અડધી રાત્રે અમિતાભ બચ્ચને છત્તું કર્યું સોશિયલ મીડિયાનું રહસ્ય, ટ્રોલર્સે કહ્યું કે સુઈ જાવને.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. જમાનાની સાથે કદમથી કદમ મેળવીને ચાલનાર બિગ બી એમના દરેક પ્રકારના દર્શકો સાથે જોડાયેલા રહે છે. બિગ બી સોશિયલ મીડિયા પર ન ફક્ત ફોટા અને વીડિયો શેર કરે છે પણ ઘણીવાર મનમાં આવેલા વિચાર પણ શેર કરી દે છે.હવે હાલમાં જ ટ્વીટર પર અમિતાભ બચ્ચને એક ફોટો શેર કર્યો અને સાથે જ પોતાનો એક ફોટો પણ પોસ્ટ કર્યો.

image socure

બિગ બીએ ટ્વીટર પર લખ્યું લે સોશિયલ મીડિયા પર દરરોજ લગભગ 300 મિલિયન ફોટા અપલોડ થાય છે, હકીકત છે. સાબિત કરવાની જરૂર છે? એ સાથે જ એમને પોતાનો એક ફોટો શેર કર્યો જેમાં એ હસતા હસતા તાળી પાડતા દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ટ્વીટ બિગ બીએ રાત્રે અઢી વાગે કર્યું જેના પર ફેન્સ ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા ટ્રોલર્સે અમિતાભ બચ્ચનને ટ્રોલ કરી દીધા અને કહ્યું કે હવે સુઈ જાઓ.

image soucre

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણી એવી વાતો લખી ચુક્યા છે. એકવાર અડધી રાત્રે એ લખવું કે કઈ નથી લખવા માટે…એમન પર ભારે પડી ગયું હતું. વાત જાણે એમ હતી કે એક રાત્રે એમ જ અમિતાભ બચ્ચને લખી દીધું હતું કે કઈ નથી લખવા માટે…એ પછી યુઝર્સે એમને ખૂબ જ ટ્રોલ કર્યા હતા. લોકોનું કહેવું હતું કે તમે મોંઘવારી પર જ કઈ લખી શકો છો.

અમિતાભ બચ્ચન ઘણીવાર એમના જુના ફોટા પણ શેર કરે છે જે ફેન્સને ઘણા ગમે છે સાથે જ ઘણીવાર એ પોતાના ફોટા સાથે અમુક રસપ્રદ કિસ્સા જણાવે છે જે ફેન્સને ઘણા સારા લાગે છે. બિગ બી સેટ પરના ફોટા પણ શેર કરતા રહે છે.

image soucre

તમને જણાવી દઈએ કે બિગ બી હાલના દિવસ ફિલ્મોની સાતે સાથે શો કેબીસીની શૂટિંગમાં પણ વ્યસ્ત છે. કોન બનેગા કરોડપતિ 23 ઓગસ્ટ 2021થી સોની ટીવી પર ટેલિકાસ્ટ થશે. આ શો સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 9 વાગે સોની ટીવી પર પ્રસારિત થશે. આ વખતે ટીવી પર એની એડની નવી રીત કાઢવામાં આવી છે. જાણીતા ફિલ્મકાર નિતેશ તિવારીએ કેબીસીને પ્રમોટ કરવા માટે ત્રણ શોર્ટ ફિલ્મ બનાવી છે. જેમાં અભિનેતા ઓમકાર દાસ માનીકપુરી લીડ રોલમાં છે. આ વખતે કેબીસી 13ની ટેગલાઈન છે સવાલ જો ભી હો, જવાબ આપ હી હો

image soucre

તો અમિતાભ બચ્ચનની આવનારી ફિલ્મોની વાત કરીએ તો અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. એ સિવાય ઇમરાન હાશ્મી સાથે અમિતાભ બચ્ચન ફિલ્મ ચહેરેમાં લીડ રોલમાં દેખાશે. અમિતાભ બચ્ચન જુન્ડની તૈયારીમા પણ લાગેલા છે.