Site icon News Gujarat

સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવતા આ કંપનીને લાગ્યો મોટો ઝટકો, આ ફની મીમ્સ જોઇને તમે પણ હસી પડશો ખડખડાટ: PHOTOS

દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની Adani Wilmar એ તેના ફોર્ચ્યુન રાઇસ બ્રાન કુકિંગ ઓઇલની તમામ જાહેરાતો બંધ કરી દીધી છે, જેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી જોવા મળતા હતા. ગાંગુલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો અને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર કંપનીની જાહેરાતોની મજાક ઉડાવવામાં આવી રહી છે.

જાહેરાતોને તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવી

બ્રાન્ડની ક્રિએટિવ એજન્સી Ogilvy & Mather આ મામલાને જોઈ રહી હતી અને નવા કેમ્પેઈન પર કામ કરી રહી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં ગાંગુલીને ફોર્ચ્યુન રાઇસ બ્રાન ઓઇલ (Fortune Rice Bran) નો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. તે લોકડાઉન પિરિયડ દરમિયાન બનાવવામાં આવેલી એક જાહેરાતમાં હાર્ટની સંભાળને પ્રોત્સાહન આપતો જોવા મળે છે. ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર, કંપનીની જાહેરાત સાથે નજીકથી સંકળાયેલા એક સૂત્રએ કહ્યું કે, ગાંગુલીની જાહેરાતોને તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર ઉડાવવામાં આવી રહી હતી મજાક

ગાંગુલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો અને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ગાંગુલીના હાર્ટ એટેકના સમાચાર ફેલાતાં જ ફોર્ચ્યુન બ્રાન્ડ સોશિયલ મીડિયા યુઝર્સના નિશાન પર આવી. લોકોએ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે અદાણી વિલ્મર તેલની આયાત કરે છે અને તેઓ જાણતા નથી કે કઈ હસ્તીઓ તેમની જાહેરાત કરે છે, અને ખબર નથી તેએ પોતે આ વસ્તુઓ ઉપયોગ કરે કે નહીં.

દાદાની તબિયત શનિવારે ખરાબ થઈ હતી

સોમવારે કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલે એક નિવેદન બહાર પાડીને ગાંગુલીના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું. વૂડલેન્ડ્સ હોસ્પિટલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ગાંગુલીની હ્રદયની નસોમાં બાકી બ્લોકેજ માટેએન્જીયોપ્લાસ્ટી નહી કરવામાં આવે કારણ કે તે પહેલા કરતા ઘણા સારા છે.

સૌરવ ગાંગુલીની એન્જીયોપ્લાસ્ટી કરાવામાં આવી

જણાવી દઈએ કે શનિવારે (2 જાન્યુઆરી) સવારે સૌરવ ગાંગુલીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. ગાંગુલી જ્યારે ઘરના જીમમાં કસરત કરતા હતા તે વખતે છાતીમાં દુખાવો થયો હતો. આ પછી, પરિવારે તેમને તાત્કાલિક કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 48 વર્ષીય સૌરવ ગાંગુલીનું એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં તેમની સારવાર કરનારા ડો.આફતાબ ખાને કહ્યું હતું કે સૌરવ ગાંગુલીની એન્જીયોપ્લાસ્ટી કરાવામાં આવી છે.

કીર્તિ આઝાદે ઉઠાવ્યા સવાલ

ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે ગાંગુલીને સારી રિકવરીની શુભકામના પાઠવતા બ્રાન્ડના કેમ્પેઈનની ટીકા કરી હતી. તેમણે કહ્યું, ‘દાદા તમે જલ્દી જ ઠીક થઈ જાઓ. હંમેશાં ઉત્પાદનોની ગુણવત્તા જાણીને તેને પ્રમોટ કરો. સચેત રહો અને સાવધાન રહો. ભગવાનના આશિર્વાદ બન્યા રહે.

બ્રાન્ડ ને થયું નુકસાન

અદાણી વિલ્મર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની છે. સોયાબીન, સરસવ, રાઈસ બ્રાન અને મગફળીના તેલ વેચવા ઉપરાંત, કંપની Alife બ્રાન્ડથી સાબુ અને સેનિટાઇઝર પણ વેચે છે. ઈન્ડસ્ટ્રીના આંકડા મુજબ, 12 લાખ ટન બ્રાન્ડેડ ચોખા બ્રાન ઓયર માર્કેટમાં ફોર્ચ્યુન પ્રથમ ક્રમે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version