જાણો કયા દેશમાં આજે પણ પેટ્રોલનો ભાવ છે 2 રૂપિયાથી પણ ઓછો

પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધ્યા છે જેના કારણે કેટલાક શહેરોમાં ભાવ હવે 100 રૂપિયાને પાર થયા છે. તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર કરે છે.

image source

પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ સવારે 6 કલાકથી બદલે છે. સવારે 6 કલાકથી નવા ભાવ લાગુ કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ જોડવામાં આવે છે જેના કારણે તેનો ભાવ બમણો થઈ જાય છે.

image source

પેટ્રોલ અને ડીઝલનો ભાવ તમારા શહેરમાં કેટલો છે તે એસએમએસ દ્વારા પણ જાણી શકાય છે. તેના માટે ફોન પરથી એક મેસેજ કરવાનો હોય છે જેમાં તમને ભાવની વિગતો મળી જાય છે. ભાવ જાણવા માટે મોબાઈલમાં RSP અને શહેરોનો કોડ લખી 9224992249 નંબર પર મોકલવો. જવાબમાં તમને તમારા શહેરમાં લાગુ થયેલા ભાવ જાણવા મળશે.

image source

ભારતમાં છેલ્લા 10 દિવસથી સતત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેથી લીટરના ભાવ કેટલીક જગ્યાએ 100ને પાર થયા છે. પરંતુ કેટલાક દેશ એવા પણ છે જ્યાં હજુ પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ 2 રૂપિયાથી પણ ઓછા છે. આ દેશ કયા કયા છે જાણી લો સૌથી પહેલા તો.

image source

નાઇજીરીયામાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ. 31.61 છે. તુર્કમેનિસ્તાનમાં પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂ. 31.13 છે. કતારમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 29.95 રૂપિયા છે. કઝાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 29.70 રૂપિયા છે. સુદાનમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ 27.52 છે. કુવૈતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 25.25 રૂપિયા છે.

image source

અલ્જેરિયામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 25.15 છે. અંગોલા પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ 17.82 છે. ઈરાન પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 4.49 રૂપિયા છે. જ્યારે વેનેઝુએલા પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 1.5 રૂપિયા જ છે. વેનેઝુએલામાં વિશ્વના સૌથી સસ્તા દરે પેટ્રોલ વેંચાઇ રહ્યું છે.

image source

જ્યારે ભારતના અન્ય પાડોશી દેશની વાત કરીએ તો હોંગકોંગમાં સૌથી વધારે 174.38 રૂપિયા લિટરના દરે પેટ્રોલ વેંચાય છે. જર્મનીમાં 119.22 રુપિયા અને જાપાન 94.76 રુપિયા પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ છે. આ સિવાય નેધરલેન્ડમાં 147.38 રુપિયા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકનમાં 148.08 રુપિયા, નોર્વેમાં 143.41 રુપિયા, ગ્રીસમાં 135.61 રુપિયા પેટ્રોલના દર છે.

image source

જો કે ભારત કરતાં સસ્તું પેટ્રોલ ભૂતાનમાં છે અહીં પેટ્રોલનો ભાવ 49.56 રુપિયા, જ્યારે પાકિસ્તાનમાં 51.14 રુપિયા, શ્રીલંકામાં 60.26 રુપિયા, નેપાળમાં 68.98 રુપિયા, બાંગ્લાદેશમાં 76.41 રુપિયા પેટ્રોલનો ભાવ છે. વિશ્વની મહાસત્તા અમેરિકામાં પેટ્રોલનો ભાવ 54.65 રુપિયા, રશિયામાં 47.40 રુપિયા અને ચીનમાં 74.74 રુપિયા પેટ્રોલનો ભાવ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!