Site icon News Gujarat

આધુનિક સમયની જીવનશૈલી, બદલાતા સામાજિક સંબંધો અને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના અન્વયે એક રસપ્રદ લેખ

આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે જેના અન્વયે એક ખાસ લેખ આપના માટે છે. જેમાં હાલની પરિસ્થિતિ અનુસાર સોશિયલ મીડિયા નેટવર્કસ અને આપણી આસપાસની દુનિયાના સામાજિક સંબંધોના માળખા અને તેની હાલત વિશે વાત કરવામાં આવી છે. કેમ કે સૌથી વધુ ક્યાંકને ક્યાંક આ મેન્ટલ હેલ્થ સાથે પણ જોડાયેલું છે. આ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના એક સર્વે અને તેના તારણો પર આધારિત છે.

image source

ઇન્ટરનેટના ઉપયોગના સામાજિક પરિણામો ઘણીવાર સોશિયલ નેટવર્કિંગ સાથે જોડાયેલા હોય છે અને મોટાભાગે સામાજિક ક્ષેત્રમાં વ્યક્તિગત નેટવર્ક સાથે સંબંધિત હોય છે. ઉદાહરણ તરીકે, હાલના સામાજિક સંબંધો અથવા સંબંધો પર સોશિયલ મીડિયાના ઉપયોગના પ્રભાવ પર અભ્યાસ છે, જે દર્શાવે છે કે આ ઈન્ટરનેટ પ્રવૃત્તિ વ્યક્તિગતકરણ પ્રક્રિયાને વધારે છે (દા.ત. વાયન્સ અને વેન ઈન્જેન 2017) અથવા હાલના સામાજિક સંબંધોને નબળા બનાવે છે (દા.ત. બાર્ગ અને મેકેન્ના 2004). અન્ય અભ્યાસો સૂચવે છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ સામાજિક પ્રવૃત્તિઓની ઉપેક્ષા તરફ દોરી જાય છે, વાસ્તવિક જીવનના સંબંધોનું બલિદાન, એકલતા અને અન્ય આવા નકારાત્મક પરિણામો (કુસ 2013; સ્પડા 2014). રોજિંદા જીવનની પરિસ્થિતિઓમાં પણ નકારાત્મક પરિણામો આવે છે, દા.ત. ફેમિલી ડિનર ટેબલ પર મોબાઇલ ફોન પર કોઇ વ્યસ્ત હોય ત્યારે હેરાનગતિ થાય છે. આવા પરિણામોને નકારાત્મક તરીકે જોવામાં આવે છે, આમ હાલના સમયમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ઘણા નકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.

આ વાતને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગમાં એક સર્વે પણ કરવામાં આવ્યું. જેમાં જોવામાં આવ્યું કે આજકાલ સોશિયલ ગેજેટ્સ તથા ટેકનોલોજીના કારણે લોકોનો સામાજિક આધાર ઘટ્યો છે. ફોન અને ઇન્ટરનેટે લોકોની આખી જીવનશૈલી બદલી નાખી છે. જે સારા કામ અથવા વિકાસના લીધે આધુનિક ટેકનોલોજીનો વિકાસ થયો તેને કારણે તિરાડો પણ સર્જાવા લાગી છે. જીવન જીવવાની રીતમાં પરિવર્તન આવ્યું છે. ઘરકામ સિવાયના જે અન્ય કામ કે જેના દ્વારા સામાજિક સંપર્કો અને સામાજિક આધાર વધતો તે બધા જ કામ ક્યાંક છુટી ગયા. ઈલેક્ટ્રીક ગેજેટ્સને કારણે નવી નવી પ્રવૃતિઓ બંધ થઇ અને સતત મોબાઈલમાં કામ વધ્યા

