Site icon News Gujarat

કોરોના વિસ્ફોટ: આ દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 60 હજાર લોકોના મોત, ડોનાલ્ડ ટ્રમ્પનો પુત્ર પણ આવ્યો કોરોનાની ઝપેટમાં

સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ રહી છે. તો બીજી તરફ મોતનો આંક પણ વધી રહ્યો છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.દુનિયાભરમાં અત્યારસુધીમાં 5.78 કરોડથી વધુ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 4.03 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 13.76 લાખ લોકોનાં મોત થયાં છે. હવે 1.64 કરોડ દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે, આ આંકડા www.worldometers.info/coronavirusના જણાવ્યા પ્રમાણે છે.

24 કલાકમાં અહીં 2 હજાર 15 લોકોનાં મોત

image source

હાલમાં અમેરિકામાં સ્થિતિ કેટલી હદે બગડી છે એનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે 24 કલાકમાં અહીં 2 હજાર 15 લોકોનાં મોત થયાં હતાં. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ સારા સમાચાર નથી. તેમનો દીકરો પણ પોઝિટિવ નોંધાયો છે. અમેરિકામાં સંક્રમિતોનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. આનાથી પણ વધુ હેરાન કરનારી વાત એ છે કે સંક્રમણથી મરનારની સંખ્યામાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. 24 કલાક દરમિયાન અહીં 2 હજાર 15 દર્દીનાં મોત થયાં છે. મે મહિના પછી એક દિવસમાં થયેલાં મોતનો આ સૌથી મોટો આંકડો છે. જેને લઈને આરોગ્ય વિભાગની ચિંતા વધી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

2 લાખ 60 હજારનાં મોત

image source

તો બીજી તરફ જોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે અમેરિકાના જ અમુક જાણકારોએ આશંકા વ્યક્ત કરી છે કે જો હાલ પણ સ્વતંત્રતાના નામે કડક પગલાં લેવાનું ટાળતા રહીશું તો હોસ્પિટલમાં જગ્યા પણ નહીં વધે. 24 કલાક દરમિયાન અમેરિકામાં સંક્રમિતો આંકડો 1 લાખ 87 હજાર વધી ગયો છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા એક કરોડ 22 લાખથી વધુ થઈ ચૂકી છે. 2 લાખ 60 હજાર સંક્રમિતોનાં મોત થઈ ચૂક્યાં છે.

અમેરિકામાં જાન્યુઆરીમાં પહેલો કેસ નોંધાયો હતો

image source

તમને જણાની દઈએ કે અમેરિકામાં જાન્યુઆરીમાં પહેલો કેસ નોંધાયો હતો. બે સપ્તાહમાં દરરોજ આ આંકડો સરેરાશ 1.5 લાખની ગતિએ વધી રહ્યો છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલાનિયા પછી દીકરો ટ્રમ્પ જુનિયર પણ પોઝિટિવ આવ્યો છે. ધ ગાર્ડિયને આ સમાચાર આપ્યા છે. ટ્રમ્પના સ્પોક્સમેને તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિના દીકરાએ આ સપ્તાહની શરૂઆતમાં ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પણ પોઝિટિવ નોંધાયો હતો. અમારા માટે આ ચિંતાનો વિષય છે. જોકે તેમાં કોઈ લક્ષણ જોવા મળ્યાં નથી. આ પહેલા ગત મહિને રાષ્ટ્રપતિ અને તેમનાં પત્ની સાથે જ સૌથી નાનો દીકરો પોઝિટિવ થયા હતા. ત્યારે ઈલેક્શન કેમ્પનનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો હતો. ટ્રમ્પ ત્રણ દિવસમાં રેલીઓ કરવા માંડ્યા હતા. અમેરિકામાં કોરોના સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને કાબુ કરવું લોઢાના ચણા ચાવ્યા બરાબર છે. કારણ લોકો હજુ જોઈ તેટલી ગંભીરતાથી વર્તી રહ્યા નથી.

જરૂરી ન હોય તો ઘરમાંથી બહાર નિકળવાનું ટાળો

image source

અમેરિકામાં વધતા કોરોનાના સંક્રમણને લઈને સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે સીડીસીએ દેશના નાગરિકોને અપીલમાં કહ્યું હતું કે તે થેક્સગિવિંગ ડે પર મુસાફરી કરવાનું ટાળે. સીડીસીના ડાયરેક્ટર ડોક્ટર હેનરી વેકે કહ્યું હતું કે આપણે જેટલી વધુ મુસાફરી કરીશું, મહામારીનું જોખમ એટલું જ ઝડપથી ફેલાતું જશે અને આ બધા માટે જોખમી છે. તેમ છતાં જો તમે યાત્રા કરવા જ માગો છો તો દરેક ગાઈડલાઈનનું પાલન કરવું પડશે જે અમે જાહેર કરી છે. અમે જાણીએ છીએ કે રજાઓ માણવી બધાને ગમે છે, પણ અમુક જોખમને નજરઅંદાજ ન કરી શકાય. માનવામાં આવી રહ્યું છે કે આજે મોડી રાતે સીડીસી અમુક નવી ગાઈડલાઈન્સ જાહેર કરી શકે છે.

ડબ્લ્યુએચઓએ આપી ચેતવણી

image source

કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ડબ્લ્યુએચઓએ અમેરિકા, બ્રાઝિલ અને ભારત સહિતના ઘણા દેશોને ચેતવણી આપી છે, ડબ્લ્યુએચઓએ જણાવ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા અને માસ્ક પહેરવા એ કોરોના રોગચાળાને રોકવા માટે અસરકારક રીતો છે અને તે બધાને ગંભીરતાથી લેવાની જરૂર છે. ડબ્લ્યુએચઓએ સાવચેતી નોંધમાં કહ્યું કે નજીકના ભવિષ્યમાં એવું લાગતું નથી કે બધું જ સામાન્ય થઈ જશે. ડબ્લ્યુએચઓ મુજબ જો મૂળભૂત બાબતોનું પાલન ન કરવામાં આવ્યું તો કોરોના ઘટશે નહિં પરંતુ વધશે અને પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version