આધાર કાર્ડ નથી અને વેક્સિન લેવી છે? તો આ સમાચાર છે ખાસ તમારા માટે

UIDAI કહ્યું છે કે હવે કોઈ વ્યક્તિ પાસે આધાર કાર્ડ નહીં હોય તો પણ તેને જરૂરી સુવિધાઓ આપવામાં આવશે. કોઈ વ્યક્તિને આધાર કાર્ડ નહીં હોવાના કારણે પરેશાન થવું પડશે નહીં.

ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણે આધાર કાર્ડને લઈને મોટું નિવેદન આપ્યું છે. UIDAIએ કોરોના વેક્સીનેશનને માટે આધાર કાર્ડને જરૂર ગણાવ્યું નથી. UIDAIએ કહ્યું કે આધાર ન હોવાથી વેક્સીનેશન વિના રહેવું પડશે નહીં. આ સિવાય નિવેદનમાં કહેવાયું છે કે કોઈ દર્દીને દવા, હોસ્પિટલમાં એડમિટ કરવાથી કે સારવાર કરવાની ના પાડી શકાશે નહીં. કેમકે તેમની પાસે આધાર કાર્ડ નથી.

image source

જાણો શું કહ્યું UIDAIએ

UIDAI કહ્યું કે આધાર કાર્ડ માટે એક્સેપ્શન હૈડલિંગ મેકેનિઝમ સ્થાપિત કરાયું છે. તેના 12 અંકના બાયોમેટ્રિક આઈડી વિના સુવિધા અને સર્વિસની ડિલિવરી નક્કી કરવા માટે તેનું પાલન કરાશે.

જરૂરી સુવિધા માટે ના પાડી શકાશે નહીં

UIDAIએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિને તમે જરૂરી સામાન ફક્ત એટલા માટે નથી આપી રહ્યા કે તેની પાસે આધાર કાર્ડ નથી તો તેને માટે આધાર એક કારણ બનવું જોઈએ નહીં. આધાર વિના પણ જરૂરી કામ અને સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. નવા આદેશમાં કહેવાયું છે કે વેક્સીન, મેડિસિન અને હોસ્પિટલના કામમાં આધારનો ઉપયોગ જરૂરી રહેશે નહીં. તેના વિના પણ સુવિધા આપવામાં આવશે.

image source

શા માટે જરૂરી છે આધાર કાર્ડ

યૂઆઈડીએઆઈએ કહ્યું કે આધાર ફક્ત સાર્વજનિક સેવામાં પોતાની ટ્રાન્સપરન્સી માટે જરૂરી છે. સાથે 24 ઓક્ટોબર 2017માં જાહેર કરાયેલા સર્ક્યુલરમાં કહેવાયું છે કે આધારના નિયમના કારણે જરૂરી સેવાઓ બાધિત થવી જોઈએ નહીં. તેઓએ કહ્યું કે હવે આધાર વિના પણ વેક્સીનેશન કરાવી શકાશે અને સાથે જ અન્ય તમામ સુવિધાઓ પણ મળી શકશે. કોઈ આ કામ માટે ના પાડશે તો ફરિયાદના આધારે તેની પર કાર્યવાહી કરાશે.

image source

દેશમાં કોરોના મહામારીને લઈને UIDAIએ કહ્યું કે કોઈની પાસે આધાર કાર્ડ નથી તો કોઈ કારણે આધાર ઓનલાઈન વેરિફિકેશન સફળ થઈ શકતું નથી તો સંબંધિત વિભાગ કે એજન્સીને 2016માં નક્કી માનદંડોના અનુસાર સેવા આપવામાં આવશે.

તો હવે તમે પણ આધાર કાર્ડ વિના વેક્સીનેશન સેન્ટર પહોંચી ગયા છો તો તમે ચિંતા ન કરશો. તમે સરળતાથી વેક્સીન લગાવડાવી શકો છો. આ સિવાય જો તમે કોરોના સંબંધિત કોઈ પણ સુવિધા મેળવવા ઈચ્છો છો તો તમે તેને સરળતાથી મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!