેટ કરવા માટે તમે Whatsappને, જે કંટેટ તમે અપલોડ, સબમિટ, સ્ટોર, સેંડ અથવા રિસીવ કરો છો, તેને યુઝ, રિપ્રોડ્યૂસ, ડિસ્ટ્રીબ્યૂટ અને ડિસ્પ્લે કરવા માટે દુનિયાભરમાં નૉન-એક્સક્લૂઝીવ, રૉયલ્ટી ફ્રી, સબ્લિસેંસેબલ અને ટ્રાંસફરેબલ લાયસન્સ આપે છે. સાથે જ તેમાં તે પણ લખ્યુ છે કે આ લાયસન્સમાં તમારા દ્વારા આપવામાં આવેલા અધિકાર અમારી સેવાઓના સંચાલન અને ઉપલબ્ધ કરાવવાના સીમિત ઉદ્દેશ માટે છે.

બદલાઇ શકે છે નવી પોલીસી લાગુ થવાની તારીખ

WABInfo દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશૉટમાં તેમ પણ કહેવામાં આવ્યું કે અપડેટેડ પોલીસી લાગુ થયાની તારીખમાં બદલાવ થવાની સંભાવના છે કારણ કે કંપની તેની ઘોષણા આવનારા કેટલાંક અઠવાડિયાઓમાં કરી શકે છે. કંપનીના એક પ્રવક્તાએ વિદેશી મીડિયાને જણાવ્યું કે યુઝરને Whatsapp નો ઉપયોગ જારી રાખવા માટે નવી પોલીસી એક્સેપ્ટ કરવી જ પડશે.

image source

તાજેતરમાં વોટ્સએપનાં નવા ફીચર્સ

કંપનીએ તાજેતરમાં જ ડિસઅપિયરિંગ ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચર ઈનેબલ થવાથી મેસેજ સેન્ડ કર્યાના 7 દિવસ બાદ તો આપમેળે ડિલીટ થઈ જશે. આ મેસેજ મીડિયા ફાઈલ્સ, ઓડિયો ફાઈલ્સ અને અન્ય કનેન્ટ ઓટોમેટિક ચેટ ગાયબ થઈ જશે.

image source

કંપનીએ પેમેન્ટ ફીચર પણ રોલઆઉટ કર્યું છે. કંપનીએ એક બ્લોગ પોસ્ટનાં માધ્યમથી તે માહિતી શેર કરી હતી. NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશનન ઓફ ઈન્ડિયા)એ વ્હોટ્સએપને UPI બેઝ઼્ડ પેમેન્ટ સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપી છે. વોટ્સએપ ફેસબુકની સબ્સિડિયરી કંપની છે.

WhatsApp શા માટે શરૂથી અંત સુધીની સુરક્ષા પૂરી પાડે છે અને લોકોને સુરક્ષિત રાખવા માટે તેનું શું મહત્ત્વ છે?

image source

WhatsApp જે સેવા પૂરી પાડે છે તેના માટે સુરક્ષા ખૂબ અગત્યની છે. અમે ઘણા એવા દાખલાઓ જોયા છેે જેમાં અપરાધી હેકર દ્વારા ગેરકાયદેસર રીતે ખાનગી ડેટા પડાવીને ટેક્નોલોજીના દુરુપયોગથી તે ચોરાયેલી માહિતી વાપરીને લોકોને હેરાન કરાયા હોય. 2016માં શરૂથી અંત સુધીની સુરક્ષાનું અમલીકરણ પૂરું કર્યા પછી, ડિજિટલ સુરક્ષા વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.

image source

WhatsApp પોતે, શરૂથી અંત સુધી સુરક્ષિત મેસેજનું લખાણ વાંચવાની કે કૉલ સાંભળવાની ક્ષમતા ધરાવતું નથી. આનું કારણ એ છે કે, WhatsApp પર તમે મોકલેલા કે મેળવેલા મેસેજનું ડેટા કવચ માત્ર તમારા ડિવાઇસ પર જ ખોલી કે બંધ કરી શકાય છે. કોઈ મેસેજ તમારા ડિવાઇસ પરથી જાય તે પહેલાં, તે મેસેજના લખાણને કોડમાં બદલીને તેને લૉક કરવામાં આવે છે અને માત્ર મેળવનાર પાસે તેની ચાવી હોય છે.

image source

આ ઉપરાંત, મોકલાતા દરેક મેસેજ માટે ચાવી અલગ હોય છે. આ પ્રક્રિયા પડદા પાછળ ચાલતી હોય, ત્યારે તમે તમારા ડિવાઇસ પર સુરક્ષા ખાતરીનો કોડ ચકાસીને તમારી વાતચીત સુરક્ષિત છે કે નહિ તેની ખાતરી કરી શકો છો. આ બધું કેવી રીતે કામ કરે છે તેના વિશે વધુ જાણકારી તમે અમારા શ્વેતપત્રમાંથી મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત