ટુંક સમયમાં અદાણી અંબાણી કરતાં વધુ ધનવાન બની શકે! બ્લુમબર્ગના રિપોર્ટમાં અદાણી અગ્રેસર

અદાણી ગૃપના માલિક ગૌતમ અદાણી એશિયાના બીજા ક્રમના સૌથી અમીર ઉદ્યોગપતિ બન્યા છે. જેથી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં હવે બે ગુજરાતીઓનો દબદબો બન્યો છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આ યાદીમાં બીજા ક્રમે આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી ટોચના સ્થાને છે.

બ્લૂમબર્ગના વૈશ્વિક અબજોપતિઓની યાદીની વાત કરીએ તો તેમાં મુકેશ અંબાણી 13માં ક્રમે જ્યારે ગૌતમ અદાણી 14માં સ્થાને છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સના અહેવાલ અનુસાર પોર્ટથી લઈને એફએમસીજી સહિતના ક્ષેત્રોમાં વ્યવસાય ધરાવતા ગૌતમ અદાણીએ ચીનના અબજોપતિ બિઝનેસમેન ઝોન્ગ શાનશાનને પાછળ છોડી આ સ્થાન મેળવ્યું છે.

image source

આ ઈન્ડેક્સ પ્રમાણે અદાણી ગૃપના અધ્યક્ષ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 66.5 અબજ ડોલર નોંધાઈ છે, જ્યારે ઝોન્ગ શાનશાનની સંપત્તિ 63.6 અબજ ડોલર નોંધાઈ છે. મહત્વનું છે કે ગૌતમ અદાણીની સંપત્તિ 1 વર્ષમાં 33 અરબ ડોલર વધી છે.

આ પહેલા ફેબ્રુઆરી 2021માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ શાનશાનને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું ટોચનું સ્થાન મેળવ્યુ હતું. ભારતના સૌથી ધનિક વ્યક્તિઓની વાત કરીએ તો આ યાદીમાં પણ મુકેશ અંબાણીનું નામ સૌથી મોખરે છે.

image source

ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં 33 અરબ ડોલરનો વધારો નોંધાયો છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં આ સમયગાળા દરમિયાન 175.5 મિલિયન ડોલરનો આંશિક ઘટાડો થયો હોવાનું બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જેથી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની નેટવર્થ 76.5 અબજ ડોલર નોંધાઈ છે.

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પણ સંપત્તિમાં થયેલા વધારા માટે અદાણી ગ્રીન, અદાણી એન્ટરપ્રાઈસિસ, અદાણી ગેસ એન્ડ ટ્રાન્સમિશન જેવી કંપનીઓના શેરની કિંમતોમાં જોવાયેલો ઉછાળો કારણભૂત છે.

image source

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈસિસના શેરની કિંમતોમાં 617 ટકા અને 827 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એક અહેવાલ અનુસાર આ સમયગાળા દરમિયાન અદાણી ટોટલ ગેસના શેરમાં 1145 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

સામાન્ય લોકો સાથે જોડાયેલી કંપનીની વાત કરીએ તો મુખ્ય રીતે અદાણી ગેસ અને પાવર કંપની છે. અદાણી ગૃપ રિયલ્ટીમાં પણ જોઈન્ટ વેંચર સાથે કામ કરે છે તે એક લક્ઝરી રેસિડેંશિયલમાં કામ કરે છે. રિલાયંસ ઈંડસ્ટ્રીઝની વાત કરીએ તો પેટ્રોલ, ડીઝલથી લઈ મોબાઈલ ફોન, ટેલીકોમ અને રિટેલમાં તેનો સમાવેશ થાય છે. ખાસ કરીને જિયો બ્રાંડ ઓનલાઈન ડિલિવરી એટલે ઈ કોમર્સ અને ટેલીકોમમાં એક સ્થાપિત બ્રાંડ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!