આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સને કરાવી લો લિંક, મળશે આ ફાયદો

આજના સમયમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. દેશના દરેક નાગરિક માટે તે જરૂરી છે. આધાર કાર્ડ વિના તમે કોઈ સરકારી કે પ્રાઈવેટ કામ કરી શકશો નહીં. આ સાથે તમારે બેંક એકાઉન્ટ ખોલવું હોય કે શાળા કે યુનિ. માં એડમિશન લેવું હોય, લેન, રાશનની દુકાન જેવા અનેક કામમાં તે જરૂરી બન્યું છે. અનેક સરકારી યોજનાનો લાભ લેવા માટે પણ આધાર કાર્ડ નંબર હોવો જરૂરી છે. તમે આધારને પાન કાર્ડ સાથે લિંક કરી લો તે જરૂરી છે. તેના માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. આ રીતે આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સની સાથે લિંક કરવાનું પણ જરૂરી બન્યું છે. તો જાણો શું મળશે તેના ફાયદા.

આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સની સાથે લિંક કરવાના ફાયદા

image soucre

આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સની સાથે લિંક કરાવવાથી ડુપ્લીકેસીનો ડર ખતમ થઈ જાય છે.

image soucre

આ સિવાય નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બની શકશે નહીં. આ સાથે કોઈ ઘટનામાં કે ઈમરજન્સીમાં ઓળખ કરવાનું મુશ્કેલ રહેશે નહીં. લાયસન્સના આધાર કાર્ડની સાથે લિંક થવાથી લોકોને દંડ ભરવામાંથી રાહત મળશે નહીં. આ પહેલા લોકો દંડ જમા કરાવતા ન હતા અને અન્ય લાયસન્સ બનાવડાવી લેતા. પરંતુ આધાર સાથે લિંક હોવાથી આવું શક્ય બનશે નહીં.

આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સને લિંક કરવાની આ છે પ્રોસેસ

image soucre

આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સની સાથે લિંક કરવા માટે વેબસાઈટ sarathi.parivahan.gov પર જવાનું રહેશે. અહીં જે જગ્યાનું લાયસન્સ છે તેને પસંદ કરોય એક નવી ટેબ ઓપન થશે. નવી વિન્ડોના ડાબી બાજુ અને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી ઓન ડ્રાઈવિંગ લાયસન્સ પર ક્લિક કરવાનું છે.

image soucre

એક અન્ય વિંડો ઓપન થશે. જેમાં ફરી રાજ્યની પસંદગી કરીને કન્ટીન્યૂ પર ક્લિક કરવાનું રહેશે. આધાર કાર્ડ સાથે જોડાયેલી જાણકારી નોંધીને પ્રોસિડ પર ક્લિક કરવાનું છે. ફરી ડ્રાઇવિંગ લાયસન્સની જાણકારી જોવા મળશે. નીચે આધાર નંબર અને મોબાઈલ નંબર નોંધવાનો રહેશે. રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી આવે તેને સબમિટ કરો. આ પછી ડ્રાઈવિંગ લાયસન્સ અપડેટ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!