મોહનલાલના છે અનોખા શોખ, અનેક લોકોને ટક્કર મારે એવી જીવે છે લાઇફસ્ટાઇલ

મલયાલમ ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા મોહનલાલનો જન્મ ૨૧ મે, ૧૯૬૦ના રોજ કેરળના એલનથુર જીલ્લામાં થયો હતો.

image source

મોહનલાલ મલયાલમ ફિલ્મ જગતમાં અભિનેતાની સાથે જ પ્રોડ્યુસર, સિંગર અને થિયેટર આર્ટીસ્ટ તરીકેની ઓળખ પણ ધરાવે છે. મોહનલાલ મલયાલમ ફિલ્મ જગતમાં ઘણું મોટું નામ ધરાવે છે.

મોહનલાલના પિતા વિશ્વનાથ નાયર એક પ્રસિદ્ધ વકીલ હતા. મોહનલાલ નાયરનો અભ્યાસ તિરુવનંતપુરમમાં પૂર્ણ કર્યો છે. મોહનલાલ નાનપણથી જ અભિનય પ્રત્યે રુચિ ધરાવે છે. મોહનલાલ નાનપણથી જ નાટકોમાં હિસ્સો લેતા હતા. હવે અમે આપને મોહનલાલ નાયર વિષે કેટલીક જાણી- અજાણી વાતો જણાવીશું.

image source

મોહનલાલએ સૌપ્રથમ ફિલ્મ ‘થિરનોત્તમ’માં અભિનય કરવાની શરુઆત કરી હતી, આ ફિલ્મ વર્ષ ૧૯૭૮માં બનાવવામાં આવી હતી પણ સેંસર બોર્ડ તરફથી કેટલીક મુશ્કેલીઓ આવતા ફિલ્મ ‘થિરનોત્તમ’ ક્યારેય રીલીઝ કરવામાં આવી નહી. ફિલ્મ ‘થિરનોત્તમ’ પછી વર્ષ ૧૯૮૦માં ફિલ્મ મંઝિલ વિરીન્યા પુક્ક્લ’ અભિનય કર્યો અને આ ફિલ્મને ઘણી સફળતા મળી અને ફિલ્મ ‘મંઝિલ વિરીન્યા પુક્ક્લ’ એક બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઈ. મોહનલાલએ ફિલ્મ ‘મંઝિલ વિરીન્યા પુક્ક્લ’માં નેગેટીવ કેરેક્ટર તરીકે વિલનનો રોલ નિભાવ્યો હતા. આ ફિલ્મથી શરુ થાય છે મોહનલાલનું સફળ કરિયર.

image source

આપને જણાવીએ કે, મોહનલાલની વધતી જતી પ્રસિદ્ધિના સતત ચાર વર્ષ એટલે કે વર્ષ ૧૯૮૨ થી વર્ષ ૧૯૮૬ના સમયગાળા દરમિયાન મોહનલાલની દર મહીને બે ફિલ્મો રીલીઝ કરવામાં આવતી હતી. જયારે વર્ષ ૧૯૮૩માં મોહનલાલએ ૨૫ કરતા વધારે ફીચર ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મોહનલાલ નાયરના ફિલ્મ કરિયર માટે સર્વશ્રેષ્ઠ વર્ષો માંથી વર્ષ ૧૯૮૬નું વર્ષ ખુબ જ સફળ વર્ષ સાબિત થયું. ફિલ્મ ‘Rajavinte Makan’માં એક ડોનનું પાત્ર નિભાવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે મોહનલાલ નાયર દર્શકોના દિલો- દિમાગ પર પોતાની ઊંડી છાપ છોડી દીધી.

‘વાનપ્રસ્થાનમ’ ફિલ્મમાં અભિનય કર્યા પછી મોહનલાલ નાયરની ઓળખ ગુમાવવાના સંકટ ઘેરાવા લાગ્યું હતું કારણ કે, ફિલ્મ ‘વાનાપ્રસ્થાનમ’માં મોહનલાલએ એક કથકલી નૃત્ય કલાકારનું પાત્ર ભજવ્યું હોવાથી મોહનલાલ નાયરની ઓળખ ગુમાવવાના સંકટ ઘેરાવા લાગ્યું. ફિલ્મ ‘વાનાપ્રસ્થાનમ’ માટે મોહનલાલને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

image source

મોહનલાલની આ ફિલ્મ હતી જેને આંતરરાષ્ટ્રીય સ્તરે દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી હતી. ઉપરાંત ફિલ્મ ‘વાનાપ્રસ્થાનમ’ને કાંસ ફિલ્મ ફેસ્ટીવલ માટે નોમીનેટ કરવામાં આવી હતી. મોહનલાલ નાયરને અભિનય કરવા ઉપરાંત તાઈક્વાંડોનો પણ શોખ ધરાવે છે. મોહનલાલને વર્ષ ૨૦૧૨માં વર્લ્ડ તાઈક્વાંડો દ્વારા બ્લેક બેલ્ટથી સન્માનિત કરવામાં આવ્યા છે. આપને જણાવીએ કે, મોહનલાલ અભિનય કરતા પહેલા એક પ્રોફેશનલ રેસલર પર રહ્યા હતા.

મોહનલાલ મલયાલમ ફિલ્મોમાં એક મોટું નામ બનાવ્યું છે ત્યારે હવે મોહનલાલની લાઈફસ્ટાઈલ વિષે વાત કરીએ તો મોહનલાલ પાસે દુબઈમાં આવેલ દુનિયાની પ્રસિદ્ધ બિલ્ડીંગ બુર્જ ખલીફામાં એક ફ્લેટ ધરાવે છે. મોહનલાલનો ફ્લેટ બુર્જ ખલીફાના ૨૯મા માળે આવેલ છે. આ ફ્લેટ મોહનલાલે વર્ષ ૨૦૧૧માં ખરીદ્યું હતું. મોહનલાલને ગાડીઓનો પણ શોખ ધરાવે છે.

image source

મોહનલાલ Mercedes Benz, BMW, Jaguar અને Range Rover જેવી લક્ઝુરીયસ કાર્સનો કાફલો ધરાવે છે. મોહનલાલ મલયાલમ ફિલ્મ જગતમાં ફિલ્મ પ્રોડક્શન અને ફિલ્મ ડીસ્ટ્રીબ્યુશનની સાથે જ રેસ્ટોરંટ અને મસાલા પેકેજીંગનો પણ બીઝનેસ કરે છે. મોહનલાલને સાઉથ ઇન્ડિયાના અંબાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. મોહનલાલ કોઈ રાજા- મહારાજાની જેમ પોતાનું જીવન વિતાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત