એક્શન મારવા માટે ફાટેલી જીન્સ પહેરનારા લોકો થઈ જજો સાવધાન, આ રિપોર્ટ તમારે ખાસ જાણવો જોઈએ

કોઈપણ વ્યક્તિને તેના કપડાંથી ઓળખવામાં આવતા હોય છે. કપડાં ફક્ત આપણા શરીરને ઢાકવા માટે જ છે એવું નથી પરંતુ તે આપણા વ્યક્તિત્વ, વ્યવસાય, પાત્ર, વર્તન, આત્મવિશ્વાસ વગેરે જેવી ઘણી વસ્તુની ઓળખ છતી કરે છે.

image source

તે જ સમયે આવું જ જ્યોતિષ શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાટેલા કપડાં પહેરવાથી શારીરિક ક્ષમતા અને શક્તિનો નાશ થાય છે, અને તે આપણા શરીર અને મનને શિથીલ બનાવીને અનેક રોગોને જન્મ આપે છે.

શું તમે પણ પહેરો છો ફાટેલી જીન્સ

image source

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને પ્રેમ, રોમાન્સ અને દાંપત્ય જીવન વિશેનો સારો ગ્રહ તરીકે વર્ણવવામાં આવ્યો છે અને આ સિવાય, વૈભવી જીવનની ગુણવત્તાનો આનંદ માણવાનું કાર્ય ફક્ત શુક્રમાં જ કરવામાં આવે છે, અને ફેંગ શુઇમાં પણ ફાટેલ જીન્સ પહેરવું ખૂબ ખોટું બતાવવામાં આવ્યું છે.

image source

તે જ સમયે ફેંગ શુઇ અનુસાર, ફાટેલા જૂના કપડા આપણા માટે ખરાબ સંયોગ લાવે છે, અને ફાટેલી જીન્સ અને શર્ટ પહેર્યા હોય તો એને કઠોરતા માનવામાં આવે છે. તેના કારણે આપણે ક્યારેય ફાટેલા કપડાં ન પહેરવા જોઈએ કારણ કે તે નુકસાનકારક છે. અને ન તો આપણે આવા કપડાં ખરીદવા જોઈએ. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આપણે ફાટેલ જીન્સ પહેરીને આપણા મિત્રો વચ્ચે કદાચ સારા દેખાઈ શકીએ છીએ, પરંતુ તે આપણા સારા નસીબને ખરાબ સંયોગમાં ફેરવે છે અને કમનસીબી આપણા ઉપર આવે છે. ટૂંકમા કહીએ તો આપણી પર માઠી બેસી જાય છે.

image source

એ જાણીતું છે કે ફેશનમાં રહેવા માટે લોકો બ્રાન્‍ડેડ કપડા પાછળ પાણીની જેમ ખર્ચ કરતા હોય છે. સ્‍થાનિક દુકાનમાં ૫૦૦ રૂપિયામાં મળતી જીન્‍સ કોઈ બ્રાન્‍ડેડ શોરૂમમાં પાંચ હજાર રૂપિયામાં મળતી હોય છે. પરંતુ તાજેતરમાં Gucciએ એક જીન્‍સ લોન્‍ચ કર્યું છે જેની કિંમત સાંભળીને તમારુ મગજ કામ કરતું બંધ થઈ જશે.

image source

Gucci એ નવા લોન્‍ચ કરેલા આ જીન્‍સની કિંમત ૧૨૦૦ ડોલર એટલે કે ૮૮ હજાર રૂપિયા છે. આ જીન્‍સની વિશિષ્ટતા એ છે કે ઘુંટણ સુધી ફેક ઘાસના દાગ લગાડવામાં આવ્‍યા છે, જેથી લુક રફ એન્‍ડ ટફ દેખાય. આ જીન્‍સ ઈટાલિયન ફેશન વીક વિંટર ૨૦૨૦ના પણ ભાગ હતી. જીન્‍સની શરૂઆત ૧૨૦૦ ડોલરથી થાય છે જયારે કંપનીની વેબસાઈટમાં ૧૪૦૦ ડોલરમાં વેચાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત