ચકાચોંધ જિંદગી જીવે છે સીરમના માલિક અદાર પૂનાવાલા, 200 એકરનું તો ખુદનું ફાર્મહાઉસ અને હેલિકોપ્ટરમાં જાય ઑફિસ

હાલમાં ભારત સરકારે બે કોરોના રસીને મંજૂરી આપી છે અને કદાચ કહેવામાં આવી રહ્યું છે કે આવતા અઠવાડિયાથી રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે. એમાંની એક છે સીરમ ઇન્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. કે જે વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે, જે નવા કોરોના વાયરસ માટે વિવિધ રસીઓ પર કામ કરી રહી છે. તેની વિવિધ સંભવિત રસીઓમાં એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી શામેલ છે કે જેને મંજૂરી મળી છે.

image source

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલા છે. કઈ રીતે અદાર આ સ્ટેજ સુધી પહોંચ્યા અને હવે કેવી જિંદગી જીવી રહ્યા છે એના વિશે જો વાત કરીએ તો અદારના પિતા ડો. સાયરસ પૂનાવાલાએ વર્ષ 1966માં સીરમ સંસ્થાની સ્થાપના કરી હતી. એ જાણીતું છે કે આ કંપની પૂનાવાલા ગ્રુપનો ભાગ છે.

image source

અદારએ યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિંસ્ટરમાંથી અભ્યાસ કર્યો. આદર પૂનાવાલા 2001 માં તેના પિતાની કંપનીમાં જોડાયા. સીરમ સંસ્થા અને તેના આંતરરાષ્ટ્રીય વિકાસને આગળ વધારવામાં અદારનો ફાળો ખૂબ મોટો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે અને 2011માં તેઓ કંપનીના CEO બનીને ઉભરી આવ્યા હતા.

image source

જો વિગતે વાત કરીએ તો અદાર પૂનાવાલા દુનિયાના વેક્સિન કિંગ તરીકે ઓળખાતા સાઇરસ પૂનાવાલાના દિકરા છે. તેમણે વિદેશથી અભ્યાસ કર્યો છે. રિપોર્ટ્સનું જો માનીએ તો અદારનું ભણતર કેંટરબરીની સેન્ટ એડમંડ સ્કુલમાંથી થયું છે અને બાદ તેમણે વેસ્ટમિન્ટર યુનિવર્સિટીથી બિઝનેસમાં ગ્રેજ્યુએશન કર્યુ. પણ આ સાથે જ તેઓ અદાર પૂનાવાલા પોતાની લગ્ઝુરિયસ લાઇફસ્ટાઇલ માટે પણ દેશમાં જાણીતા છે. કારણ કે ખુબ ઓછા સીઈઓ આવી લાઈફ સ્ટાઈલ જીવતા જોવા મળે છે.

image source

ઉલ્લેખનીય છે કે સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાનું કેમ્પસ 100 એકડમાં ફેલાયેલુ છે. પણ એનાથી મોટી વાત કે અદાર પાસે 200 એકડનું તો પોતાનું અલગથી ફાર્મહાઉસ છે. એક રિપોર્ટ અનુસાર અદારે પોતાની ઑફિસ એક પ્લેનમાં બેસીને જાય છે અને આવે છે કે જ્યાં અદાર માટે બધી જ સુવિધા ઉપલબ્ધ છે. અદાર પૂનાવાલા મુંબઇથી પૂણે સ્થિત કંપનીના ઓફિસ જવા માટે હેલીકોપ્ટરનો ઉપયોગ કરતાં હોવાના પણ રિપોર્ટ મળે છે.

image source

આ સિવાય વાત કરીએ તો અદાર પાસે તેમનું ખુદનુ પ્રાઇવેટ જેટ છે. આ સાથે જ તે મોંઘી ગાડીઓના શોખીન છે અને તેમની પાસે 35 ક્લાસિક કારનું કલેક્શન હોવાનું પણ માનવામાં આવે છે. જેમાં વિન્ટેજ સિલ્વર ક્લાઉડ અને ફેન્ટમ રોલ્સ રૉયસ પણ સામેલ છે એવા રિપોર્ટ મળ્યા હતા. જો લગ્ન જીવન વિશે વાત કરીએ તો અદારે નતાશા પૂનાવાલા સાથે લગ્ન કર્યા છે.

image source

બંનેની મુલાકાત વિશે એવા એહવાલ છે કે બન્ને 2011માં ગોવામાં એક ન્યુ યર પાર્ટીમાં મળ્યા હતા અને આ પાર્ટી ચર્ચિત કારોબારી વિજય માલ્યાએ આયોજીત કરી હોવાનું પણ કહેવાય છે. પછી બન્ને વચ્ચે મિત્રતા થઈ અને કેટલાક વર્ષ બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. નતાશામા બોલિવૂડમાં પણ ઘણા સારા કોન્ટેક્ટ છે.

image source

આ સાથે જ વાત કરીએ તો નતાશા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને તેના બેસ્ટ ફ્રેન્ડ માને છે. નતાશા હાલ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાની એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર પદ પણ નિયુક્ત થયેલ છે. તે સિવાય નતાશા પૂનાવાલા, વિલ્લૂ પૂનાવાલા ફાઉન્ડેશન પણ ચલાવે છે. એ રીતે તેની પાસે પણ ઘણા કામો છે.

image source

આ પહેલાં અદાર ત્યારે પણ ચર્ચામાં આવ્યા હતા કે જ્યારે કોરોના મહામારીથી લડવા માટે ભારત માટે આગામી પડકારની વાત કરતા સીરમ ઇન્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ શનિવારે પૂછ્યું હતું કે, કેન્દ્ર સરકાર કોવિડ-19 રસીની ખરીદી અને વિતરણ માટે આગામી વર્ષમાં 80 હજાર કરોડ રૂપિયા છે?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત