Site icon News Gujarat

તમારા પેટનું પાણી હલી જાય એવી ઘટના, અડધી સળગેલી હાલતમાં માત્ર 12 વર્ષની બાળકીની લાશ મળતા હાહાકાર

અનેક નિયમો અને આરોપીઓને સાજા અપાયાં બાદ પણ હજુ રેપ કેસ સામે આવી રહ્યાં છે, આરોપીઓ ડરી રહ્યાં નથી. હાલમાં ઉત્તર પ્રદેશમાથી એક દર્દનાક ઘટનાં સામે આવી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક 12 વર્ષની બાળકીની અડધી સળગી ગયેલી લાશ મળી આવી છે. તે રાત્રે ઘરની બહાર સુતી હતી અને તે પછી સવારે તેનો મૃતદેહ 200 મીટર દૂર બગીચામાંથી મળી આવ્યો હતો. તેના શરીર પર કપડા નહોતા. સ્થળ ઉપર એક ખાટલો પણ મળી આવ્યો છે. પરિવારનું કહેવું છે કે બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે અને પછી તેને જીવતી સળગાવી દેવામાં આવી છે.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો આ ઘટના બુધવારે મોડી રાત્રે મંગલપુરના જેતાપુર ગામમાં બની છે. ગામમાં રહેતા ખેડૂતની દીકરી બળાત્કારીઓનાં શિકારનો ભોગ બની છે. મળતી માહિતી મુજબ આ છોકરીની ઉંમર માત્ર 12 વર્ષ જ હતી. પરિવાર સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેમની પુત્રી બુધવારે રાત્રે ઘરની બહાર પલંગ પર જ સૂતી હતી. આ દરમિયાન છોકરીની દાદી પણ તેની બાજુમાં જ એક બીજો પલંગ રાખીને સુતા હતાં. પરિવારના સભ્યોનું કહેવું છે કે જ્યારે બધા સવારે ઉઠ્યા ત્યારે બાળકી દેખાઈ ન હતી.

આ પછી પરિવારે તરત જ ત્યાં નજીકમાં બધે જ બાળકીની શોધખોળ શરૂ કરી દીધી હતી. નવાઈની વાત એ સામે આવી હતી કે આ શોધખોળ દરમિયાન ઘરથી લગભગ 200 મીટર દૂર આવેલા જામફળના બાગમાં બાળકીનો મળી આવી હતી. બાળકીનો દેશ અર્ધ સળગેલ હતો. આ સાથે યુવતીના શરીર ઉપર કપડા પણ હતાં નહીં. જે જગ્યાથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો તેની બાજુમાં જ એક ખાટલો પણ મળી આવ્યો હતો.

image source

આ બધી બાબતોને જોતાં હવે પરિવારને એવી શંકા છે કે બળાત્કારોએ ખાટલા પર નાનકડી બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે અને પોતાને બચાવવા માટે બાળકીને ત્યાં જ બાળી દીધી હતી. આ સિવાય ત્યાંથી મળી આવેલો ખાટલો પણ અડધો બળેલો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ આ કેસમાં હવે પોલીસ અને ફોરેન્સિક ટીમ બંને સાથે મળીને તપાસમાં લાગી ગઈ છે. પોલીસને આ બાબતે જાણ થતાં જ એએસપી ઘનશ્યામ ચૌરસિયા અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસને ગામના ખડનાજા રોડ ઉપર એક ખાટલો મળી આવ્યો જે સહેજ સળગી ગયો હતો. એવું માનવામાં આવે છે કે હત્યારાઓએ પહેલાં તો આ બાળકીનું અપહરણ કર્યું હશે અને પછી બળાત્કાર કર્યો હશે. આ બાદ તેને આ ખાટલા પર બાળી નાખવાનો પ્રયાસ કર્યો અને લાશને બગીચામાં ફેંકી દીધી હતી. આ દરમિયાન કેસની ગંભીરતાને જોતાં એડીજી ભાનુ ભાસ્કર અને આઈજી મોહિત અગ્રવાલ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

image source

એએસપીએ સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ઘણું સ્પષ્ટ થશે. કોઈ પણ જ્વલનશીલ કેમિકલ અથવા પેટ્રોલ નાખીને બાળકીને બાળી નાખવામાં આવી છે. ગુનાનું દ્રશ્ય જોઇને નજીકના જ કોઈનો આ ગુનામાં હાથ હોય શકે છે. તેની ઓળખ છુપાવવા માટે જ તેણે બાળકીની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. હત્યાનો મામલે ટૂંક સમયમાં આરોપીઓ સુધી પહોચવાની કોશિશ કરવામાં આવશે. આ ઘટના બાદ ગામમાં રોષનું વાતાવરણ છે.

આઈજી રેન્જ મોહિત અગ્રવાલે જણાવ્યું હતું કે બાળકીનો અડધો સળગતો મૃતદેહ તેના ઘરથી થોડે દૂર બગીચામાં મળી આવ્યો હતો. સંબંધીઓએ બળાત્કાર બાદ હત્યાની સંભાવના વ્યક્ત કરી છે. હત્યાને ઉકેલી કાઢવા માટે ઘણી ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે અને તેનાં પર કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version