Site icon News Gujarat

જો તમારું આધાર કાર્ડ ખોવાઇ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, નવા સમાચાર સાંભળીને મોજમાં આવી જશો

હાલમા આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે જો તમારી પાસેથી કોઇ રીતે તમારું આધાર કાર્ડ ગુમ થઈ જાય છે એટલે કે ખોવાઇ જાય છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે ડોક્યુમેન્ટ ઓનલાઇન ડાઉનલોડ કરવા સરળ બની ગયા છે. મળતી માહિતી મુજબ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તાજેતરમા જ એક લિંક શેર કરી છે. આ લિંક પર ક્લિક કરવાથી તમે ઓળખ કાર્ડ એટલે કે આધાર ગમે ત્યાં ડાઉનલોડ કરી શકો છો.

UIDAI એ ટ્વિટ કરીને આપી માહિતી:

UIDAIએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. અત્યારના સમયમા આધાર કાર્ડ એ એક આવશ્યક ડોક્યુમેન્ટ બની ગયુ છે. કોઈ પણ સરકારી કામ હોય કે પછી ખાનગી કામ બધી જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. આ વિશે UIDAIએ કહ્યું કે તમે https://eaadhaar.uidai.gov.in પર જઈને કોઈ પણ સમયે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

image socure

કેવી રીતે ડાઉનલોડ કરવું આધાર કાર્ડ:

image soucre

આ સિવાય હાલમા જ UIDAIએ નવજાત બાળકોના કાર્ડ બનાવવાની પણ શરૂઆત કરી છે જેના માટે માતા-પિતાએ પોતાના નવજાત શિશુના હૉસ્પિટલનું ડિસ્ચાર્જ સર્ટીફિકેટ અને માતા પિતામાંથી કોઈ પણ એકનુ આધાર કાર્ડ જમા કરાવીનુ રહેશે. આ સાથે કહેવામા આવ્યુ છે કે જો બાળકની ઉંમર 5 વર્ષની થઈ હોય અને તમે બાળકનું બાયોમેટ્રીક અપડેટ નહિ કરાવ્યું હોય તો આધાર કાર્ડ આપમેળે જ ઈનએક્ટિવ થઈ શકે છે. આ માટે તમારે નજીકના આધાર સેન્ટપ પર જવાનું રહેશે.

image socure

UIDAIના નિયમ મુજબ 5 વર્ષના બાળકનું બાયોમેટ્રીક અપડેટ કરાવ્યા બાદ તમારે ફરીથી જ્યારે બાળક 15 વર્ષનું થાય છે ત્યારે ફરીથી બાયોમેટ્રીક અપડેટ કરાવવાનું રહેશે. મળતી માહિતી મુજબ બાયોમેટ્રીક બાળકો માટે જરૂરી છે અને તેનુ અપડેટ સાવ મફત રાખવામા આવ્યુ છે. આ બાબતે જો તમને કઇ ગુચવણ હોય તો તમે 1947 પર કોલ કરી માહિતી મેળવી શકો છો.

Exit mobile version