જાણો આ અભિનેત્રીઓ વિશે, જેને પોતીની ફિલ્ની કરિયરની શરૂઆત કરી હતી અક્કી સાથે…

આ છે એ અભિનેત્રીઓ જેને અક્ષય કુમાર સાથે કરી હતી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત.

image source

અક્ષય કુમાર બૉલીવુડ જગતનું એક મોટું નામ છે અને આ જ સૌથી મોટું કારણ છે કે બોલિવુડમાં પગ મૂકતી અભિનેત્રીઓ અક્ષય કુમાર સાથેની ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરવા માંગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અક્ષય કુમારના લાંબા કરિયરમાં 10 કરતા પણ વધુ અભિનેત્રીઓ અક્ષય સાથે પોતાના કરિયરની શરૂઆત કરી છે.

એમાંની કેટલીક અભિનેત્રીઓ આજે ઇન્ડસ્ટ્રીની ટોપ લિસ્ટમાં છે તો વળી કેટલીક તો મનોરંજન જગતમાંથી જાણે ક્યાંક ખોવાઈ જ ગઈ.

image source

આજે અમે તમને જણાવીશું એવી અભિનેત્રીઓ વિશે જેને પોતાના બૉલીવુડ કરિયરની શરૂઆત અક્ષય કુમાર સાથે કરી હતી.

1.બિપાશા બાસુ.

image source

અક્ષય કુમારના કરિયરની સૌથી સારી ફિલ્મોમાંની એક એવી ફિલ્મ અજનબી જેમાં અક્ષયે નેગેટિવ રોલ કર્યો હતો. આ ફિલ્મમાં ઘણા કલાકારો હતા જેમાંની એક હતી બિપાશા બાસુ. આ બિપાશા બસુની પહેલી ફિલ્મ હતી. એ પછી બિપાશા કેટલીક હોરર ફિલ્મોથી જાણીતી બની હતી.

તેણી એ ઘણી જાહેરાતો ડાયરેકટ કરી છે અને મ્યુઝિક વિડીયો પણ કર્યા છે. દિવ્યાએ ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા છે, જે ટી-સિરીઝ ફિલ્મ પ્રોડક્શન કંપની અને મ્યુઝિક લેબલના મેનેજીંગ ડિરેકટર છે.

2.પ્રિયંકા ચોપરા.

image source

મિસ વર્લ્ડ રહી ચુકેલી બે અભિનેત્રીઓ એ પોતાના બૉલીવુડ કરિયરની શરૂઆત અક્ષય કુમાર સાથેની પ્રણય ત્રિકોણીય ફિલ્મ અંદાજથી કરી હતી.

પ્રિયંકા ચોપરા હજી પણ બૉલીવુડ સાથે જોડાયેલી છે. તેને હોલીવુડની પણ ઘણી ફિલ્મો કરી છે. પ્રિયંકા ને હોલીવુડ અભિનેતા નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે.

3. લારા દત્તા.

image source

પ્રિયંકા ચોપરાની જેમ લારા દત્તા એ પણ અંદાજ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. લારા દત્તાએ ઘણી બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે અને ભારતીય ખેલાડી મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા છે.લારા એ સિંગ ઇસ બલીંગમાં પણ અક્ષય કુમાર સાથે કામ કર્યું છે.

4.દિવ્યા ખોશલા કુમાર

image source

દેશભક્તિ છલકાતી હતી એવી ફિલ્મ અબ તુમ્હારે હવાલે વતન સાથિયો માં અભિનેત્રી દિવ્યા ખોશલા કુમારે અક્ષય કુમાર સાથે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે દિવ્યા ખોસલા કુમાર એક જાણીતી પ્રોડ્યુસર અને ડાયરેકટર પણ છે.

5. શાંતિપ્રિયા.

image source

અક્ષય કુમારની સૌથી પહેલી ફિલ્મ સોગંદ દ્વારા અક્ષય કુમારે શાંતિપ્રિયા સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શાંતિપ્રિયાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી.

