આ દેશોમાં કોરોના વેક્સીનની સાઈડ ઈફેક્ટ પર મળશે વળતર, જાણો આ વિશે શું કહ્યું WHO એ….

WHO દ્વારા કોરોના વેક્સીનની ગંભીર સાઈડ ઈફેક્ટ પર વળતર આપવાની સહમતિ!

ભારતમાં વેક્સિનેશન શરુ થયું તો અન્ય દેશોને પણ વેક્સિનેશનની મદદ પહોંચાડી રહ્યું છે.વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ આશા વ્યક્ત કરી છે કે, વર્ષ 2021ના પ્રથમ ત્રણ મહિનામાં કોવિડ રોગચાળા સામે લડત માટે વૈશ્વિક ધોરણે કોવેક્સ રસી ઉપલબ્ધ થઈ જશે. જીનીવા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને આ મુજબ જણાવ્યું હતું.

image source

કોવિડ સામેની લડત માટેની રસીના સમાનતાના ધોરણે વિતરણ કરવા માટેના કોવેક્સ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં લગભગ 189 જેટલા દેશો જોડાયા છે. સુશ્રી સ્વામીનાથને જણાવ્યું હતું કે, કોવેક્સ રસીના આશરે બે અબજ ડોઝ આગામી વર્ષના અંત સુધીમાં મળી રહે તેવી નેમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ રાખી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એવી આશા રાખે છે કે, વર્ષ 2021ના પ્રથમ ત્રણ માસના અંત સુધીમાં કોવેક્સના અંદાજે પાંચ લાખ ડોઝ વિતરણ હેતુથી મળશે.. WHOએ 92 ગરીબ દેશના લોકોમાં કોરોના વેક્સીનની ગંભીર સાઈડ ઈફેક્ટ પર વળતર આપવાની સહમતિ આપી છે.

image source

ઉલ્લેખનીય છે કે covax ની મદદથી કોરોના વેક્સીન લેનારા અનેક દેશોમાં વેક્સીનની સાઈડ ઈફેક્ટને લઈને ચિંતા સામે આવી છે. આ સમયે WHOએ કહ્યું કે આ દુનિયા પર પહેલો અને એકમાત્ર વેક્સીનના નુકસાનથી જોડાયેલા વળતરનો પ્રોગ્રામ છે. વળતર મેકનિઝમ આંતરરાષ્ટિરય સ્તરે કામ કરશે. દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સંસ્થાએ એક નિવેદનમાં કહ્યું છે કે આ વળતર યોગ્ય લોકોને તરત અને પારદર્શી રીતે આપવામાં આવશે.

વળતરના દાવાને કઈ રીતે સંભાળી શકાય તે પણ ચિંતાનો વિષય

image source

નિવેદનમાં કહેવાયું છે કે કોઈ પણ દાવાના ફૂલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટમા વળતર આપવાથી કોવેક્સ કાર્યક્રમનો હેતુ કાયદાકીય અદાલતમાં સંભાવિત રીતે લાંબી અને મોંધી પ્રક્રિયા કરવાના કારણે દેશના સવાલ હતો કે કોઈ પણ ગંભીર કોરોના વેક્સીન સાઈડ ઇફેક્ટની સ્થિતિમાં વળતરના દાવાને કઈ રીતે સંભાળી શકાય. જે તેમના માટે ચિંતાનો વિષય હતો. જે દેશ પોતાની વેક્સીનની ખરીદવા માટે ફંડિંગ કરી રહ્યા છે તે પણ પોતાના દાયિત્વ કાર્યક્રમોની યોજના બનાવે છે.

છેલ્લા અનેક મહિનાઓથી ચાલી રહી હતી ચર્ચા

image source

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સહમતિ યોજના પર અનેક મહિનાથી ચાલી રહી હતી, કોવેક્સ એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ યોગ્ય અર્થવ્યવસ્થાઓ માટે 30 જૂન 2022 સુધી કોવેક્સ વિતરિત વેક્સીનના ગંભીર સાઈડ ઇફેક્ટને કવર કરવાને માટે ડિઝાઈન કરાયું છે. કોવેક્સ એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ 92 ગરીબ દેશના એક સમૂહ છે જેમાં ખાસ કરીને આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ સામેલ છે.

આ રીતે થશે ફંડિંગ

image source

કાર્યક્રમ કોવેક્સની મદદથી કોરોના વેક્સીનના દરેક ડોઝની સાથે એક અતિરિક્ત શુલ્કના રૂપમાં એએમસીના ડોનર ફંડિંહથી શરૂમાં ફંડ કરાશે. ડબલ્યૂએચઓએ કહ્યં કે અરજી 31 માર્ચ 2021થી http://www.covaxclaims.com પર એક પોર્ટલની મદદથી કરી શકાશે.

કોવેક્સનું નેતૃત્વ કરી રહેલી ગાવી વેક્સીન એલાયન્સના ચીફ એક્ઝિક્યુટિવે કહ્યું કે વળતરના ફંડને લઈને થયેલી સહમતિ કોવેક્સને વેગ આપશે અને તેનો હેતુ કોરોનાના વેક્સીનેશનને માટે સમાન વૈશ્વિક સ્તરે પહોંચવાનું અને તેને સુરક્ષિત કરવાનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!