બોલીવુડની આ અભિનેત્રીનો એમના સાસુ સાથે કેવો છે સંબંધ જાણો તમે પણ

પ્રિયંકા ચોપરાથી લઈને ઐશ્વર્યા રાય સુધી, જાણો કેવો છે બોલીવુડની આ અભિનેત્રીનો એમના સાસુ સાથેનો સંબંધ.

image source

સાસુ-વહુનો સંબંધ ખૂબ જ અનોખો હોય છે.નાની મોટી ને મીઠી-તીખી તકરારથી ભરેલો આ સંબંધ ઘણો જ ખાસ હોય છે. આજની મોર્ડન કહી શકાય એવી છોકરીઓનો ભાગ્યે જ પોતાના સાસુ સાથે મેળ આવતો હોય છે. સાસુ વહુનો સંબંધ જ એવો છે કે એ ભાગ્યે જ ખરો સાબિત થાય પણ બોલીવુડની ઘણી એવી અભિનેત્રીઓ છે જે પોતાની સાસુ સાથે ઘણો સારો સંબંધ ધરાવે છે. તો ચાલો જાણી લઈએ કોણ કોણ સામેલ છે આ લિસ્ટમાં.

દીપિકા પાદુકોણ અને અંજુ ભવનાની

image source

ગયા વર્ષે જ લગ્નગ્રંથિથી જોડાયેલા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવુડની બેસ્ટ જોડીઓમાંથી એક છે. રણવીરની જેમ દીપિકા એની સાસુ અંજુ ભવનાની સાથે પણ એટલી જ ક્લોઝ છે. દીપિકા એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે અને તેના સાસુ એકબીજાના બહુ સારા મિત્રો છે. દીપિકા એ આગળ ઉમેર્યું હતું કે તેની સાસુ તેને વહુ નહિ પણ દીકરીની જેમ જ પ્રેમ કરે છે.

પ્રિયંકા ચોપરા અને ડેનિયલ

image source

આપ સૌ જાણો જ છો કે પ્રિયંકા ચોપરા એ નિક જોનસ સાથે લગ્ન કર્યા છે એટલે આપણી આ દેશી ગર્લની તો વિદેશી સાસુ છે. પ્રિયંકા અને તેની સાસુ ડેનિયલ વચ્ચે ઘણું જ સારું બોન્ડિંગ છે. બંને સાથે મળીને પાર્ટીઓ કરે છે. તમને જણાવી દઈએ કે ડેનિયલ, પ્રિયંકાને વહુ નહિ પણ ડોટર ઇન લવ કહે છે. એકવાર પ્રિયંકા સાથેનો ફોટો શેર કરીને ડેનિયલ પ્રિયંકાને આ નામ આપ્યું હતું.

કરીના કપૂર અને શર્મિલા ટાગોર

image source

કરીના કપૂર ખાન અને તેની સાસુ શર્મિલા ટાગોર વચ્ચે પણ ઘણી જ નિકટતા છે. કરીના કપૂર પોતાની સાસુની મોટી ચાહક છે. કરીના ઘણીવાર કહી ચુકી છે કે તે પોતાની સાસુથી ઘણી જ પ્રભાવિત છે અને એમની જેમ જ જીવવા માંગે છે.

ઐશ્વર્યા રાય અને જયા બચ્ચન

image source

ઐશ્વર્યા રાય અને તેના સાસુ જ્યાં બચ્ચનને એકબીજા સાથે ખૂબ ફાવે છે. હમેશા જોવા મળે છે કે જ્યાં બચ્ચન પોતાની વહુ ઐશ્વર્યાનો પક્ષ લેતી હોય. બોલીવુડની દરેક પાર્ટીમાં આખો બચ્ચન પરિવાર સાથે જ જોવા મળે છે.

સોનમ કપૂર અને પ્રિયા આહુજા

image source

સોનમ કપૂરની સાસુ પ્રિયા આહુજા બૉલીવુડ સાથે સંકળાયેલી નથી પણ તેમ છતાં એ પોતાની વહુના કામ ને સમજે છે. એ હંમેશા સોનમના કામના વખાણ કરતી રહે છે. એટલું જ નહીં તાજેતરમાં જ પ્રિયા આહુજા એ સોનમ અને આનંદના લગ્નની વર્ષગાંઠ માટે ઘરે જ ખૂબ જ સરસ ડેકોરેશન કર્યું હતું

source : livehindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત