Ohhh…આ દેશે ભારતને પરત મોકલ્યા વેક્સિનના 10 લાખ ડોઝ, જાણો એવું તે શું થયું કે વેક્સિન પાછી આપી

કોરોના સામે અસરકારક રસી બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાને તેણે આપેલી રસી પરત લેવાનો વારો આવે તેમ છે. આમ થવાનું કારણ પણ કોરોના વાયરસ જ છે. કોરોના વાયરસના નવા સ્વરૂપના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર દક્ષિણ આફ્રિકાએ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાને કોવિડ-19ની વેક્સિનના 10 લાખ ડોઝ પરત લેવા કહ્યું છે. જણાવી દઈએ કે આ રસીના ડોઝ સીરમ દ્વારા ફેબ્રુઆરી માસમાં જ મોકલવામાં આવ્યા છે. તેવામાં એક સપ્તાહ પહેલા જ આફ્રિકાએ કહ્યું હતું કે, એસ્ટ્રાઝેનેકા રસીને તેના વેક્સિનેશન પ્રોગ્રામમાં ઉપયોગમાં હાલમાં લેવાશે નહીં.

image source

સીરમ સંસ્થા એસ્ટ્રાઝેનેકાનું સૌથી મોટી સપ્લાયર છે. ભારતે ગત સપ્તાહે 10 લાખ ડોઝ દક્ષિણ આફ્રિકાને મોકલ્યા હતા અને આગામી કેટલાક સપ્તાહ દરમિયાન વધુ 5 લાખ ડોઝ મોકલવાના હતા. પરંતુ હવે તે અટકાવી દેવામાં આવ્યા છે.

આ અંગે દક્ષિણ આફ્રિકા સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યાનુસાર, સરકાર એસ્ટ્રાઝેનેકાની કોરોના વાયરસની વેક્સિનના ડોઝ વેચી શકે છે. આમ કરવાનું કારણ એ છે કે એક ક્લિનિકલ ટ્રાયલમાં સામે આવ્યું હતું કે, કોરોના વાયરસના નવા સ્ટ્રેન પર તે ઓછી અસરકારક રસી છે.

image source

ત્યારબાદ વેક્સિનેશન પ્રોગ્રામમાં તેના ઉપયોગને રોકી દેવામાં આવ્યો હતો. આફ્રિકાની વિટવોટસેન્ડ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના અભ્યામાં મળેલા ડેટાના આધાર પર એસ્ટ્રાઝેનેકાએ કહ્યું હતું કે તેની રસી આ નવા સ્ટ્રેન વિરુદ્ધ પુરતી સુરક્ષા આપતી નથી.

image source

કંપનીએ કહ્યું હતું કે, હવે નવા વાયરસ માટે વેક્સિનને તૈયાર કરવામાં આવશે અને જલદી જ તૈયાર કરવામાં આવશે. મહામારીના આટલા મહિનામાં કોરોના વાયરસ હજારો વખત મ્યૂટેડ થયો છે પરંતુ વૈજ્ઞાનિકોને ત્રણ સ્ટ્રેનને લઈને ચિંતા છે જે પહેલાથી વધુ સંક્રામક અને ઘાતક છે.

image source

તેમાં બ્રિટનના કેન્ટ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલનો સ્ટ્રેનનો સમાવેશ થાય છે. તેમાંથી દક્ષિણ આફ્રિકી સ્ટ્રેન વેક્સિનની વિરોધ પ્રતિરોધક જોવા મળી રહ્યો છે અને દુનિયાના ભારત સહિત ઘણા ભાગમાં પહોંચી ગયો છે.

image source

આ રસી અગે જોનસન એન્ડ જોનસન અને નોવાવૈક્સે પણ જણાવ્યું હતું કે, તેની વેક્સિન નવા સ્ટ્રેન વિરુદ્ધ અસરકારક નથી. તેવામાં મોર્ડના કંપની નવા સ્ટ્રેન માટે બૂસ્ટર શોટ તૈયાર કરી રહી છે, જ્યારે ફાઈઝર-બાયોટેકની વેક્સિન પણ તેના પર ઓછી અસરકારક છે. બ્રિટનને ઓક્સફોર્ડની વેક્સિનના 10 કરોડ ડોઝ ખરીદ્યા છે અને લાખો લોકોને વેક્સિનેટ કરવામાં આવી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!