image soucre

કોરોના કાળમાં લોકોનો ડિજિટલ ટાઈમ સ્પેસ ઘણો વધી ગયો, ખાસ કરીને લોકો જ્યારે ઘરોની અંદર પૂરાઈ ગયા અને ઓનલાઈન એજ્યુકેશન શરુ થઈ ગયું, ત્યારે લોકોને જીવન જીવવાનું અને સમય પસાર કરવાનું એકમાત્ર સાધન મોબાઈલ હતું, બહારના દોસ્તો સાથે સંબંધોનું સામાજિક માળખું અને જોડાણ તૂટી ગયું તો તેની જગ્યા સોશિયલ મીડિયાના સંબંધોએ લઈ લીધી, પોતાની આસપાસમાં કે આજુબાજુમાં શું થઈ રહ્યું છે તેના માટે પણ સોશિયલ મીડિયા જ સહારો હતુ્ં, આમ પહેલા તે એક સાધનનની જેમ તમારી જિંદગીમાં પ્રવેશ્યું અને પછી તે એક વળગણ બની જાય એ હદે લોકોના મન મસ્તિષ્ક પર છવાઈ ગયું. આમ મોબાઈલ એ હવે જાણે કે કોરોના સમયમાં દુનિયા સાથે સંપર્કનું એકમાત્ર સાધન અને માધ્યમ હોય એ રીતે લોકોના મનમાં ભ્રાંતિ થઈ ગઈ અને તેને દૂર કરીને અસલિયત દેખાડી શકે એવા કોઈ પણ પરિબળની આ સમયમાં ગેરહાજરી હતી જેના લીધે આ વળગણ સામાજિક સંબંધો માટે એક મીઠા ઝેર સમાન બની ગયું. જેની યુવાનોને લત લાગી ગઈ. આના ઘણા નેગેટિવ પરિણામો આવ્યા.

સોશિયલ મીડિયામાં જીવનનો કિંમતી સમય અને સબધો બગડી રહ્યા છે. ઘરના સદસ્યો વચ્ચેનો સંવાદ જાણે સમાપ્ત થઈ ગયો. એકબીજાની પાસે હોવા છતાં એકબીજાથી દુર કરી નાખ્યા. ખાસ માતા પિતાની મોબાઈલની લત બાળકોને લાગી છે. બાળક જમે નહી તો મોબાઈલ પકડાવી દેવાની રીતે બાળકોને પણ મોબાઈલના વ્યસની બનાવ્યા. ગેઈમ, વિડીયોના રવાડે ચડી ગયેલ બાળક ક્યારે ભણવામાંથી રસ ગુમાવી દે છે એનો ખ્યાલ પણ નથી રહેતો.

image source

આ બધી બાબતોએ પતી પત્નીના સબધો પણ બગડ્યા છે. એકબીજા પર શંકા વધી અને સબધો તુટવા સુધી પહોચી ગયા છે. વિશ્વાસનો અભાવ વર્તાય છે. મધુર સબધો હવે મધુર રહ્યા નથી અને ખાસ સામાજિક આધાર ઘટ્યો છે. આ બાબતે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ ૭૨૦ લોકો પર સર્વે કર્યો જેના તારણો નીચે મુજબ છે.

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના કારણે તમને એવું લાગી રહ્યું છે કે તમારી સાથે શું બને છે તેની કોઈ કાળજી લેતું નથી? આ પ્રશ્નના જવાબમાં 70% એ હા અને ૩૦% એ ના કહ્યું

image source

ઈલેક્ટ્રીક ગેજેટ્સ વિશેના મંતવ્યો જણાવતા એક બહેને કહ્યું કે મોબાઈલના કારણે મારા પતિ મારાથી દુર જતા હોય એવું લાગે છે. સતત મોબાઈલમાં વ્યસ્ત હોય જેથી અમારા શારીરિક સબધો ઉપર પણ અસર થઇ છે, મારું બાળક સતત ટેબલેટ પર વ્યસ્ત રહે છે જેના કારણે એને આંખના નંબર પણ આવી ગયા છે, હું વૃદ્ધ છુ મારા બાળકો સતત મોબાઈલમાં હોય મને ઘરમાં પણ એકલતાનો ભાસ થાય છે, લોકોને એવું છે કે મોબાઈલથી વધુ મિત્રો બન્યા પણ અંગત મિત્રોને ગુમાવી દીધા, મારા બાળકને સોશિયલ સાઈટસ માં બહુ બધા મિત્રો છે પણ એનું અંગત કહી શકાય તેવું કોઈ નથી, આ ગેજેટ્સ ના કારણે લોકો ઘરમાં જ એકબીજાથી જ દુર જતા રહ્યા. મારી પત્ની નોકરી કરે છે. ઘરે આવ્યા પછી પણ તેના ફોન સતત ચાલુ હોય એટલે અંતર વધતું જાય છે.

