આધાર કાર્ડના માધ્યમથી થઈ શકે છે મોટી આવક, ધંધો રોજગાર ગુમાવી બેઠેલા લોકો માટે ખાસ છે માહિતી, આમ થશે કમાણી

કોરોનાકાળમાં ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી અને અસંખ્ય લોકોના રોજગાર આવક બંધ થઈ ગયા, જો કે એવા ઘણા બિઝનેસ આઈડિયા છે કે જેમાં ઓછામાં ઓછા રોકાણ દ્વારા નવો ધંધો કરી શકાય છે અને એક સારી આવક મેળવી શકાય છે, આમ જો તમે તમારી આવકનો સ્ત્રોત ગુમાવી દીધો છે અથવા જો તમે તમારી હાલના આવક ધોરણથી સંતુષ્ટ નથી અને વધારાની આવક મેળવવા માગો છો, તો આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે કોઈ પણ નાણાંનું રોકાણ કર્યા વગર મોટી કમાણી કરી શકો છો. હા આ વ્યવસાય આધાર કાર્ડ સંબંધિત છે. હવે તમે જાણતા હશો કે આજના સમયમાં આધાર કાર્ડ કેટલું મહત્વનું છે. આજના સમયમાં સરકારી કામથી લઈને ખાનગી સુધી દરેક જગ્યાએ તેની જરૂર છે.

image soucre

હાલના સમયમાં દરેક પ્રકારની સરકારી યોજનામાં આધાર કાર્ડની ખૂબ જરુર પડે છે, સાથે જ તેમાં રહેલી ભૂલોના કારણે ઘણી વાર આવા લાભ મેળવવમાં પરેશાની આવી શકે છે, માટે લોકોને સતત આધાર કાર્ડને અપડેટ કરાવતા રહેવાની જરુર પણ પડતી રહેવાની છે, આવી સ્થિતિમાં આપણે આધારકાર્ડ ખૂબ જ કાળજીપૂર્વક રાખવું પડશે. ઉપરાંત, જો તેમાં કોઈ ભૂલ હોય તો તેને સુધારવા માટે તમે કોમન સર્વિસ સેન્ટર અથવા UIDAI ની ફ્રેન્ચાઈઝી પર જઈ જવું પડશે, આવી સ્થિતિમાં આ એક સારા સ્કોપ વાળો બિઝનેસ બની શકે છે, તેમાંથી સારી આવક પણ મેળવી શકાય છે,તો આવો જાણીએ કેવી રીતે આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી માટે એપ્લાય કરી શકાય છે.

સોથી પહેલા શું કરવું?

image soucre

જો તમે આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝ મેળવવા માંગો છો (આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી કેવી રીતે મેળવવી?) તો સૌથી પહેલા તમારે UIDAI દ્વારા લેવાયેલી પરીક્ષા પાસ કરવી પડશે. આ પછી સર્વિસ સેન્ટર ખોલવા માટે લાયસન્સ આપવામાં આવે છે. એકવાર તમે પરીક્ષા પાસ કરી લો, પછી તમારે આધાર નોંધણી નંબર અને બાયોમેટ્રિક ચકાસણી કરવી પડશે. આ પછી, કોમન સર્વિસ સેન્ટરમાંથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

કેવી રીતે અરજી કરવી તે જાણો?

image socure

– આધાર ફ્રેન્ચાઇઝી લાઇસન્સ લેવા માટે, તમારે NSEIT ની સત્તાવાર વેબસાઇટ https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action ની મુલાકાત લેવી પડશે.
અહીં તમને ક્રિએટ ન્યૂઝ યુઝરનો વિકલ્પ મળશે.જેમાં ક્લિક કર્યા બાદ નવી ફાઈલ ખુલશે.

– આમાં તમને શેર કોડ દાખલ કરવાનું કહેવામાં આવશે. શેર કોડ માટે, તમારે https://resident.uidai.gov.in/offline-kyc પર જઈને ઓફલાઈન ઈ-આધાર ડાઉનલોડ કરવું પડશે.

ડાઉનલોડ કર્યા પછી, તમને XML ફાઇલ અને શેર કોડ બંને ડાઉનલોડ થશે.

એપ્લાય કરતી વખતે, તમારી સ્ક્રીનમાં એક ફોર્મ ખુલશે. તેમાં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરી તેને સબમિટ કરી દો. જેનાથી પ્રક્રિયા આગળ વધશે.

image soucre

– તમારા ફોન અને ઈ-મેલ આઈડી પર યુઝર આઈડી અને પાસવર્ડ આવશે. હવે તમે આ આઈડી અને પાસવર્ડ દ્વારા આધાર ટેસ્ટિંગ અને સર્ટિફિકેશનના પોર્ટલ પર સરળતાથી લોગીન કરી શકો છો. આ પછી, Continue નો વિકલ્પ તમારી સામે આવશે, તેના પર ક્લિક કરો.

– આગળના સ્ટેપમાં, તમારી સામે એક ફોર્મ ખુલશે. માંગેલી તમામ માહિતી ભરો. તે પછી તમારો ફોટો અને ડિજિટલ સહી અપલોડ કરો. આ પછી, ફરીથી તપાસો કે તમે બધી માહિતી યોગ્ય રીતે ભરી છે કે નહીં, પછી તમે ફોર્મ સબમિટ કરવા માટે આગળ વધો પર ક્લિક કરીને આગળ વધી શકો છો.

છેલ્લે તમારે અહીં પેમેન્ટ કરવું પડશે

image soucre

ઉપરોક્ત તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારે પેમેન્ટ કરવી પડશે. આ માટે, તમારે વેબસાઇટના મેનૂમાં જવું પડશે અને પેમેન્ટના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. જેમાં ચુકવણી કર્યા પછી, તમે રિસિપ્ટ જનરેટ કરવા માટે ત્યાં જ એક ક્લિક કરો. આનાથી રિસીપ્ટ તો જનરેટ થશે જ પણ તેને ડાઉનલોડ પણ કરી શકાય છે.

સેન્ટર બુકિંગ પ્રક્રિયા

image socure

આ બધી વિગતો ભર્યા બાદ હવે સેન્ટર બુકિંગ માટેની પ્રોસેસ કરવી પડશે, બધી માહિતી યોગ્ય રીતે ભર્યા પછી, તમારે 1 થી 2 દિવસ રાહ જોવી પડશે. જ્યારે તમે ફરીથી લોગ ઇન કરો છો, ત્યારે તમે બુક સેન્ટર પર ક્લિક કરીને તમારા નજીકના કેન્દ્રને પસંદ કરી શકો છો. તે પછી તમને તેની સાથે સંબંધિત ટેસ્ટ લેવામાં આવશે. આ પછી તમારે તારીખ અને સમય સ્પષ્ટ કરવો પડશે જ્યારે તમે પરીક્ષા આપવા માટે ઉપલબ્ધ થશો. પછી તમને થોડા સમય પછી એડમિટ કાર્ડ મળી જશે, જેને તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ લઇ શકો છો. આમ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કર્યા બાદ આધાર કાર્ડને લઈને ફ્રેન્ચાઈઝી માટે તમે અથવા કોઈ પણ તેની પ્રોસેસ કરી શકે છે.