શાંતિપ્રિયાએ ઘણી હિન્દી ફિલ્મો તેમજ અન્ય ભાષામાં પણ ફિલ્મો કરી છે. તે અભિનેત્રી ભાનુપ્રિયાની નાની બહેન છે.

6. માનુષી ચિલ્લર.

image source

પૃથ્વીરાજ એ 2020માં આવનારી એક ઐતિહાસિક ફિલ્મ છે જે હાલ યશ રાજ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ હેઠળ છે. ફિલ્મના કલાકારો નક્કી કરી દેવામાં આવ્યા છે અને મળેલી માહિતી અનુસાર આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે માનુષી ચિલ્લર દેખાશે.

7. ત્રિશા ક્રિષ્નન.

image source

ત્રિશા સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં એક જાણીતી સેલિબ્રિટી છે. એને પોતાના બૉલીવુડ કરિયરની શરૂઆત પ્રિયદર્શનની ફિલ્મ ખટામીઠા થી અક્ષય કુમાર સાથે કરી હતી.

ત્રિશાને લોકો તમિલ અને તેલગુ ભાષાની ફિલ્મોને કારણે સારી રીતે ઓળખે છે. મિસ મદ્રાસ કોન્ટેસ્ટ જીત્યા પછી ત્રિશા એ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો.

8. નીતુ ચંદ્રા.

image source

પ્રિયદર્શનની ફિલ્મ ગરમ મસાલામાં અક્ષય કુમારે મેક નો રોલ કર્યો હતો, જે ત્રણ છોકરીઓને પોતાની ફિયાન્સ કહી મૂર્ખ બનાવે છે. નીતુ ચંદ્રા એ પોતાના બૉલીવુડ કરિયરની શરૂઆત આ ફિલ્મથી કરી હતી નીતુ એ આ ફિલ્મમાં સ્વીટીનો રોલ કર્યો હતો.

9. ડેઝી બોપન્ના

image source

ડેઝી બોપન્ના એ પણ અક્ષય કુમાર સાથે પોતાના બૉલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. ડેઝી એ ફિલ્મ ગરમ મસાલામાં દીપતિનો રોલ કર્યો હતો. બોલીવુડની સાથે સાથે ડેઝી બોપન્ના ઘણી બધી તેલુગુ, કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી હતી.

10. નરગીસ બધેરી.

image source

ગરમ મસાલા ફિલ્મની ત્રીજી મુખ્ય અભિનેત્રી હતી નરગીસ બધેરી. તેને પૂજાનો રોલ ભજવ્યો હતો. નરગીસ બધેરી એક અભિનેત્રી અને ગાયક છે જેને ઘણી બૉલીવુડ અને કોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને બૉલીવુડ ફિલ્મ માટે ગીત પણ ગાયું છે.

મૌની રોય

image source

રીમાં કાગટી દ્વારા ડાયરેકટ કરેલી ફિલ્મ ગોલ્ડમાં મૌની રોય અક્ષય કુમાર સાથે જોવા મળી હતી. મૌની રોય ટેલિવિઝન જગતની જાણીતી સેલિબ્રિટી છે. મૌની એ ઘણી બધી જાણીતી સિરિયલો જેવી કે દેવો કે દેવ મહાદેવ અને નાગીનમાં કામ કર્યું છે. ગોલ્ડ ફિલ્મ મૌની રોયની પહેલી ફિલ્મ હતી.

તો આ હતું એ અભિનેત્રીઓનું લિસ્ટ જેને અક્ષય કુમાર સાથે ફિલ્મ કરી બોલીવુડમાં પગ મુક્યો હતો. જો કોઈ અભિનેત્રી રહી જતી હોય તો ચોક્કસ જણાવશો. આશા રાખીએ કે આ અક્ષય આવનારા સમયમાં હજી ઘણી ફિલ્મો કરે અને આ લિસ્ટ વધતું જ જાય.

source : dhumor

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત