અદાર પૂનાવાલાએ 118 કરોડ રૂપિયામાં વેચી દીધી આ કંપનીની હિસ્સેદારી, જાણો તમામ માહિતી એક ક્લિકે

અદાર પુનાવાલાએ લીધો આશ્ચર્યજનક નિર્ણય, વેક્સિન બનાવી રહેલ કંપની માંથી પોતાનો પુરેપુરો ભાગ વેચી દીધો.

સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદાર પુનાવાલાએ પૈનેસિયા બાયોટેક કંપનીમાં ધરાવતા પોતાની ભાગીદારીના સંપૂર્ણ ૫.૧૫% ભાગીદારીના શેર ૧૧૮ કરોડ રૂપિયામાં વેચી દીધા છે. અદાર પુનાવાલાએ પોતાની ભાગીદારીના તમામ શેર ખુલ્લા બજારમાં કરવામાં આવેલ સોદા હેઠળ આ તમામ શેર વેચી દેવામાં આવ્યા છે.

image source

કોના દ્વારા ખરીદવામાં આવ્યા આ શેર?

બોમ્બે સ્ટોક એક્સચેન્જના પુરેપુરા સોદાની માહિતી મુજબ, અદાર પુનાવાલા દ્વારા પૈનેસિયા બાયોટેક કંપનીમાં ધરાવતા પોતાની ભાગીદારીના વ્યક્તિગત એકાઉન્ટ ધરાવતા ૩૧,૫૭,૦૩૪ શેર્સને ૩૭૩.૮૫ રૂપિયા પ્રતિ શેરની કીમતે સોમવારના રોજ વેચી દેવામાં આવ્યા છે. અદાર પુનાવાલાએ પોતાના શેર વેચી દઈને ૧૧૮.૦૮ કરોડ રૂપિયા મેળવી લીધા છે.

image source

આ શેર્સને આ કીમતે એક અલગ સોદામાં અદાર પુનાવાલાની કંપની સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા દ્વારા ખરીદી લેવામાં આવ્યા છે. સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલા દ્વારા વેચવામાં આવેલ શેર્સને અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવે તેની પહેલા જ સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા દ્વારા જ ખરીદી લેવામાં આવ્યા છે. જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિ તેમાં દખલગીરી કરી શકે નહી.

પૈનેસિયા બાયોટેક કંપનીના માર્ચ, ૨૦૨૧ના શેરહોલ્ડિંગ આંકડાઓ મુજબ, અદાર પુનાવાલા અને એસઆઈઆઈ કંપનીમાં ક્રમશઃ ૫.૧૫% અને ૪.૯૮%ની ભાગીદારીની સાથે સાર્વજનિક શેરધારક હતા. સોમવારના રોજ પૈનેસિયા બાયોટેક કંપનીના શેર ૩૮૪.૯ રૂપિયાની કીમતે બંધ થઈ ગયા હતા. પૈનેસિયા બાયોટેક કંપની ઘણા બધા પ્રકારની દવાઓ અને વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. પૈનેસિયા બાયોટેક કંપનીની સ્થાપના વર્ષ ૧૯૮૪માં કરવામાં આવી હતી અને આ કંપનીને વર્ષ ૧૯૯૫માં પૈનેસિયા બાયોટેક કંપનીના નામથી રજીસ્ટર કરાવી દેવામાં આવી છે.

image source

લંડનમાં રહે છે અદાર પુનાવાલા પરિવારની સાથે.

ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અત્યારે લંડનમાં રહે છે. સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા દ્વારા ભારતમાં ઓક્સફર્ડ/ એસ્ટ્રાજેનેકાની કોરોના વાયરસ વેક્સિન કોવીશીલ્દનું હાલમાં ઉત્પાદન કરી રહી છે. અદાર પુનાવાલા દ્વારા લંડન જતા પહેલા અત્યંત ગંભીર આરોપ લગાવવામાં આવતા કહ્યું હતું કે, કોરોના વાયરસની વેક્સિન કોવિશિલ્ડને સંબંધિત ઘણા મોટા માથા ધરાવતા લોકો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી હતી.

અદાર પુનાવાલા દ્વારા વધુ જણાવતા કહ્યું હતું કે, આ પ્રકારના દબાણના લીધે તેઓ પોતાની પત્ની અને બાળકોની સાથે લંડન ચાલ્યા ગયા છે. ભારત સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ, અદાર પુનાવાલાને લાગી રહેલ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખતા સુરક્ષા આપવામાં આવી છે. આ સાથે જ અદાર પુનાવાલાની સુરક્ષા અને કંપનીના હિતને ધ્યાનમાં રાખતા સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા દ્વારા શેર્સ ખરીદી લેવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!