આદિત્ય નારાયણે પત્નીની પ્રેગ્નેસીની વાતને લઈ કર્યો ખુલાસો, કહ્યું કે…

આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલે ગત વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. બંને ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં હતા. ત્યારબાદ તેણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં આદિત્ય નારાયણે ટીવી શોમાં હોસ્ટ તરીકે કામ કરવાનું છોડી દેવાનું નક્કી કર્યું છે અને આ અંગે જાહેરાત પણ કરી દીધી છે. આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરતાં તેણે એવી વાતનો ઉલ્લેખ કર્યો કે તે ચર્ચામાં આવી ગયો છે.

image source

આદિત્ય નારાયણે કહ્યું હતું કે તેના માટે આગળ વધવાનો અને જવાબદારી લેવાનો સમય આવી ગયો છે. આ સિવાય તેણે કહ્યું હતું કે તે બાળક હતો ત્યારથી ટીવી માટે કામ કરે છે અને હવે જ્યારે 2022માં તે આ ઈંડસ્ટ્રીને છોડશે ત્યારે પિતા બની ગયો હશે. આ વાત બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શ્વેતા અગ્રવાલ ગર્ભવતી છે અને 2022માં આ કપલ તેના પહેલા સંતાને વેલકમ કરવાના છે. આ કારણથી જ આદિત્ય ટીવીમાં હોસ્ટિંગથી બ્રેક લઈ રહ્યો છે.

image source

આદિત્ય નારાયણે હોસ્ટિંગ છોડવા માટે જે નિવેદન આપ્યું તેમાં ઘણી વાતો કરી હતી. તેમાંથી એક વાત હતી 2022માં તે પિતા બની જશે એવી. હવે વાત બહાર આવી અને એવી ફેલાઈ કે ખુદ આદિત્ય અને શ્વેતા પણ ચિંતામાં પડી ગયા છે. આ ન્યૂઝ વાયરલ થયા બાદ આદિત્ય નારાયણે સ્પષ્ટતા કરી હતી કે તેની વાતનો અર્થ એવો નથી કે તે પિતા બનવાનો છે અને શ્વેતા ગર્ભવતી છે. તેની આ વાતને ટ્વીસ્ટ કરી દેવામાં આવી છે.

image source

આદિત્યે કહ્યું છે કે શ્વેતા ગર્ભવતી નથી. હાલ એવું કંઈ જ નથી. તેનો કહેવાનો અર્થ કંઈક અલગ હતો. આ સાથે તેણે ઉમેર્યું હતું કે આવું કંઈ હશે તો તેઓ ચોક્કસથી તેની ઘોષણા કરશે. પરંતુ હાલ તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. તેનો કહેવાનો અર્થ એ હતો કે નાનો હતો ત્યારથી કામ શરુ કર્યું, લગ્ન કર્યા, ઘર ખરીદ્યું હવે આગળ વધવાનો સમય આવ્યો છે અને તે તેના માટે ઉત્સુક છે.

હાલ તો આદિત્ય ઈંડિયન આઈડલ સાથે સંકળાયેલો છે. આ સીઝન સતત ચર્ચામાં રહી છે. આ વખતે શોના સ્પર્ધકો વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ છે. 15 ઓગસ્ટે શોનો ફાઈનલ રાઉન્ડ થશે અને જેના અંતે દેશે નવો ઈંડિયન આઈડલ મળી જશે. આ શો પૂર્ણ થવાનો છે ત્યારે આદિત્યે પણ જાહેર કરી દીધું છે કે આગામી 1 વર્ષ પછી તે હોસ્ટિંગ કરશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!