Site icon News Gujarat

ઓફિસના ધક્કા ખાધા વગર આ રીતે Aadhar Card કરો ડાઉનલોડ, જાણી લો સરળ સ્ટેપ્સ તમે પણ

આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વના દસ્તાવેજો પૈકી એક ગણાય છે. તમારે બેંકમાં તમારા નામનું અકાઉન્ટ ખોલાવવું હોય કે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવડાવવું હોય આધાર કાર્ડ તેના માટે આવશ્યક અને ફરજીયાત ડોક્યુમેન્ટ છે. એટલું જ નહીં પણ હવે તો અમુક સ્કૂલો અને કોલેજોમાં પણ આધાર કાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. સરળ ભાષાના વાત કરીએ તો બાળકથી લઈને વૃદ્ધો સુધી લગભગ બધાના જીવનમાં આધાર કાર્ડ એક જરૂરી ભાગ બની ગયુ છે. જે લોકો પાસે પોતાનું આધાર કાર્ડ છે તેઓ પોતાના આધાર કાર્ડની સાચવણી અને જાળવણી ઓન રાખે છે જેથી જરૂરતના સમયે તેનો ઉપયોગ કરી શકાય. પરંતુ તેમ છતાં ઘણા લોકોના આધાર કાર્ડ અનાયાસે કે અકસ્માતે ખોવાઈ જાય છે કે જર્જરિત થઈ નાશ થઈ જાય છે. જો તમારું આધાર કાર્ડ પણ ખોવાઈ ગયું હોય તો કે પછી તેને અપડેટ કર્યા બાદની કોપીની જરૂર ઉભી થઇ હોય તો તમે તમારા આધાર કાર્ડની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકો છો. આધાર કાર્ડ કઈ રીતે ઓનલાઇન ડાઉનલોડ કરવું તેના વિશેની માહિતી અત્રે પ્રસ્તુત છે.

image socure

આધાર કાર્ડની ડિજિટલ કોપી ડાઉનલોડ કરવા માટે તમારે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઈટ https://eaadhaar.uidai.gov.in પર જવાનું રહેશે. અહીં એ ખાસ ઉલ્લેખનીય છે કે આ વેબસાઈટ જેવી જ અને તેના જીવી ડિઝાઇન અને લે આઉટ ધરાવતી વેબસાઈટો પણ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે જેના પર ક્લિક ન કરવું. કોઈપણ ઈન્ટરનેટ ફ્રોડ થી બચવા માટે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઈટની જ વિઝીટ લેવી.

image socure

જ્યારે તમે ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરશો તો ત્યાં તમને આધાર નંબર, એનરોલમેન્ટ નંબર અને વર્ચ્યુઅલ આઈડી એમ ત્રણ વિકલ્પો મળશે. તમે આ વિકલ્પો પૈકી કોઈ એક પસંદ કરી નંબર નાખી આગળ વધી શકશો.

ત્યારબાદ એક કેપ્ચા દેખાશે જેને તમે યોગ્ય દર્શાવેલ સ્થાને લખવાનો રહેશે.

image soucre

ત્યારબાદ Send OTP પર ક્લિક કરો. આમ કરવાથી તમારા આધાર સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.

જ્યારે તે OTP ને યોગ્ય સ્થાને લખશો એટલે તમને ત્યાં અમુક વિકલ્પ જોવા મળશે જેને વેરીફાઈ કર્યા બાદ તમને આધાર કાર્ડ ડાઉનલોડનું વિકલ્પ મળશે. જ્યારે તમે તેના પર ક્લિક કરશો એટલે તરત જ આધાર કાર્ડની ઓનલાઇન ડિજિટલ કોપી ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થયેલી કોપી પાસવર્ડથી પ્રોટેકટેડ હોય છે એટલા માટે તમને વેબસાઈટ પર જ જણાવવામાં આવસજે કે તમારો એ પાસવર્ડ કયા પ્રકારનો હશે.

image soucre

અસલમાં આધાર કાર્ડ ખોલવા માટે તમારો પાસવર્ડ આધાર કાર્ડમાં નોંધાયેલ અંગ્રેજી નામના ચાર શબ્દ અને તમારી જન્મ તારીખનું વર્ષ હોય છે. ઉદાહરણ તરીકે તમને સમજણ આપીએ તો આધાર કાર્ડમાં તમારું નામ ABCDEFG છે અને તમારી જન્મતારીખ 10-11-2004 છે તો તમારો પાસવર્ડ ABCD2004 હોય. આ જ રીતે તમે પણ તમારા અંગ્રેજી નામ અને જન્મના વર્ષને ગોઠવી તમારું ડાઉનલોડ થયેલું ડિજિટલ આધાર કાર્ડ ઓપન કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version