ઓ બાપ રે! અહિં અચાનક જ ઈંટો પડવા લાગી અને મકાનોમાં પણ તિરાડો પડી, જતા પહેલા વિચારી લેજો નહિંતર ફસાઇ…

IFLScience પ્રકાશિત અહેવાલ મુજબ ક્રોએશિયાઇ ભૂવૈજ્ઞાનિક સંસ્થાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીના અંત સુધી અલગ અલગ આકારના ઓછામાં ઓછા 54 જેટલા સ્થાનો પર સિંકહોલ બન્યાની સૂચના મળી છે. જ્યારે માર્ચ આવતા આવતા આ બે ગામ અને તેની આસપાસ 100 થી સિંકહોલ બની ચુક્યા હતા.

બે ગામ બન્યા શોધનો વિષય

image source

સિંક હોલ બનવા પાછળ અનેક કારણો છે. લાખો વર્ષોથી કુદરતી નિયમો અનુસાર શિલાઓ સ્વરૂપે એક ઉપર એક સપાટી બનીને પથ્થરો બની છે. આ શિલાઓ ચુના પથ્થર કે ડોલોમાઈટ અને જીપ્સમની બનેલી હોય છે જ્યારે તેમાં હોલ પડી જાય અને તે હોલમાં પાણી ભરાઈ જાય તો પાણીને કારણે આ શિલાઓ અંદરથી પોલી થઈ જાય છે અને જ્યારે તે નબળી પડી જાય એટલે ધસી જાય છે.

માર્ચ 2021 સુધીમાં બન્યા 100 થી વધુ સિંક હોલ

image source

અમુક ઊંડા ખાડાઓ એટલે કે સિંક હોલ ગ્રામ્ય વિસ્તારોમાં ઉભરી રહ્યા હતા. પરંતુ અનેક લોકોએ ઘરોમાં પણ આવું હલન ચલન થયું હોવાનો અનુભવ કર્યો એટલે કે ત્યાં ભૂકંપ આવ્યા વિના જ સિંક હોલ બન્યા અને ઈંટો પડવા લાગી તથા મકાનોમાં પણ તિરાડો પડી. આ કારણે લોકો પણ ભયભીત બની ગયા હતા.

આ રીતે બને છે સિંક હોલ

image source

ઘણી વખત જ્યારે ઉનાળા બાદ વરસાદ આવે છે ત્યારે વરસાદનું પાણી ગરમીનાં કારણે ફાટી ગયેલી જમીનના અંદર જઈને તેને ઉપરની સપાટીથી અલગ કરી દે છે અને ઉપરની આછી સપાટી ધસી જઈને સિંક હોલ બનાવે છે. જ્યારે ભૂસખલન થાય ત્યારે આ શિલાઓ પોતાની સપાટી ઉધેડવા લાગે છે અને આ જ સપાટી મોટા ખાડાઓ થઈ સિંક હોલ બને છે.

ભૂકંપ આવવો જરૂરી નથી

image source

અન્ય માનવો દ્વારા ખોટી રીતે ભૂમિનું શોષણ પણ એક કારણ છે. ખનીજ તત્વો માટે ભરેલી માત્રામાં અણઘડ રીતે ખનન એટલે કે માઇનિંગ કરવું પણ એક કારણ છે. મોટી શિલાઓ તોડી ઇમારતો બનાવવી પણ કારણ બની શકે. પરંતુ અહીં શોધ કરતા વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, અમુક લોકોના ઘરના આંગણામાં કે પછી ઘરની પાછળની દીવાલ નીચે સિંક હોલનું બનવું બધા રહેવાસીઓ માટે ખતરનાક છે. જો કે જરૂરી નથી કે ભૂકંપ આવે તો જ આ સિંક હોલનું નિર્માણ થાય.

વૈજ્ઞાનિકોની શોધ ચાલુ

ક્રોએશિયામાં અનેક ડઝન પ્રાકૃતિક ગુફાઓ આવેલી છે જેમાં ઘણી ખરી 3261 ફૂટથી પણ વધુ ઊંડી છે. આ ભૂમિગત ગુફાઓ પાણીના વહેણના કારણે બને છે જે થોડું અમલીય હોય છે. અને તે તે ધીરે ધીરે ઓગળતા આધાર જેમ કે ચુના પથ્થરની સપાટીને કાઢી નાખે છે. આ પ્રકારે આ ગુફાઓના સંરચનાત્મક ફેરફારને કારણે પણ સિંક હોલ બને છે.

સિંક હોલ ભૂકંપના આંચકા એક વિશિષ્ટ લક્ષણ નથી પરંતુ તે ક્રોએશિયામાં તેનું બહુતાયતમમાં મળવું વૈજ્ઞાનિકો માટે આશ્ચર્યજનક છે.

મેસેનકાની ગામના લોકો આ ઘટનાક્રમથી પરેશાન છે. તેઓએ કહ્યું કે, તેઓ બહુ ખરાબ પરિસ્થિતિમાં છે. અહીં ચારે બાજુ બનેલા સિંકહોલ ગમે ત્યારે અમને પોતાનો શિકાર બનાવી શકે છે. એવું પણ બની શકે કે થોડા સમયમાં જ સરકારના કહેવાથી અમારે આ જગ્યા છોડવી પડે. આ ખાડાઓ બહુ ખતરનાક છે કારણ કે તે અચાનક જ બને છે જેમાં પાણી ભરાઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!