સોશિયલ મીડિયાના વળગણના અન્ય નેગેટિવ પાસા

જ્યારે ટેકનોલોજીના કેટલાક સ્વરૂપોએ વિશ્વમાં સકારાત્મક ફેરફારો કર્યા હશે, ત્યાં ટેકનોલોજીની નકારાત્મક અસરો અને તેના વધુ પડતા ઉપયોગના પુરાવા પણ છે. સોશિયલ મીડિયા અને મોબાઇલ ઉપકરણો માનસિક અને શારીરિક સમસ્યાઓ તરફ દોરી શકે છે, જેમ કે આય સ્ટ્રેઈન અને મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવે છે. તેઓ વધુ ગંભીર આરોગ્ય પરિસ્થિતિઓને નોતરી શકે છે., જેમ કે ડિપ્રેશન ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ વિકાસશીલ બાળકો અને કિશોરો પર વધુ નોંધપાત્ર અસર કરી શકે છે.

માનસિક અસરો

વધુ પડતો ઉપયોગ અથવા ટેકનોલોજી પર નિર્ભરતા પ્રતિકૂળ મનોવૈજ્ઞાનિક અસરો ધરાવી શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

આઇસોલેશન

સોશિયલ મીડિયા જેવી ટેક્નોલોજીઓ લોકોને એકસાથે લાવવા માટે રચાયેલ છે, તેમ છતાં કેટલાક કિસ્સામાં તેમની વિપરીત અસર પડી શકે છે. 19-32 વર્ષની વયના યુવાન પુખ્ત વયના 2017 ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો વધુ વખત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નથી તેમની સરખામણીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો સામાજિક રીતે અલગ રહેવાની શક્યતા ત્રણ ગણી વધારે છે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડવાની રીતો શોધવી, જેમ કે સામાજિક એપ્લિકેશન્સ માટે સમય મર્યાદા નક્કી કરવી, કેટલાક લોકોમાં અલગતાની લાગણી ઘટાડવામાં મદદ કરી શકે છે.

હતાશા અને ચિંતા

image source

2016 માં થયેલા એક સર્વેની વ્યવસ્થિત સમીક્ષા કરતા મળ્યું કે સોશિયલ મીડિયા નેટવર્ક્સ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, જેમ કે ડિપ્રેશન અને અસ્વસ્થતા વચ્ચેની એક સંબંઘ છે જેના પર ચર્ચા કરતા તેઓ કહે છે કે આ મામલે તેમના સંશોધનમાં મિશ્ર પરિણામો મળ્યા. જે લોકો આ પ્લેટફોર્મ પર વધુ સકારાત્મક ક્રિયાપ્રતિક્રિયાઓ અને સામાજિક સમર્થન ધરાવતા હતા તેઓ હતાશા અને અસ્વસ્થતાના નીચા સ્તરો ધરાવતા હતા. જો કે, વિપરીત પણ સાચું હતું. જે લોકો માને છે કે તેમની પાસે ઓનલાઈન વધુ નેગેટિવ સોશિયલ ઈમ્પેક્ટ આવે છે અને જેઓ સામાજિક સરખામણી માટે વધુ સંવેદનશીલ છે તેઓ હાઈ લેવલ પર હતાશા અને ચિંતા અનુભવે છે. તેથી, જ્યારે સોશિયલ મીડિયા અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે કડી હોવાનું જણાય છે, ત્યારે એક મહત્વનું નિર્ધારિત પરિબળ એ છે કે લોકો આ પ્લેટફોર્મ્સ પર જે પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાઓ અનુભવે છે તે છે

Exit mobile version