“કોરોનાની વેક્સિન આવે તે પહેલાં આ દેશે તો એક સાથે ખરીદી લીધા 6 કરોડ ડોઝ “

કોરોનાની વેક્સિન આવે તે પહેલાં જ ખરીદી માટે થઈ રહી છે દોડાદોડી – આ દેશે તો એક સાથે ખરીદી લીધા 6 કરોડ ડોઝ

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની માહામારીએ લોકોના જીવનમાં ત્રાસ મચાવી દીધો છે. અને હાલ દુનિયાની લગભગ બધી જ મહત્તવની લેબોરેટરી કોરોના વયારસની વેક્સિનના સંશોધનમાં લાગી ગઈ છે જેમાંથી ઘણીને નિષ્ફળતા મળી છે તો વળી કેટલીકને સફળતા મળી છે પણ હાલ સંપૂર્ણ સફળતા મળી હોય તેવું ક્યાંય સ્પષ્ટ થયું નથી. પણ કેટલીક વેક્સિન તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અને યુ.એસએની એક વેક્સીન તો ડિસેમ્બરમાં માર્કેટમાં પણ આવી જશે.

image source

પણ હજુ તો વેક્સિન તેના ત્રીજા તબક્કામાંથી બહાર આવે તે પહેલાં જ ઘણા બધા દેશોએ કંપનીઓ સાથે તેને ખરીદવા માટેની ડીલ કરી લીધી છે. અને આવી જ એક ડીલ બ્રીટેનના ગ્લેસ્કો સ્મિત ક્લાઇન અને સનોફી પાસ્ચરે કરી છે. એક અહેવાલ પ્રમાણે તેમણે 6 કરોડ વેક્સિનની ડીલ કરી છે.

મળેલી માહિતી પ્રમણે બ્રિટિશ કારોબાર મંત્રી આલોક શર્માના કહેવા પ્રમાણે દેશના વૈજ્ઞાનિક અને સંશોધકો હાલ અત્યાર સુધીની સૌથી વધારે અસરકારક રસી ઝડપથી શોધવામાં વ્યસ્ત છે. અને તેના પરિણામ પણ હાલ સકારાત્મક મળી રહ્યા છે પણ ભવિષ્યમાં રસી મેળવવામાં સફળતા મળશે કે નહીં તે વિષે કહેવું શક્ય નથી માટે જ હાલ એ મહત્ત્વનું છે કે વેક્સિન વિકસાવી રહેલી જીએસકે અને સનોફી જેવી કંપનીઓ સાથે પહેલેથી જ ડીલ કરવામા આવે. જેથી કરીને વેક્સિન મેળવી શકાય અને લોકોના જીવ પણ બચાવી શકાય.

image source

રસીનો ત્રીજો તબક્કો એટલે કે તેનું ક્લિનિકલ પરિક્ષણ એટલે કે ટ્રાયલ સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરવામા આવશે. જો તે વખતે આ રસી માણસો માટે યોગ્ય પરિણામ આપી શકશે તો બ્રિટન પોતાના પ્રાથમિકતાના સમૂહનું વેક્સિનેશન કરવા સક્ષમ બની શકશે. અને આ પ્રાથમિકતામાં સૌથી પહેલું નામ સ્વાસ્થ્ય કર્મીઓ અને ત્યાર બાદ સામાજિક દેખરેખ રાખનારા કર્મચારીઓનો સમાવેશ થાય છે. અને આ વેક્સિનેશન 2021ના ઉનાળા સુધીમાં શરૂ કરવામા આવશે. જ્યારે તેનું હ્યુમન ટ્રાયલ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે અને ત્યાર બાદ તેનું ત્રીજુ ચરણ ડિસેમ્બર 2020 સુધીમાં શરૂ કરવામા આવશે.

સરકારની જાહેરાત પ્રમાણે તેમણે ચાર વિવિધ પ્રકારની વેક્સીન અને તેના 25 કરોડ ડોઝ પહેલાં જ બનાવી લીધા છે. અને આ મહિનાની શરૂઆતમાં બ્રિટિશ સરાકારે એવી પણ જાહેરાત કરી હતી કે તેમણે બાયોટેક અને વેલનેવાની સાથે પાર્ટનરશીપમાં કોરોનાની રસીના 9 કરોડ ડોઝની પણ વ્યવસ્થા કરી છે.

image source

યુ.એસ નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ વર્ષના અંતમાં કે 2021ની શરૂઆતમાં કોરોના વેક્સિન વાસ્તવિકતા બનશે.

યુનાઇટેડ સ્ટેટ્સ ઇનફેક્શીયસ ડિસીઝના ટોપ એક્સપર્ટ એન્થની ફાઉસીએ જણાવ્યું છે કે આ વર્ષના અંત સુધીમા અથવા તો 2021ની શરૂઆત સુધીમાં નોવેલ કોરોના વાયરસની વેક્સિન હકીકત બનશે. જો કે તેમને રશિયામાં તેમજ ચાઈનામાં ડેવલપ કરવામાં આવી રહેલી વેક્સિન પર શંકા છે જેમાંની એક તો આવતા બે અઠવાડિયામાં એપ્રુવ થવાનું આયોજન છે.

image source

તેમણે એવી પણ શંકા વ્યક્ત કરી છે કે ચાઈનીઝ તેમજ રશિયને પોતે જે કોરોના વાયરસની વેક્સિન શોધી છે તેને બીજા કોઈ પર પ્રયોગ કરતા પહેલાં તેને સંપૂર્ણ પણે ચકાસી લે. કારણ કે તૈયાર થયેલી વેક્સિનને તમે ટેસ્ટ કરતાં પહેલાં વહેંચવાની તૈયારી કરી લો તો તે સમસ્યા ઉભી કરી શકે છે.

image source

રશિયાના મોસ્કો ખાતેના ગેમાલેયા ઇન્સ્ટીટ્યૂટ દ્વારા જાહેરાત કરવામા આવી છે કે તેમની વેક્સિન 10મી ઓગસ્ટે એપ્રુવ થઈ જશે. અને સપ્ટેમ્બર મહિનામાં તો તે જાહેર જનતાના ઉપયોગ માટે માર્કેટમાં પણ આવી જશે. અને આ વેક્સિન હાલ હજુ બીજા જ સ્ટેજની ટ્રાયલ પર છે જે હજુ જુલાઈના બીજા જ અઠવાડિયામાં શરૂ કરવામા આવી હતી.

image source

અને રશિયા હજુ તો ત્રીજા તબક્કામાં આ વેક્સિન પહોંચે તે પહેલાં જ તેને એપ્રુવ કરવાનું આયોજન કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ત્રીજા તબક્કામાં વેક્સિનનું જે પરિક્ષણ કરવામા આવે છે તે હજારો લોકો પર કરવામા આવે છે અને તે ખરેખર ચેપને રોકે છે કે નહીં તેનું કન્ફર્મેશન મળે છે. જ્યારે પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલ્સમાં શોધવામાં આવેલી વેક્સિન માણસો માટે સુરક્ષિત છે કે નહીં, તે તમારી ઇમ્યુનિટિને રિસ્પોન્ડ કરે છે કે નહીં. બીજી બાજુ ચાઈનામાં એક વેક્સિનને તો એપ્રુવ કરવામાં પણ આવી ચુકી છે અને બીજા ફેઝની ટ્રાયલ બાદ તેનો મર્યાદિત ઉપયોગ પણ શરૂ કરવામા આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત