બોલિવૂડની આ 5 અભિનેત્રીઓ પહેલી જ ફિલ્મ હિટ આપીને છવાઇ ગઇ હતી, જ્યારે અત્યારે થઇ ગઇ છે ફ્લોપ

પહેલી જ ફિલ્મ હિટ આપીને છવાઈ ગઈ હતી આ પાંચ અભિનેત્રીઓ, નસીબ પલટાયુ ને ફ્લોપ થઈ ગઈ કારકિર્દી.

image source

બોલીવુડમાં હિટ થવા માટેનો કોઈ ચોક્કસ રસ્તો નથી. અહીંયા મહેનત, નસીબ અને તકનો ફાયદો જેને ઉઠાવ્યો, બસ એ જ સફળતાની સીડીના એક પછી એક પગથિયાં ચડી જશે. બોલિવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ આવી જેમની એન્ટ્રી જોરદાર રહી. એ અભિનેત્રીઓને જોઈને જાણે એવું લાગતું કે એ બોલિવુડ પર પોતાનું વર્ચસ્વ જમાવી જાણશે.પણ પહેલી ફિલ્મ પછી જ આમના પગ ડગમગી ગયા.આજે આપણે વાત કરીશું એવી જ અભિનેત્રીઓની જે પોતાની પહેલી ફિલ્મ હિટ આપ્યા પછી આ હિટ ફિલ્મોનો સિલસિલો જાળવી ન શકી.

સ્નેહા ઉલ્લાલ

image source

ઐશ્વર્યા રાય જેવી દેખાતી સ્નેહા ઉલ્લાલે સલમાન ખાન સાથે ફિલ્મ “લકી”થી બૉલીવુડમાં પગ મૂક્યો હતો ને પહેલી જ ફિલ્મમાં સ્નેહાએ ધૂમ મચાવી દીધી હતી. આશા એવી હતી કે એનું ફિલ્મી કરિયર એમની પહેલી ફિલ્મની જેમ જ હિટ થશે પણ એવું બન્યું નહિ.સ્નેહા એ લકી ફિલ્મ કર્યા પછી સલમાન ખાન ના ભાઈ સોહેલ ખાન સાથે ફિલ્મ “આર્યન” કરી પણ એ પણ ન ચાલી. પછીથી સ્નેહાની તબિયત ખરાબ રહેતી હોવાને કારણે એને બોલિવુડથી દુર રહેવાનું નક્કી કર્યું. સ્નેહા કેટલાક મ્યુઝિક વિડીયોમાં પણ દેખાઈ ચુકી છે.

સોનલ ચૌહાન

image source

ઇમરાન હાશમીની ફિલ્મ “જન્નત” થી બોલીવુડમાં પગ મુકનારી અભિનેત્રી સોનલ ચૌહાન રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી. સોનલની સુંદરતાની ચર્ચા ચારેકોર ફેલાયેલી હતી. સોનલને જોઈને એવું લાગતું હતું કે એ બૉલીવુડમાં લાંબા સમય સુધી ટકશે.પણ બીજી ફિલ્મો ફ્લોપ જવાને કારણે એ આશા નિષ્ફળ સાબિત થઈ. ઘણી બધી ફિલ્મો કર્યા પછી પણ સોનલ મુખ્ય અભિનેત્રી તરીકે રોલ કરી શકે એ કાબેલ ન બની શકી.

પ્રીતિ ઝંગિયાની

image source

પ્રીતિ ઝંગિયાની એ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2000માં આવેલી “મહોબ્બતે” થી કરી હતી. અને પ્રીતિની આ ડેબ્યુ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મની સફળતા પછી પ્રીતિના ચાહકોની એના પ્રત્યેની અપેક્ષાઓ ખૂબ જ વધી ગઈ હતી. પણ પછી અભિનેત્રી બોલિવુડથી દૂર થઈ ગઈ. પ્રીતિએ વર્ષ 2008માં મોડલ અને એકટર પરવીન ડબાસ સાથે લગ્ન કરી લીધા હતા.

ઈશા ગુપ્તા

image source

ઈશા ગુપ્તા પોતાની પહેલી જ બૉલીવુડ ફિલ્મથી છવાઈ ગઈ હતી. ઇશાએ મહેશ ભટ્ટની ફિલ્મ “જન્નત 2″થી ડેબ્યુ કર્યું હતું. ઇશાએ બોલીવુડમાં પગ મૂક્યો એ પહેલાં એ મોડલિંગ કરતી હતી.. ઇશાએ ફેમિના મિસ ઇન્ડિયા 2007માં ભાગ લીધો હતો. અને એમાં ઈશાને મિસ ફોટોજેનિકનો એવોર્ડ પણ મળ્યો હતો.ઇશાએ જન્નત 2 પછી પણ ઘણી ફિલ્મો કરી પણ એમાં ઇશાના અભિનયનો કઈ ખાસ પ્રભાવ ન પડ્યો.

ગ્રેસી સિંહ.

image source

ગ્રેસી સિંહને ફિલ્મ “લગાન”માં આમિર ખાન સાથે પહેલી વાર કામ કરવાની તક મળી હતી. ફિલ્મ પણ હિટ થઈ અને સાથે સાથે ગ્રેસી પણ. એ પછી ગ્રેસી ઘણી ફિલ્મોમાં જોવા મળી પણ જોઈએ એવો જાદુ દર્શકો પર ન ચલાવી શકી. ફિલ્મોમાં કોઈ ભવિષ્ય ન દેખાતા આખરે ગ્રેસી સિંહે બોલિવુડથી દૂર જવાનો નિર્ણય કર્યો.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત